આ છે દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં જોવા મળે છે વિષ્ણુજીના ચરણ, વાંચો આ લેખ અને મેળવો માહિતી…

બિહારના ગયામાં આવેલા વિષ્ણુપદા મંદિરમાં ભગવાન વિષ્ણુના પદચિહ્ન જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરમાં વિષ્ણુજીના દર્શન કરવાથી દરેક મનોકાના પૂર્ણ થાય છે. સાથે જ પૂર્વજો તર્પણ કર્યા પછી, અહીં આવીને પૂજા-અર્ચના કરીને પૂર્વજો ને પુણ્યલોક અર્પિત કરવામાં આવે છે. આ એવું એક મંદિર છે. જ્યાં ભગવાન વિષ્ણુના પગ જોવા મળે છે. આ મંદિરમાં, ભગવાન વિષ્ણુની મૂર્તિને બદલે, તેમના પગના નિશાનની પૂજા કરવામાં આવે છે અને તેનો શણગાર રક્ત ચંદનથી કરવામાં આવે છે.

image source

એવું કહેવાય છે કે, અઢાર મી સદીમાં, મંદિર નું નવીનીકરણ મહારાણી અહિલ્યાબાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં ભગવાન વિષ્ણુનું પદ ચિહ્ન સતયુગથી છે. મંદિરમાં બનેલા વિષ્ણુજીના પદ ચિહ્નો, ગદા, ચક્ર, શંખ વગેરે અંકિત કરવામાં આવે છે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલે છે. આ મંદિર ફાલ્ગુ નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે અને દર વર્ષે અહીં દૂર-દૂર થી લોકો પૂજા માટે આવે છે.

મંદિર કસૌટી પથ્થરથી બનેલું છે :

image source

વિષ્ણુપદ મંદિર સોના ને ઘસવામાં આવતાં પથ્થર કસૌટી થી બનેલું છે, જેને જિલ્લાના ઉત્તરના ભાગના પથ્થરકટ્ટીથી લાવવામાં આવ્યાં હતાં. આ મંદિરની ઊંચાઈ લગભગ સો ફૂટ છે. સભા મંડપમાં ચુમાલીસ પિલર છે. ચોપન વેદીઓમાંથી ઓગણીસ વેદી વિષ્ણુપદમાં જ છે, જ્યાં પિતૃઓની મુક્તિ માટે પિંડદાન થાય છે. અહીં વર્ષભર પિંડદાન થાય છે. અહીં ભગવાન વિષ્ણુના ચરણ ચિહ્નના સ્પર્શથી જ મનુષ્ય બધા પાપમાંથી મુક્ત થઇ જાય છે.

મંદિરમાં એક સોનાનો છત્ર છે :

image source

વિષ્ણુપદ મંદિર ની ટોચ પર પચાસ કિલો સોનાનો દળ અને પચાસ કિલો સોનાનો ધ્વજ લગાવેલો છે. ગર્ભગૃહમાં પચાસ કિલો ચાંદીનો છત્ર અને પચાસ કિલો ચાંદીનો અષ્ટકોણ છે. જેની અંદર ભગવાન વિષ્ણુનું પદચિહ્ન છે. ભગવાન વિષ્ણુના પદચિહ્ન ની લંબાઈ આશરે ચાલીસ સેન્ટિમીટર છે.

રામાયણ સંબંધિત કથા :

image soure

વિષ્ણુપદ મંદિરની સામે ફાલ્ગુ નદી પાસે સીતાકુંડ છે. દંતકથા અનુસાર માતા સીતાએ અહીં મહારાજ દશરથ નું પિંડદાન કર્યું હતું. તે સમયે આ સ્થાન અરણ્ય વન જંગલ તરીકે જાણીતું હતું. ભગવાન શ્રી રામ માતા સીતા સાથે મહારાજ દશરથ નું પિંડદાન અર્પણ કરવા આવ્યા હતા. જયાં માતા સીતાએ મહારાજ દશરથ ને પિંડ અર્પિત કર્યુ હતું. બસ ત્યારથી અહીં રેતીથી બનાવેલા પિંડ બનાવી અર્પણ કરવામાં આવે છે. આજે પણ લોકો આ મંદિરમાં પૂર્વજોની મુક્તિ માટે પિંડાદાન કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ના પગના નિશાનના સ્પર્શથી જ મનુષ્ય તમામ પાપોથી છુટકારો મેળવે છે.