આખા સ્ટેડિયમની વચ્ચે રણવીર સિંહ અને અર્જુન કપૂરે કર્યું લિપ લોક, લોકો બોલી ઉઠ્યા આય હાય….

બૉલીવુડ એકટર રણવીર સિંહ અને અર્જુન કપૂર બન્ને ખૂબ જ નજીકના મિત્રો છે. આ બન્ને સ્ટાર્સ એકસાથે કામ પણ કરી ચુક્યા છે. હાલ બન્નેનો એક વિડીયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પરથી પોતાની નજર નથી હટાવી શકતા. આ વાયરલ વીડિયોમાં બન્ને એકબીજાને લિપલોક કિસ કરતા દેખાઈ રહ્યા છે.

રણવીર સિંહ અને અર્જુન કપૂરનો સ્ટેડિયમ વિડીયો વાયરલ.

image source

રણવીર સિંહ અને અર્જુન કપૂર બન્ને હાલના દિવસોમાં સ્ટેડિયમમાં ફૂટબોલની ફ્રેન્ડલી મેચ રમવા જાય છે. આ વીડિયો પણ એ સમયનો જ છે. બન્નેની આસપાસ એ દરમિયાન ઘણા બધા લોકો ઉભા હતા. આ વીડિયોમાં રણવીર સિંહ બેન્ચ પર સુતેલા દેખાઈ રહ્યા છે. તો એમની ઉપર અર્જુન કપૂર દેખાઈ રહ્યા છે. રણવીર સિંહે અર્જુન કપૂરને પોતાની બાહોમાં જકડી રાખેલા દેખાઇ રહ્યા છે. બેન્ચ પરથી ઉઠ્યા પછી પણ બન્ને એકબીજાને લીપટાયેલા દેખાઈ રહ્યા છે. રણવીર સિંહ, અર્જુન કપૂરના ગાલ પર પણ કિસ કરે છે.

રણવીર સિંહ અને અર્જુન કપૂર થઈ રહ્યા છે ટ્રોલ.

image source

રણવીર સિંહ આ વીડિયોમાં ડાર્ક બ્લુ ટાઇટ્સ પહેરેલા દેખાઈ રહ્યા છે. તો અર્જુન કપૂર આ વીડિયોમાં બ્લેક ટાઇટ્સમાં દેખાઈ રહ્યા છે. બન્ને એક્ટ્રેસનો યારાના આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વિરલ ભયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ પોસ્ટ શેર કરી છે. લોકો બન્નેનો આ વીડિયો જોયા પછી હેરાન છે અને બન્નેને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકોએ તો બન્ને એક્ટર્સને ખૂબ જ ખરી ખોટી સંભળાવી છે.

image source

એક યુઝરે પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું છે કે આ બકવાસ લોકોને જોવા ટાઇમની બરબાદી છે. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે શું યાર આ જ બચ્યું હતું હવે જોવા માટે. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે ઈમાનદારીથી જણાવો કે આમાં સારું શુ છે? એક ઇન્ટરવ્યૂ દરમિયાન અર્જુન કપૂરે રણવીર સિંહ સાથેની પોતાની મિત્રતા પર ઘણી રસપ્રદ વાતો કહી હતી. અર્જુન કપૂરે કહ્યું હતું કે રણવીર મારા ડબિંગની વચ્ચે પહોંચી જાય છે. મને વોઇસ મેસેજ મોકલે છે, મારા ગીતોને જોયા પછી મને ગાલ પર કિસ કરે છે. અમારો સંબંધ અનોખો છે. હું દીપિકાને ઘણીવાર કહું છું કે હું તારી સોતન છું.

ગુંડે ફિલ્મમાં દેખાયા હતા સાથે.

image source

બૉલીવુડ એકટર રણવીર સિંહ અને અર્જુન કપૂર બન્નેએ એકસાથે ગુંડે ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. લોકોએ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી. હાલ રણવીર સિંહ જલ્દી જ ફિલ્મ 83માં દેખાવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તો અર્જુન કપૂરની પણ ફિલ્મ ભૂત પોલીસ પણ રિલીઝ થવાં માટે તૈયાર છે. એ સાથે જ અન્ય ઘણી ફિલ્મોની તૈયારીમાં પણ બન્ને સ્ટાર્સ લાગેલા છે.