નાની ઉંમરે લઇ લીધો ભેખ, આજે છે મોટું નામ, જાણો કોણ છે આ સાધ્વી

મિત્રો, પ્રવર્તમાન સમય એ સંપૂર્ણ રીતે આધુનિકીકરણ તરફ વળી ચુક્યો છે અને તેના કારણે હાલ, આપણા જીવનમા પૌરાણિક શાસ્ત્રો, રીતી-રીવાજોનુ કોઈપણ મુલ્ય નથી. આપણે આ બધાનુ મુલ્ય જાણે ભૂલી જ ગયા હોય તેવુ જણાઈ રહ્યુ છે. હાલના સમયમા આપણા જીવનમા કારકિર્દી અને નોકરી બસ આ બે જ વસ્તુ વધુ મહત્વપૂર્ણ બની ચુકી છે.

Who is that young Sadhvi, who has millions of devotees at the age of 25
image source

આપણે આ બધુ જ પ્રાપ્ત કરવાના માર્ગમા શ્રદ્ધા અને ધર્મને સાવ ભૂલી જઈએ છીએ પરંતુ, આપણા દેશમા અમુક એવા લોકો પણ છે કે, જેમણે કારકિર્દીની સાથે-સાથે શ્રદ્ધા અને ધર્મ પર પણ વિશેષ ધ્યાન આપ્યુ છે. આજે આ લેખમા અમે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે “જયા કિશોરીજી”.

image source

તે બાળપણથી જ કૃષ્ણ ભક્તિમા મગ્ન હતા. તમને જાણીએ નવાઈ લાગશે કે, તેમણે હાલ ફક્ત ૨૫ વર્ષની નાની વયમા જ ધર્મ અને આધ્યાત્મનો માર્ગ પકડીને એક સાધવીનુ સાધારણ જીવન જીવવાનુ પસંદ કર્યુ છે. આપણા દેશમા લગભગ ૧૬ લાખથી પણ વધુ લોકો તેમને અનુસરે છે અને તેમની પાસે તેમના વચનોને સાંભળનાર એક મોટો શ્રોતાવર્ગ છે.

image source

તેનો જન્મ ૧૯૯૬મા રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. ગૌર બ્રાહ્મણ પરિવારના હોવાને કારણે તે બાળપણથી જ કૃષ્ણભક્તિમા વધુ પડતો રસ ધરાવતા હતા. આ સાધવી ફક્ત સાત વર્ષની ઉંમરથી જ ભજનો દ્વારા ઠાકુરજીને રીઝવી શક્યા હતા. તેમણે કોલકાતામા વસંત મહોત્સવ દરમિયાન સત્સંગમા ગાયું હતુ. ત્યારબાદ તેમણે નવ વર્ષની ઉંમરે સંસ્કૃત, લિંગાત્કમ, શિવ તાંડવ સ્તોતરામ, રામશ્કમ વગેરેમાં અનેક શ્લોકો ગાવાનું શરૂ કર્યું હતું.

Who is that young Sadhvi, who has millions of devotees at the age of 25
image source

ફક્ત ૯ વર્ષની ઉંમરે તેમણે લિંગત્કમ, શિવ-તાંડવ સ્તોતરામ, રામશ્કમ વગેરેનુ ઓડ ગાઈ રહ્યા હતા. જ્યારે તે ૧૦ વર્ષના હતા ત્યારે તેણે સુંદરકાંડનો પાઠ કર્યો હતો. આજે દરેક જિલ્લામા તે “નરસીના ભાથ” અને “નાની બાઈથી મયરો” ના સત્સંગ કરે છે અને આ સાંભળવા માટે લાખો લોકોની ભીડ ઉમટી પડે છે.

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, તેમના સત્સંગમાથી જે કઈપણ દાન મળે છે, તે નારાયણ સેવા સંસ્થામા જાય છે. નારાયણ સેવા સંસ્થા જે કંઈપણ દાન મળે છે તે નાણાભંડોળનો ઉપયોગ વિકલાંગ લોકોની સારવાર માટે કરે છે. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહ હે, માં-બાપ કો મત ભૂલના, લીન્ગાષ્ટકમ મૃત્યુંજય જાપ, રાધિકા ગૌરી રે, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ, આજ હરી આયે વિદુર ઘર, ગાડી મેં બિઠા લે રે બાબા, જગત કે રંગ ક્યા દેખુ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ આ બધા જ તેમના પ્રખ્યાત ભજનો છે, જે તમે સાંભળ્યા જ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત