દેશના આ રાજ્યમાં આવેલુ છે રહસ્યમય તળાવ, હજુ સુધી કોઈએ અંદર જવાની નથી કરી હિંમત

ભારત અને મ્યાનમારની સરહદ પાસે એક સરોવર છે, જેને ‘લેક ઓફ નો રીટર્ન’ તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવ કેટલીક રહસ્યમય ઘટનાઓને કારણે આખી દુનિયામાં કુખ્યાત છે.

image source

એવું કહેવામાં આવે છે કે આજ સુધી આ તળાવમાં પાસે જે પણ વ્યક્તિ આ તળાવ પાસે ગઈ તે હજુ સુધી પરત નથી આવી.

આ રહસ્યમય તળાવ અરુણાચલ પ્રદેશમાં આવેલુ છે

image source

વાસ્તવમાં આ રહસ્યમય તળાવ અરુણાચલ પ્રદેશમાં આવેલુ છે. એવું કહેવામાં આવે છે કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, અમેરિકન વિમાનના પાઇલટ્સે સમતલ જમીન સમજીને અહીં ઇમરજન્સી લેન્ડિંગ કર્યુ હતું, પરંતુ તે પછી આ જહાજ પાઇલટ્સ સહિત રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું.

image source

બાદમાં તે જ વિસ્તારમાં કાર્યરત અમેરિકન સૈનિકોને તળાવ અને ગુમ થયેલ વહાણો અને પાઇલટ્સને શોધવા માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પણ ત્યાંથી પાછા ન આવી શક્યા.

આ તળાવનું રહસ્ય જાણવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા

આ તળાવને લગતી બીજી એક વાર્તા પણ ખૂબ પ્રખ્યાત છે, જે મુજબ જાપાની સૈનિકો બીજા વિશ્વયુદ્ધ પછી પાછા ફર્યા હતા, પરંતુ તેઓ તેનો માર્ગ ભુલી ગયા હતા. તેઓ જેવા તળાવ પાસે પહોંચ્યા ત્યાં જ ત્યાં હાજર રેતીમાં ફસાઈ ગયા અને બીજા લોકોની જેમ તેઓ પણ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા.લોકો અહીં અવારનવાર ફરવા આવે છે, પરંતુ કોઈ તળાવની અંદર જવાની હિંમત કરતું નથી. એવું કહેવામાં આવે છે કે આ તળાવનું રહસ્ય જાણવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી નિષ્ફળતા મળી છે.

રૂપકુંડ લેક

આપણે ભારતીયોને બિહામણી વાર્તાઓ પ્રત્યે વધુ રૂચિ હોય છે, જેથી જેવું મને જાણવા મળ્યું કે આ એક એવું સરોવર છે કે જે રહસ્યમય સરોવર તરીકે ઓળખાય છે, તો મેં તરત જ મારી યાદીમાં તેને ઉમેરી લીધું હતું. આ સરોવરના તળિયામાં ઇ.સ. પૂર્વે 850 પહેલાના સમયના માનવ હાડપિંજરો પડય છે ! રૂપખંડ સરોવર વધુ ઉંચાઇએ આવેલું હિમવર્તી સરોવર છે, જ્યાં 5-6 દિવસોના ટ્રેકિંગ રસ્તેથી પહોંચી શકાય છે, અને જ્યારે સરોવરમાંનો બરફ પીગળે ત્યારે કોઇપણ વ્યક્તિ તળીયે પડી રહેલા માનવ હાડપિંજરો જોઇ શકે છે. જો કે આ માનવ અવશેષો માટે અનેક વૈજ્ઞાનિક અને અલૌકિક કારણો આપવામાં આવ્યા છે પરંતુ આ હાડપિંજરો અંગે લોકોમાં રહસ્ય હજુ પણ અકબંધ છે.

પંગોંગ સો, લદાખ

image source

તો બીલેહથી પાંચ કલાકની પર્વતીય મુસાફરીને અંતરે આ સરોવર આવેલું છે, જે ખારા પાણીનું સરોવર છે અને તે ભારતની સૌથી વધુ જોવા લાયક જગ્યા પૈકી એક છે. મને ખાતરી છે કે પંગોંગ સો સરોવરના કિનારા પર લાલ લહેંગામાં અભિનેત્રી કરીના કપૂરને એક ફિલ્મમાં સ્કૂટર ચલાવતી જોયાનું તમને યાદ હશે ! તમે જાણો છો કે આ સરોવરની જમણી બાજુએ ‘લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ’ પસાર થાય છે અને આ સરોવરનો મોટો હિસ્સો ચીનની ભૂમિમાં આવેલો છે. તો હવે અહીની મુલાકાત લઈને તમારા જીવનને રોમાંચક બનાવવાનો સમય આવી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત