હવે ચાર્જિંગ કરવા માટે નહીં જરૂર પડે વીજળી, Xiaomi લાવી રહી છે નવી ટેકનોલોજી

શાઓમી નવી ચાર્જિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેના પછી તમારે ચાર્જિંગ એડેપ્ટરની જરાય જરૂર રહેશે નહીં. તેમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન ચાર્જ કરવાની રીત ઘણી બદલાઈ ગઈ છે. હવે મોટાભાગની કંપનીઓ વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી પર કામ કરી રહી છે. GizChina ના એક અહેવાલ મુજબ, શાઓમીએ China National Intellectual Property Administration (CNIPA)પાસે આ તકનીકી માટે પેટન્ટ ફાઇલ કરી છે. જે મુજબ, તે એક સિસ્ટમ છે જે ઉર્જાને સંગ્રહિત કરવાની પદ્ધતિનો ઉપયોગ કરીને ધ્વનિની મદદથી સ્માર્ટફોનને ચાર્જ કરી શકે છે.

image source

ટેક્નોલોજી કંપની શાઓમી(Xiaomi) હાલમાં નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેમાં સ્માર્ટફોનને વોઇસની મદદથી જ ચાર્જ કરી શકાય છે. શાઓમીનો દાવો છે કે તે ભારતમાં નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ છે, જે તેની નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. જેના દ્વારા સ્માર્ટફોન અને અન્ય ઉપકરણોની બેટરી ફક્ત વોઇસની સહાયથી જ ચાર્જ કરી શકાય છે. આ નવી ટેક્નોલોજી માટે કંપનીએ પેટન્ટ પણ ફાઇલ કરી છે. શાઓમીએ વોઈસ ચાર્જિંગ પેટન્ટની તસવીરો ચીનના National Intellectual Property Administration (CNIPA) જોવા મળી છે.

image source

શાઓમી આ પેટન્ટનો ઉપયોગ સાઉન્ડ ચાર્જિંગ ડિવાઇસ, એનર્જી સ્ટોરેજ ડિવાઇસ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માટે કરી શકે છે. આ ઉપકરણો અવાજ એકત્રિત કરશે અને તેને એન્વાયરનમેન્ટ વાઈબ્રેશનથી મિકેનિકલ વાઈબ્રેશનમાં પરિવર્તિત કરશે.

આ મિકેનિકલ ડિવાઇસને ઇલેક્ટ્રિક કરંટમાં કન્વર્ટ કરવા માટે, શાઓમી ગ્રાહકોને ડિવાઇસ પણ આપશે. આ ઉપકરણ AC કરંટને DC પ્રવાહમાં રૂપાંતરિત કરશે. કંપનીનો દાવો છે કે આ ટેકનોલોજી પાવર સોકેટ વિના સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસીસ ચાર્જ કરશે.

200W હાયપરચાર્જ ટેકનીકની પણ જાહેરાત

image source

કંપનીએ તાજેતરમાં તેની 200W હાયપરચાર્જ ટેક્નોલોજીની ઘોષણા કરી છે, જે ફક્ત 8 મિનિટમાં 4000 એમએએચની બેટરી ચાર્જ કરશે. કંપનીએ તેમાં નવું એમઆઈ એર ચાર્જર પણ રજૂ કર્યું હતું, જે ચાર્જિંગ કેબલ અથવા સ્ટેન્ડ વિના ડિવાઇસની બેટરી ચાર્જ કરી શકે છે. શાઓમીએ દાવો કર્યો છે કે નવી એમઆઈ એર ચાર્જ તકનીકનો ઉપયોગ એક જ સમયે અનેક ઉપકરણોને વાયરલેસ ચાર્જ કરવા માટે થઈ શકે છે. કંપની પાસે હાલમાં એમઆઈ એર ચાર્જ ટેક્નોલોજી માટે 17 પેટન્ટ્સ છે.

image source

કંપનીએ જણાવ્યું હતું કે તે નવી ચાર્જિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેના દ્વારા ઘરેલુ વસ્તુઓ જેવી કે સ્માર્ટ સ્પીકર્સ, ડેસ્ક લેમ્પ્સ, સ્માર્ટ ઉપકરણો અને અન્ય વસ્તુઓનો ચાર્જ કરી શકાય છે. કંપની દ્વારા હજુ સુધી MI એર ચાર્જિંગ ટેક્નોલોજીની રજૂઆત અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.