આ ગામના લોકો પર છે ચંપલ પહેરવા પર પ્રતિબંધ, જાણો શું મળે છે નિયમ તોડનારાઓને સજા…

આજના સમયમાં પગરખાં અને ચંપલ પહેરવું એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે, પણ શું તમે કલ્પના કરી શકો છો કે તમારે કાયમ ચંપલ વગર જીવવું પડશે ? ચોક્કસ તમારામાંના મોટા ભાગના લોકો આવી વસ્તુ ની કલ્પના પણ કરવા માંગતા નથી. પરંતુ ભારતમાં એક એવું ગામ છે જ્યાં જૂતા અને ચંપલ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

image source

અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડુ ના મદુરાઈ થી વીસ કિલોમીટર દૂર કાલિમાયણ ગામની. આ ગામના લોકો તેમના બાળકો ને ચંપલ અને જૂતા પહેરવાની મનાઈ કરે છે. આ ગામમાં જો કોઈ આકસ્મિક રીતે પગરખાં પહેરે તો તેને સખત સજા ફટકારવામાં આવે છે.

અપાછી દેવતામાં પોતાનો વિશ્વાસ બતાવવા માટે અહીંના લોકો આદર સાથે જૂતા અને ચપ્પલ ના પહેરી ને પોતાનું જીવન જીવી રહ્યા છે. અહીંના લોકોના મતે જો આ રિવાજ ને અનુસરવામાં નહીં આવે તો તેમના પ્રિય દેવતાઓ ગુસ્સે થશે અને આ ગામ પર ભયંકર ક્રોધ આવી શકે છે.

image source

ગામ ને આ ક્રોધમાંથી બચાવવા માટે આ અનોખું ગામ પેઢીઓથી આ નિયમનું પાલન કરી રહ્યું છે. એટલું જ નહીં બહારથી અહીં આવતા લોકોએ પણ આ નિયમનું પાલન કરવું પડશે. જો કે તમે આ ગામ ની બહાર જાવ તો આ નિયમ લાગુ પડતો નથી. આ પ્રથાથી સ્પષ્ટ છે કે ગામ લોકો તેમના ગામ ને દેવસ્થાનથી ઓછું નથી માનતા હવે તે જ નિયમ છે કે લોકો મંદિરમાં પ્રવેશતા પહેલા તેમના પગરખાં અને ચંપલ ઉતારે છે.

આ કારણથી લોકો ચંપલ પહેરતા નથી :

image source

કહેવાય છે કે આ ગામના લોકો સદીઓથી અપાછી નામના દેવતાની પૂજા કરતા આવ્યા છે. તેઓ માને છે કે માત્ર અપાછી નામના દેવતા જ તેમની રક્ષા કરે છે. આ દેવતામાં શ્રદ્ધા દર્શાવવા માટે ગામની હદમાં ફૂટવેર પહેરવાની મનાઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામના લોકો સદીઓથી આ અદ્ભુત પરંપરાને અનુસરી રહ્યા છે.

image source

આ સ્થિતિમાં જો આ ગામના લોકોને બહાર જવું હોય તો તેઓ ગામની હદમાંથી બહાર ગયા પછી તેમના પગમાં ચંપલ પહેરે છે, અને પછી જ્યારે તેઓ પાછા આવે છે. ત્યારે તેઓ ગામની મર્યાદા પહેલા ચંપલ ઉતારી લે છે. આવી સ્થિતિમાં અહીંના લોકો જૂતા અને ચંપલ પહેરવાના નામે ગુસ્સે પણ થાય છે.