હવામાનની આગાહીઃ ફરી આવશે વરસાદ, રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો થયો વરસાદ અને કેટલી છે ઘટ જાણો

છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વરસાદ જાણે રીસાય ગયો હોય તેમ બફારો વધ્યો છે. જો કે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ સારો એવો થયો છે. જેમાં છોટાઉદેપુર અને જેતપુરપાવીનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યભરમાંથી વરસાદ એકાએક ગાયબ જ થઈ ગયો છે. આવી સ્થિતિમાં લોકોની પાણીને લઈને અને ખેડૂતોની પાકને લઈને ચિંતા વધી છે. આ ચિંતાને દૂર કરતા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે.

image source

હવામાન વિભાગે આગાહી કરી છે કે સમગ્ર રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી વાતાવરણ જોવા મળે છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ છે. તેવામાં રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના મનોરમા મોહંતિએ વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલુ સપ્તાહમાં પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે આ સીઝનની શરુઆતમાં આ વર્ષે હવામાન વિભાગે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી હતી. જો કે સારા વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ચોમાસાની સીઝનનો દોઢ મહિના જેટલો સમય પસાર થઈ ચુક્યો હોવા છતાં રાજ્યમાં જોઈએ તેટલો વરસાદ થયો નથી. જેને લઈ લોકોમાં અને ખેડૂતોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગનું એમ પણ કહેવું છે કે આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારો વરસાદ કરે તેવી કોઈ સિસ્ટમ પણ સક્રિય નથી. પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ દરમિયાન સામાન્ય વરસાદ થઈ શકે છે.

image source

હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાતના લોકોને ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે સારો વરસાદ 15 ઓગસ્ટ બાદ જ રાજ્યમાં થશે.

હવામાન વિભાગે રાજ્યમાં તાજેતરમાં થયેલા વરસાદને લઈને આપેલા આંકડા અનુસાર છોટા ઉદેપુરમાં 2 કલાકમાં 2 ઈંચ, પાવીજેતપુરમાં 2.7 ઈંચ અને બોડેલીમાં 1.14 ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં સારો એવો વરસાદ થોડી કલાકોમાં પડી જતાં નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 36.17 ટકા વરસાદ સાથે સીઝનનો 12 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં 4 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ છે અને છેલ્લા કેટલાક સમયથી વરસાદે બ્રેક લઈ લીધો છે.

આગામી 5 દિવસ આ જગ્યાઓએ થશે વરસાદ

આગામી 5 દિવસ દરમિયાન વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે અમદાવાદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લા માટે કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!