ગૌરીનું નહિં, પણ શાહરૂખના ઘરમાં આ મહિલાનું ચાલે છે રાઝ, અને પછી કરે છે….

શાહરુખ ખાન અને ગૌરી ખાનની પ્રેમ કહાની દરેકના હૃદયને ટચ કરી જાય છે. આજે શાહરુખ ખાન બોલિવુડના બાદશાહ છે અને ફિલ્મ જગતમાં સૌથી વધી ફી લેનાર અભિનેતા પણ છે. એ દુનિયાભરમાં જાણીતા છે. ભારતની સાથે સાથે વિદેશોમાં પણ એમની સારી એવી ફેન લિસ્ટ છે. શાહરુખ ખાનને રોમાન્સના બાદશાહ કહેવામાં આવે છે, છોકરીઓ એમની જબરદસ્ત ફેન છે. પણ શાહરૂખ ખાન આ દુનિયામાં કોઈના ફેન છે કે એમ કહીએ કે કોઈની સામે એમને પોતાનું દિલ હાર્યું છે તો એ છે એમની પત્ની ગૌરી ખાન. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનની જિંદગીના મોટાભાગના નિર્ણય ગૌરી ખાન કરે છે, બાદશાહ ખાનનું એમના ઘરમાં જરાય નથી ચાલતું. પણ જો તમે એમ વિચારી રહ્યા છો કે ઘરમાં એમની પત્ની ગૌરી ખાનનું રાજ ચાલતું હશે તો એ ખોટું છે.

image source

શાહરૂખ ખાન મહિલાઓનું ખૂબ જ સમ્માન કરે છે એમાં કોઈ શક નથી. પોતાના ઘરની સ્ત્રીઓ હોય કે પછી ફિલ્મ જગતની શાહરુખ એમને સમ્માન આપવામાં ક્યારેય પાછળ નથી રહ્યા. પણ જો તમે વિચારો છો કે શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનનું ઘરમાં સૌથી વધુ ચાલે છે અને એ મન્નત પર રાજ કરે છે તો એવું જરાય નથી. હવે તમને સવાલ થતો હશે કે જો એ ગૌરી નથી તો પછી કોણ છે જેમના હાથમાં છે શાહરૂખના ઘરનો કંટ્રોલ. તો ચાલો આજે અમને તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન અને ગૌરી ખન્ના ઘરનું રિમોટ કંટ્રોલ શાહરુખ ખાનની સાસુ સવિતા છીબ્બર પાસે છે.

image source

શાહરુખ ખાનની સાસુ દિલ્લીમાં રહે છે અને ત્યાં રહીને શાહરુખ ખાનના બંગલા મન્નતનું રિમોટ કંટ્રોલ સંભાળે છે. તમને જણાવી દઈએ કે ગૌરી ખાને આ વાતનો ખુલાસો ખુદ એક મીડિયા વાતચીત દરમિયાન કર્યો હતો કે એમની માતા સવિતા છીબ્બર બધા કામનો હિસાબ કિતાબ સંભાળે છે. એ એક એક વસ્તુઓનો હિસાબ રાખે છે.રસપ્રદ વાત છે કે શાહરુખ ખાનની સાસુ મુંબઈમાં નહિ પણ દિલ્લીમાં રહે કગે. ગૌરીએ આ વાતચીતમાં જણાવ્યું હતું કે એ લોકોની વ્યસ્ત જિંદગીના કારણે એમની માતા હમેંશા મન્નતના સ્ટાફ સાથે કોલ કે પછી વોટ્સએપ દ્વારા જોડાયેલી રહે છે અને એ વાતને સુનિશ્ચિત કરે છે કે ઘર સાફ રહે અને બધી વસ્તુઓ સારી રીતે મેનેજ થાય. એમને એ પણ કહ્યું હતું કે એમની માતા દિલ્લીમાં રહીને એમના ઘરનું રિમોટ કંટ્રોલ કરે છે.

