રૂપાળી છોકરીઓનો વીડિયો કોલ રિસિવ કરતા પહેલા સો વખત વિચારજો, નહિં તો થઈ જશે જિંદગી બરબાદ

આજ કાલ સોશિયલ મીડિયાથી લોકોને જેટલી ઝડપથી મદદ મળી રહી છે તેટલા જ તેના ખરાબ પરિણામો પણ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરીને ઘણી ટોળકીઓ લાખોની છેકપપીંડી કરી રહી છે. આજે અમે તમને કેટલીક સાવચેતીની વાતો જણાવી રહ્યા છીએ જેથી તમે આવી ઠગ ટોળકીનો શિકાર થતા બચી શકે. નોંધનિય છે કે જો તમને કોઈ સોશિયલ મીડિયા પર કોઈ સુંદર યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો તેને સ્વિકારતા પહેલાં સો વાર વિચારજો કારણે કે આ ફ્રેન્ડ રિક્વેસ્ટ તમને લાખોમાં પડી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે, આ પ્રકારની ભેજાબાજ ટોળકી તમને ઓનલાઈન મિત્રતાની ઓફર કરશે અને તેમાં તમને ફસાવીને લાખો રૂપિયા પડાવી લેશે અને જો તમે પૈસા ન આપો તો તમારી અશ્લીલ ચેષ્ટાઓની સ્ક્રીન-રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી પણ આપશે અને તમને બ્લેક મેઈલિંગ કરશે. તમને જમાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ફસાવીને પૈસા પડાવી લેવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નોંધનિય છે કે યુવતી તરીકે ઓળખ આપી ઓનલાઈન મિત્રતાની લાલચ આપી બ્લેકમેઈલ કરીને મોટી રકમની માગણી કરવામાં આવે છે. નોંધનિય છે કે આ ઓનલાઈન ફ્રોડના શિકાર સામાન્ય લોકો જ નહીં પરંતુ નેતાઓ, વેપારીઓ અને સરકારી અધિકારીઓ પણ ફસાઈ ચૂક્યા છે.

image source

તમને જાણીવે આશ્ચર્ય થશે કે અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને 6 મહિનામાં જ આ પ્રકારની 500થી વધુ ફરિયાદો મળી છે. તમને યાદ જ હશે કે થોડા સમય પહેલાં બારડોલીમાં તો સુંદર યુવતીની જાળમાં એક વેપારીથી લઈને રાજકારણીઓ પણ આવી ગયા હતા. આ અંગે વિગતે વાત કરીએ તો બારડોલીના એક વેપારીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી અને બાદમાં આ ઠગબાજ યુવતીએ તેનું વિડિયો-કોલ કરી લીધુ હતં અને તેની સાથેની બીભત્સ હરકતો રેકોર્ડ કરી બ્લેકમેઇલ કરવા લાગી હતી.

image source

જેના કારણે આ યુવક ગભરાય ગયો હતો અને તેમણે તેનો નંબર બ્લોક કરી દીધો હતો આથી આ યુવતીએ તેનો અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો બાદામાં યુવકે બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આગળની કાર્યવાગી હાથ ધરી હતી.

image source

આવો જ એક કિસ્સો 4 જૂનની આસપાસ બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર પણ એક લલનાની જાળમાં ફસાઈ ગયા હતા અને તેમનો નગ્ન અવસ્થાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. તો બીજી તરફ વીડિયો વાઇરલ થતાં રાજકારણ ગરમાયું હતું તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા. તો સામે બાજુ નગર સેવકે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પલસાણા તાલુકાના એક PSI પણ હનીટ્રેપનો શિકાર બન્યા હતા અને તેમનો પણ બીભત્સ વીડિયો વાઇરલ થતા ચકચાર મચી ગઈ હતી.

image source

નોંધનિય છે કે, સામે આવેલી વિગતો અનુસાર આ સમગ્ર પ્રકરણમાં એક ટોળકી ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીના ફેક ID બનાવી યુવકોને ફસાવે છે. ત્યાર બાદ યુવતીના બીભત્સ વીડિયો બતાવી યુવકોને ઉત્તેજિત કરે છે જ્યારે યુવકો ઉત્તેજીત થઈ વીડિયો કોલમાં અશ્લીલ હરકતો કરે છે ત્યારે આ ટોળકી મોબાઇલમાં સ્ક્રીન-રેકોર્ડિંગ કરી લેશે અને બાદમાં યુવકોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!