આ રીતે રોજ પલાળી લો કિશમિશ, સવારના સમયે ખાવાથી મળશે 10 મોટા ફાયદા

શિયાળાની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવી રહ્યો છે. આ સમયે તમારે તેને પલાળવાની યોગ્ય રીત પણ જાણવી જરૂરી છે. કિશમિશમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર પૂરતા પ્રમાણમાં હોય છે. આ માટે તેને હેલ્થ માટે ફાયદારૂપ માનવામાં આવે છે. રોજ સવારે પલાળેલી કિશમિશ ખાવાથી અનેકગણો ફાયદો મળી શકે છે. તો જાણો તેને પલાળવાની યોગ્ય રીત.

પલાળેલી કિશમિશના ફાયદા વધારે હોય છે

image source

કિશમિશમાં વધારે પ્રમાણમાં શુગર હોય છે. તેને રાતભર પલાળીને રાખવાથી તેનું શુગર કંટેટ ઓછું થઇ જાય છે અને ન્યૂટ્રિશનલ વેલ્યૂ વધે છે. ડૉ. પરિહાર જણાવે છે કે રોજ સવારે ખાલી પેટ પલાળેલી કિશમિશ ખાવાથી મળનારા 10 ફાયદા.

કઇ રીતે કરશો યૂઝ?

image source

રાતે સૂતાં પહેલાં 1 કપ પાણીમાં 1 મૂઠી કિશમિશ પલાળો. સવારે તે પાણી ગાળીને પીઓ અને કિશમિશને ચાવીને ખાઇ જાઓ.

કિશમિશ પલાળીને ખાવાના છે આ 10 ફાયદા

નબળાઇ

image source

કિશમિશમાં ગ્લૂકોઝ, ફ્રક્ટોઝ હોય છે જેનાથી એનર્જી લેવલ વધે છે અને નબળાઇ દૂર થાય છે.

એનિમિયા

તેમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે. પાણીમાં પલાળેલી કિશમિશ સવારે ઊઠીને ખાવાથી એનિમિયા (લોહીની ઊણપ) દૂર થાય છે.

બ્લડ પ્રેશર

image source

કિશમિશમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. તેને રેગ્યુલર ખાવાથી હાઇ બીપી નોર્મલ રહે છે.

ડાઇજેશન

પલાળેલી કિશમિશ ચાવીને ખાવાથી કબજિયાત દૂર થાય છે અને ડાઇજેશન સારું રહે છે.

ફીવર

image source

તેમાંના એન્ટીબેક્ટેરિયલ ગુણ ફીવરને ઠીક કરવામાં મદદ કરે છે.

સાંધાના દુઃખાવા

તેમાં બોરોન હોય છે. જે જોઇન્ટ પેનથી બચવામાં ફાયદારૂપ છે.

આંખોનું તેજ

કિશમિશમાં બીટા કેરોટીન હોય છે જે આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે.

ગળાની તકલીફ

image source

પલાળેલી કિશમિશને સારી રીતે ચાવીને ખાવાથી ગળાની તકલીફમાં રાહત મળે છે.

હાર્ટ પ્રોબ્લેમ

તેને ખાવાથી બોડીમાં કોલેસ્ટ્રોલ ઓછો થાય છે અને હાર્ટ પ્રોબ્લેમથી બચી શકાય છે.

કેન્સર

તેમાંનું એન્ટીઓક્સીડન્ટ ફ્રી રેડિકલ્સને દૂર કરીને કેન્સરની સંભાવનાને ઓછી કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત