અક્ષય-ટ્વિંકલથી લઈને અનુષ્કા-વિરાટ કોહલી સુધી, આ બોલિવૂડ સેલેબ્સ લગ્ન પહેલા રહેતા હતા લિવ-ઈન રિલેશનમાં

બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસ ટૂંક સમયમાં પોતાના બોયફ્રેન્ડ ની સાથે લિવ ઈનમાં રહેવાનું શરૂ કરશે. એક્ટ્રેસ નું નામ સતત સાઉથ ના પોપ્યુલર બિઝનેસમેન ની સાથે જોડવામાં આવી રહ્યું જેની સાથે રહેવા માટે એક્ટ્રેસ મુંબઈમાં એક ઘરની શોધમાં હતી. એક્ટ્રેસ ની શોધ હવે પૂરી ગઈ છે, અને હવે બંને સાથે શિફ્ટ થવા જઈ રહ્યા છે. જેકલિન ફર્નાન્ડિસ પહેલા પણ ઘણા સેલેબ્સ લગ્ન કરતાં પહેલા લિવ-ઈન ની મદદ લઈ ચૂક્યા છે. જાણો તે સેલેબ્સ કયા છે.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના

image source

બોલિવૂડના ખિલાડી કુમાર વર્ષ 2000 માં ટ્વિંકલ ખન્ના ની સાથે લગ્ન કરતાં પહેલા તેની સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષયે જણાવ્યું કે, તેની સાસુ અને એક્ટ્રેસ ડિમ્પલ કપાડિયા ના કહેવા પર તેણે આવું કર્યું હતું. ડિમ્પલે તેને કહ્યું હતું કે, જો એક વર્ષ સાથે રહેવા પર બધું બરાબર ચાલશે તો બંને લગ્ન કરી શકશે. ઉલ્લેખનીય છે કે અક્ષય અને ટ્વિંકલ ની નિકટતા ફિલ્મ ફેર મેગેઝિન ના એક ફોટોશૂટ દરમિયાન વધી હતી. તે સમયે અક્ષય શિલ્પા ની સાથે રિલેશનમાં હતો, જો કે ટ્વિંકલ આવતા જ અક્કી એ શિલ્પાની સાથે અંતર બનાવી દીધું હતું.

સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ

image source

બોલિવૂડ અભિનેત્રી સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ લગ્ન પહેલા થોડા મહિનાઓ સુધી લિવ-ઈન રિલેશનમાં રહ્યા છે. એક્ટ્રેસ ના અનુસાર, લિવ-ઈન રિલેશનમાં પણ લગ્ન જેવા જ કમિટમેન્ટ હતા. જો તમે કોઈ ના પર વિશ્વાસ કરો છો તો કોઈ પેપરમાં સાઈન કરવાની જરૂર નથી હોતી. તે સિવાય કપલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, અમે લિવ-ઈન રિલેશન ને પ્રોત્સાહન આપતા નથી, પરંતુ અમારા માટે તેને સારું કામ કર્યું. કપલે લિવ-ઈનમાં રહ્યા બાદ 2015 માં લગ્ન કર્યા હતા, જેનાથી તેમને એક દીકરી ઈનાયા નાયોમી ખેમૂ છે.

સૈફ અલી ખાન અને કરિના કપૂર

image source

બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક સૈફ-કરિના વર્ષ 2012 માં લગ્ન કરતા પહેલા એક-બીજા ની સાથે રહેતા હતા. ટશન ફિલ્મ દરમિયાન બંને ની એકબીજાની નજીક આવ્યા ત્યારબાદ સૈફે કરીનાનું ટેટૂ પણ કરાવી લીધું. એક ઈન્ટરવ્યુ દરમિયાન કરિના કપૂરે કહ્યું, મેં લિવ-ઈન રિલેશન નો જાતે પ્રયાસ કર્યો છે, હવે હું પર્સનલી તેને મોડર્ન ઈન્ડિયા માટે પ્રોત્સાહન આપી શકું છું. હું એક મોડર્ન મહિલા છું અને મને ખુશી છે કે જેની ઉપર હું વિશ્વાસ કરું છું તેની સાથે રહીને હું ખુશ છું.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

image source

એક્ટ્રેસ થી પ્રોડ્યુસર બનેલી અનુષ્કા શર્મા પણ લગ્ન પહેલા લિવ ઈન ની મદદ લઈ ચૂકી છે. એક્ટ્રેસે અગિયાર ડિસેમ્બર 2017 માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા, એ પહેલા બંને સાથે રહેતા હતા. લગ્ન પહેલા બંને નું એક વખત બ્રેકઅપ પણ થઈ ચૂક્યું છે.

આમિર ખાન અને કિરણ રાવ

image source

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ કિરણ રાવ સાથે લગ્ન પહેલા તેની સાથે લિવ-ઈન રિલેશનમાં રહી ચૂક્યો છે. કિરણ આમિરની ફિલ્મ લગાનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી જ્યાં બંને ની વચ્ચે નિકટતા વધી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન આમિરે જણાવ્યું, કિરણ ની મારા પર ઘણી પોઝિટિવ અસર થઈ હતી. મેં તેને મારી સાથે આવીને રહેવાનું કહ્યું હતું, ત્યારબાદ હું તેના માટે ગંભીર બની ગયો. આ કપલ દોઢ વર્ષ સુધી લિવ-ઈન માં રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!