પ્રોસેસઃ 1 આધાર કાર્ડથી કેટલા સિમ ખરીદી શકાશે અને સાથે જાણી શકાશે કે કેટલા નંબર છે લિંક

અનેક વાર મોબાઈલ ફોન ચોરી થાય છે કે પછી પડી જાય છે તો તેના કારણે સાથે સિમ કાર્ડ પણ ખોવાઈ જાય છે એવી સમસ્યાઓ તમે અનુભવી હશે. એવામાં તમે નવું સિમ કાર્ડની જરૂર અનુભવો છો અને સાથે પહેલા નવું સિમ ખરીદવા માટે તમારે એક લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. આ માટે 2થી 4 દિવસનો સમય પણ લાગે છે. હવે આ કામ સરળ થયું છે. તમે તમારા આધાર કાર્ડની મદદથી નવું સિમ કાર્ડ ખરીદી શકો છો. આ સાથે એક ખાસ વાત એ પણ છે કે હવે તે તરત જ એક્ટિવ થઈ જાય છે. પહેલા કાર્ડને એક્ટિવ થવામાં 24 કલાક કે તેનાથી વધારેનો સમય લાગતો જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પણ શું તમે જાણો છો કે તમે તમારા આધાર કાર્ડની મદદથી કેટલા સિમ ખરીદી શકો છો. એટલે કે એક આધાર પર સિમ કાર્ડ ખરીદવાની લિમિટ શું છે. નહીં ને તો આજે જાણી લો આ વાત પણ.

એક આધાર કાર્ડથી કેટલા સિમ ખરીદી શકાશે

image source

ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અનુસાર એક આધાર કાર્ડની મદદથી તમે 18 સિમ કાર્ડ ખરીદી શકો છો. એટલે કે આ પહેલાના નિયમમાં તમે 9 સિમ કાર્ડ ખરીદી શકતા હતા. હવે લિમિટેશન વધારીને બમણી કરવામાં આવી છે. જે લોકોને બિઝનેસ કે અન્ય કારણે જરૂરિયાત રહે છે તેમને ધ્યાનમાં રાખીને આ નિયમ અને લિમિટને વધારાયા છે.

આ પ્રોસેસથી જાણો તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ કાર્ડ લિંક છે

image source

તમારે એ પણ જાણી લેવું જરૂરી છે કે તમારા આધાર કાર્ડની સાથે કેટલા સિમ કાર્ડ કે મોબાઈલ નંબર લિંક છે. જેથી તમને ધ્યાન રહે છે કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ખોટી રીતે તો થઈ રહ્યો નથી ને. આધાર કાર્ડથી કેટલા નંબર લિંક છે તે ધ્યાનમાં લેવા માટે તમારે એક સરળ પ્રોસેસને ફોલો કરવાની રહે છે.

જાણો પ્રોસેસ

image source

આ માટે તમે સૌ પહેલા તો આધારની વેબસાઈટ પર જાઓ.

અહીં તમે હોમ પેજ પર ગેટ આધાર પર ક્લિક કરો.

આ પછી ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.

હવે અહીં વ્યૂ મોરનું ઓપ્શન દેખાશે.

અહી ક્લિક કરો અને હવે આધાર ઓનલાઈન સર્વિસિસ પર જાઓ.

હવે આધાર ઓથોન્ટિકેશન હિસ્ટ્રી પર જાઓ.

image source

હવે અહીં where can a resident chech/ aadhaar Authentication History પર જઈને આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.

હવે તમારી સામે નવું ઈન્ટરફેસ ખુલશે.

જ્યાં તમે તમારો આધાર નંબર અને કેપ્ચા ભરો.

હવે તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મળશે.

અહી તમે ઓથેન્ટીકેશન ટાઈપ પર ઓલ સિલેક્ટ કરો.

જ્યાં તમે તમારો નંબર જોવા ઈચ્છો છો તેની પર ક્લિક કરો.

અહીં કેટલા રેકોર્ડ જોવા છે તે સંખ્યા લખો.

હવે ઓટીપી નાંખો અને વેરિફાઈ ઓટીપી પર ક્લિક કરો.

અહીં તમારી સામે નવું પેજ ખુલશે.

આ પેજ પર તમે જોઈ શકશો કે કયા અને કેટલા સિમ કાર્ડ તમારા આધાર નંબર સાથે લિંક કરાયેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!