image source

આ વાતચીતમાં ગૌરી ખાને એ પણ જણાવ્યું હતું એ જે રીતે એમની માતા દિલ્લીમાં રહીને પણ એમની ઘરની દરેક નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે એનાથી એમને ઘણી મદદ મળી રહે છે અને ઘર સંભાળવાની એમનો તકલીફો ઓછી થઈ જાય છે.। ગૌરીએ કહ્યું કે મારી આ વાતથી એ સ્ત્રીઓ ચોક્કસ સહમત થશે જે ઘરની બહાર કામ કરે છે. બહાર કામ કરનારી સ્ત્રીઓ પર ન ફક્ત ઓફિસની જવાબદારીઓ હોય છે પણ ઘર પણ સંભાળવાનું હોય છે. બન્ને વસ્તુઓ મેનેજ કરવામાં તકલીફ પડે છે. એવામાં જો ઘર સંભાળવા માટે માતા કે પછી સાસુની મદદ મળી જાય તો એનાથી વધારે સારું શુ હોઈ શકે.

image source

શાહરુખ ખાન અને ગૌરી ખાનની લવસ્ટોરી કોઈ ફિલની કહાનીથી જરાય ઓછી નથી. ગૌરીને મનાવવા માટે શાહરૂખે ઘણી મહેનત કરી હતી. જ્યાં શાહરૂખે ગૌરીને જોઈ તો એ એમના દીવાના થઈ ગયા. એમને ગૌરીને ડાન્સ કરવા માટે અપ્રોચ કર્યું પણ ગૌરીએ ના પાડી દીધી. ગૌરીએ કહ્યું કે એમનો બોયફ્રેન્ડ છે. એ વાત સાંભળીને શાહરુખ ખાનને મોટો ઝટકો લાગ્યો હતો. પણ ગૌરીને શાહરૂખને જૂઠું કીધું હતું. ધીમે ધીમે જ્યારે એમની લવસ્ટોરી આગળ વધી તો તકલીફ આવી એમના લગ્નમાં. શાહરુખ મુસ્લિમ હતા અને ગૌરી હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી હતી. શાહરુખ ખાન અને ગૌરી ખાને જ્યારે લગ્નનો નિણર્ય કર્યો તો એ એટલો પણ સરળ નહોતો. એમના લગ્નમાં ધર્મ પણ આડો આવી રહ્યો હતો. બીજુ કારણ એ હતું કે એ સમયે શાહરુખ ખાન ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યા હતા. જ્યારે શાહરુખ ગૌરીના માતા પિતાને મળ્યા તો એમને ખુદને હિન્દૂ કહ્યા. એટલું જ નહિ એમને પોતાનું નામ પણ બદલી નાખ્યું.

image source

ગૌરીને આટલો બધો પ્રેમ કરવા માટેનું શાહરુખ ખાન પાસે અન્ય એક મોટું કારણ છે. જ્યારે શાહરુખ ખાન દિલ્લીથી નીકળીને મુંબઈમાં ફિલ્મ જગતમાં એમની ઓળખ બનાવવા માટે આવ્યા તો એમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. શાહરૂખે પોતાની શરૂઆત ટીવી શો ફોઝીથી કરી હતી. એ પછી એમને સર્કસ જેવા શોમાં કામ કર્યું. વર્ષ 1991માં જ્યારે ગૌરી શાહરુખ સાથે લગ્ન બંધનમાં જોડાઈ તો એ દરમિયાન પણ એ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવાં માટે સંઘર્ષ કરી રહ્યા હતા પણ ગૌરીએ શાહરૂખનો હાથ ક્યારેય ન છોડ્યો. કહેવાય છે ને કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, આ કહેવત ગૌરી પર એકદમ બંધ બેસે છે. સંઘર્ષના દિવસોથી લઈને બોલીવુડમાં એમની સફળતા સુધી ગૌરીનું ઘણું યોગદાન છે.