અનુષ્કાએ વિરાટને બુમ પાડી, ‘એ કોહલી .. કોહલી’, શું તમે જોયો આ લેટેસ્ટ વિડીયો?

જ્યારે પતિ વિરાટ કોહલીને જોઈ અનુષ્કાએ બૂમ પાડી- ‘એય કોહલી .. કોહલી’ ત્યારે બોલિવૂડ સ્ટાર્સે કઈંક આવી પ્રતિક્રિયા આપી.

દેશમાં લોકડાઉનને કારણે સ્ટાર્સ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ થઈ ગયા છે. આ યાદીમાં અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીનો પણ સમાવેશ છે. વિરાટ કોહલી – અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર તેના ચાહકોને માત્ર સમજાવી જ નથી રહ્યા પરંતુ સાથે સાથે તેઓ તેમનું મનોરંજન પણ ખૂબ સારી રીતે કરી રહ્યા છે.

 

image source

અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીના ઘરે લોકડાઉનમાં બંધ છે. ક્રિકેટ અને બોલિવૂડની આ પ્રખ્યાત જોડી સેલ્ફ આઇસોલેશન દરમ્યાન, આ જોડી સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પ્રશંસકો સાથે જોડાઈ રહી છે અને તેમની રમુજી શૈલીથી લોકોના દિલ જીતી રહી છે. હવે તે બંનેનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે તેમનો આ અનોખો અંદાજ જોયા બાદ ફરીથી તેમના ફેન બની જશો.

તાજેતરમાં અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંને જોવા મળી રહ્યા હતા. આ વીડિયોમાં અનુષ્કા શર્મા બૂમો પાડી રહી હોય છે કે, ‘એય કોહલી … કોહલી ચોક્કા માર ના, ચોક્કા.. શું કરી રહ્યો છે… એ કોહલી ચોક્કા માર.’ અનુષ્કા શર્માના આટલા બોલ્યા પછી વિરાટ કોહલી વીડિયોમાં દેખાય છે, જે ખૂબ જ વિચિત્ર હાવભાવ આપી રહ્યો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

આ વીડિયોના કેપ્શનમાં અનુષ્કા શર્માએ લખ્યું છે કે, ‘મને લાગ્યું કે તે ક્રિકેટના મેદાનને યાદ કરી રહ્યો હશે.’ સાથે સાથે લાખો ચાહકોને પણ જે તેને ખૂબ ચાહે છે. તે કોઈ ખાસ પ્રકારનાં ચાહકોને યાદ કરી રહ્યો છે, તેથી મેં મારી જાતે જ ઘરે બેઠા બેઠા તેને એ અનુભવવાની તક આપી.

અનુષ્કા શર્માના આ વીડિયોને એક કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેમજ લગભગ 68 હજાર જેટલા લોકોએ આ વિડીયો પર કમેન્ટ્સ પણ કરી છે. આ કમેન્ટ્સની સૂચિમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ શામેલ છે જે જેમને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો છે. કાર્તિક આર્યન, રણવીર સિંહ, પ્રિયંકા ચોપડા, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, ઝરીન ખાન સહિત ઘણા સ્ટાર્સે અહીં કમેન્ટ્સ પણ કરી છે.

image source

આ વીડિયો સિવાય તાજેતરમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘણા ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. થોડા દિવસો પહેલા જ અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને હેર કટ કરી આપ્યા હતા. તમને એ પણ જણાવી દઈ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કોરોના વાયરસ સામે ચાલી રહેલા યુદ્ધમાં પીએમ કેરેસ અને સીએમ કેરેસ ફંડને 3 કરોડ જેટલા રૂપિયાની આર્થિક સહાય પણ આપી હતી. તે સમયે તેમના ચાહકોએ બંનેની ખૂબ પ્રશંસા કરી હતી. “આ યોગદાન પાછળ અમારું એકમાત્ર ધ્યેય એ છે કે ભારતના નાગરિકોને મદદ કરવી. આ યોગદાન કોરોના વાયરસ સામેની લડતમાં ગરીબ નાગરિકોની મદદ કરીને તેમની પીડાને અમુક હદ સુધી દૂર કરવાનો પ્રયાસ છે. ”