બધાને રડતા મૂકીને સિદ્ધાર્થ થયા પંચતત્વમાં વિલિન, આવી હતી શહનાઝ ગિલની દશા

મુંબઈના ઓશિવિરામ આજે એકટર સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કાર કઈ દેવામાં આવ્યા. એમને અંતિમ વિડીયા આપવા માટે એમના પરિવારમાં સભ્યો ઉપરાંત અમુક નજીકના લોકો પહોંચ્યા હતા.

image source

ટીવીના જાણીતા સિદ્ધાર્થ શુકલા આજે ફેન્સ, મિત્રો અને એમના પરિવારજનોને રડાવીને પંચતત્વમાં વિલિન થઈ ગયા છે. મુંબઈના ઓશિવારામાં એમના અંતિમ સંસ્કાર આજે કરી દેવામાં આવ્યા. એમને અંતિમ વિદ્યા આપવા માટે પરિવારના સભ્યો ઉપરાંત અમુક નજીકના લોકો પહોંચ્યા હતા.

image source

સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કાર બ્રહ્મકુમારી સમાજની વિધિથી કરવામાં આવ્યા. બ્રહ્માકુમારી સમાજના બે સભ્યો એમની અંતિમ યાત્રામાં સામેલ હતા. અંતિમ સંસ્કાર પહેલાં બ્રહ્માકુમારી વિધિ અનુસાર પૂજા પાઠ પણ કરવામાં આવ્યા.

image source

સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં એમને ઓળખતા બધા કલાકરો પહોંચ્યા. અંતિમ સંસ્કાર જ્યાં કરવામાં આવ્યું ત્યાં ફક્ત 100 લોકોને જ જવાની પરવાનગી હતી. ઓશિવારા સ્મશાનની બહાર ભારે ભીડ જમા હતા. અંતિમ સંસ્કાર જ્યાં થઈ રહ્યો હતો ત્યાં થોડા લોકો જ પહોંચી શક્યા.

ગુરુવારના રોજ બાલિકા વધુ ફેમ એકટર આ દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા. કાલે જ એમનું પોસ્ટમોર્ટમ થયું અને આજે એમને અંતિમ વિદાય આપવામાં આવી. સિદ્ધાર્થની ખાસ મિત્ર શહનાઝ ગિલ પણ અંતિમ સંસ્કારમાં પહોંચી હતી. એમની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી હતી. સિદ્ધાર્થ આ પરિવારના લોકો પણ શોકમાં ડૂબેલા હતા.

image source

પહેલા એવી ખબર આવી હતી કે સિદ્ધાર્થ શુકલાના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે એમના ઘરે રાખવામાં આવશે પણ એવું ન થયું.હોસ્પિટલમાંથી સીધો એમનો પાર્થિવ દેહ સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

સિદ્ધાર્થ શુકલાના અચાનક મોતની ખબર સાંભળી પહેલા તો કોઈ એના પર વિશ્વાસ ન કરી શક્યું. આ એકટર એક દિવસ પહેલા સુધી કામ કરી રહ્યા હતા. અચાનક હાર્ટ એટેક આવ્યા પછી એમનું નિધન થયું.

image source

વર્ષ 2008માં સિદ્ધાર્થ શુક્લાએ સિરિયલ બાબુલ કા અંગના છૂટે ના સીરિયલમાં કામ કર્યું હતું. સિદ્ધાર્થ શુકલાને ટીવી સિરિયલ બાલિકા વધુથી પોપ્યુલરિટી મળી હતી. એ પછી એમને ક્યારેય પાછું વળીને નથી જોયું. એ દિલ સે દિલ તક સીરિયલમાં પણ દેખાયા હતા. બોલીવુડમાં ડેબ્યુ એમને હંપટી શર્મા કી દુલહનિયા ફિલ્મથી કર્યું હતું.

બિગ બોએ 13થી એમને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. એ સીઝનના એ વિજેતા પણ રહ્યા. એમની જોડી પંજાબી એક્ટ્રેસ શહનાઝ ગિલ સાથે ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. બન્ને હાલમાં જ બિગ બોસ ઓટીટીમાં પણ દેખાયા હતા.

image source

એ સિવાય સિદ્ધાર્થ શુકલા ખતરો કે ખિલાડી સિઝન 7માં પણ દેખાયા હતા એમને સાવધાન ઇન્ડિયા અને ઈંડિયાઝ ગોટ ટેલેન્ટ શો હોસ્ટ પણ કર્યો હતો.

સિદ્ધાર્થ શુકલાનો જન્મ 12 ડિસેમ્બર 1980માં મુંબઈના હિન્દૂ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના મોડલિંગના દિવસોમાં જ એમને એમના પિતાને ખોઈ દીધા હતા. 40ની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. ઘર પરિવારમાં એમની માતા છે અને બે બહેનો છે સિદ્ધાર્થ એમની માતા સાથે જ રહેતા હતા.