પ્રાઇવેટ આઇલેન્ડ સહિત ઘણી લકઝરી વસ્તુઓની માલકીન છે જેકલીન, ઓછી ફિલ્મો કર્યા છતાં પણ બનાવી લીધી છે અઢળક સંપત્તિ

જેકલીન ફર્નાન્ડિઝ મની લોન્ડરિંગના મામલાને લઈને ચર્ચામાં રહે છે. જેકલીનને 8 ડિસેમ્બરે ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. સુકેશ ચંદ્રશેખર અને અન્યો સામે કથિત ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને આશરે રૂ. 200 કરોડની ખંડણીના સંબંધમાં તેમની પૂછપરછ થવાની છે. સમાચાર મુજબ, જેકલીન અને સુકેશ એકબીજાની નજીક માનવામાં આવે છે. સુકેશે જેકલીનને ઘણી મોંઘી ભેટ પણ આપી છે. હકીકતમાં, જેકલીનની પ્રોપર્ટીની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેનું નામ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયું. જેકલીનનું ફિલ્મી કરિયર જોઈએ તો એમને સોલો હિટના નામે અમુક ગણતરીની ફિલ્મો જ કરી છે પણ એમની સંપત્તિ કરોડોમાં આંકવામાં આવે છે

image soucre

જેકલીન 12 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહી છે. તેમની પાસે કરોડોની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેકલીન પાસે લગભગ 10 મિલિયન ડોલર એટલે કે 74 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. જેકલીન એક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા લે છે. 2019 માં, ફોર્બ્સ ઇન્ડિયાએ જેકલીનની વાર્ષિક આવક રૂ. 9.5 કરોડ દર્શાવી હતી. રસપ્રદ વાત એ છે કે, તેની પાસે નેટફ્લિક્સ ફિલ્મ ડ્રાઇવ સિવાય તે વર્ષે કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ ન હતી.

image soucre

આ વર્ષે જાન્યુઆરીમાં જેકલીન ફર્નાન્ડિઝે મુંબઈમાં પોતાના માટે નવું ઘર ખરીદ્યું હતું. જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. અભિનેત્રી પહેલા પ્રિયંકા ચોપરાના ઘરમાં ભાડે રહેતી હતી. તે મકાનમાં રહેવા માટે તે લાખો રૂપિયા ભાડા તરીકે આપતી હતી. પરંતુ સમાચાર મુજબ જેકલીન તેના નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. આજે મોટી ગાડીઓ-મોટા ઘર તેમના જીવનનો એક ભાગ બની ગયા છે.

image soucre

જેકલીન ફર્નાન્ડીઝ પાસે 10 મોટી બ્રાન્ડ્સ માટે એડ પણ છે. તેમાં ધ બોડી શોપ, સ્નેપડીલ, વેગા, નોવા, કલરબાર, કેસિયો, લોટસ, ડ્રૂલ્સ, વેન હ્યુઝન અને એચટીસી વનનો સમાવેશ થાય છે. આ સિવાય જેકલીન પાસે લક્ઝરી કારનું કલેક્શન પણ છે. જેકલીન પાસે તેના વતન શ્રીલંકાના દક્ષિણ કિનારે એક ટાપુ પણ છે. જેકલીનનો પોતાનો રેસ્ટોરન્ટ બિઝનેસ પણ છે. જેકલીન શ્રીલંકાના કોલંબોમાં રેસ્ટોરન્ટ ધરાવે છે.

image soucre

મિસ યુનિવર્સ શ્રીલંકા રહી ચૂકેલી જેકલીન ફિલ્મોમાં આવતા પહેલા ટીવી રિપોર્ટર તરીકે કામ કરતી હતી. તેણે સિડની યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. જેકલીને વર્ષ 2009માં ફિલ્મ ‘અલાદ્દીન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘મર્ડર 2’, ‘હાઉસફુલ 2’, ‘રેસ 2’, ‘કિક’ અને ‘ફ્લાઈંગ જાટ’ જેવી ફિલ્મો કરી. આ સિવાય જેક્લિને રિયાલિટી શો ‘ઝલક દિખલા જા સીઝન 9’ને પણ જજ કર્યો હતો.

image soucre

જેકલીનના અંગત જીવનની વાત કરીએ તો તે બહેરીનના પ્રિન્સ હસન બિન રાશિદ અલી ખલીફાને ડેટ કરતી હતી. તે હસનને એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળી હતી. પરંતુ વર્ષ 2011માં જ્યારે જેકલીનને ફિલ્મ ‘હાઉસફુલ’ મળી ત્યારે તેમના સંબંધો તૂટી ગયા. આ પછી જેકલીનનું નામ સાજિદ ખાન સાથે જોડાયું હતું. સાજિદ અને જેકલીનનું વર્ષ 2013માં બ્રેકઅપ થયું હતું. એક રોમેન્ટિક તસવીર વાયરલ થયા બાદ જેકલીનનું નામ સુકેશ ચંદ્રશેખર સાથે જોડવામાં આવી રહ્યું છે.