વોટ્સએપનું આ નવું હીડન ફીચર્સ ખોલશે તમારા રાઝ, જણાવી દેશે કે કોની સાથે કરો છો સૌથી વધારે ચેટિંગ

વ્હોટ્સએપ (Whatsapp) એક એવી મેસેજિંગ એપ છે જે ભારતમાં ભારે સંખ્યામાં યુઝરો ધરાવે છે. કોઈને મફત કોલ કરવાનો હોય કે કોઈને વિડીયો કોલ કરવાનો હોય લોકો મોબાઈલ ઉઠાવીને સૌથી પહેલા whatsapp જ ઓપન કરે છે. એટલું જ નહીં whatsapp એપ વાપરવાનો એક ફાયદો એ પણ રહે છે કે ઘણા ખરા આપણા સગા સંબંધીઓ, વ્યવસાયી મિત્રો વગેરેને ભલે અંગ્રેજી આવડતું ન હોય તેમ છતાં જો તેઓ પાસે એન્ડ્રોઇડ ફોન હોય તો whatsapp પણ હોય જ.

Whatsapp पर आपका पार्टनर आपसे भी ज्यादा किससे करता है बातें, 1 मिनट में ऐसे करें पता, आ जाएंगे सारे नाम सामने
image source

તેનું એક કારણ એ પણ છે કે તેને વાપરવું સહેલું છે અને જો તમને કોઈની સાથે ચેટિંગ કરવા માટે અંગ્રેજી કે અન્ય કોઈ ભાષામાં લખવાનું ન આવડતું હોય તો માઇક ટેપ કરીને ફટ વોઇસ મેસેજ મોકલી શકો છો. અને સાથે જ આપણા મોટાભાગના પરિચિતો whatsapp નો ઉપયોગ કરતા હોય છે જેથી કરીને તેની સાથે સંપર્કમાં રહેવાનો પણ આ એક સારો વિકલ્પ છે.

image source

Whatsapp નો બહોળો ઉપયોગ કરતા યુઝરો અવાર નવાર આ એપની અવનવી ટ્રિક્સ અને ટિપ્સ શોધતા હોય છે અને તેઓ એ જાણવા ઉત્સુક હોય છે કે આ એપમાં નવી અપડેટ શું આવી. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને whatsapp ના આવા જ એક હિડન ફીચર વિશે જણાવીશું જેના દ્વારા તમે એ જાણી શકશો કે whatsapp માં તમે કોની સાથે સંપર્કમાં રહો છો.

image source

Whatsapp પર ઘણા બધા ગ્રૂપ બનતા હોય છે. જેમ કે પરિવારનું અલગ ગ્રૂપ, મિત્રોનું અલગ ગ્રૂપ, ઓફિસમાં કામ કરતા સાથી કર્મચારીઓનું ગ્રૂપ. એ સાથે જ મિત્રો સાથે પર્સનલ ચેટ પણ અલગ ચાલુ રહે છે. સામાન્ય રીતે એ જાણવું કે કહેવું મુશ્કેલ બની જતું હોય છે કે તમે whatsapp પર કોની સાથે સૌથી વધુ સંપર્કમાં રહો છો. પરંતુ એક ટ્રીકનો ઉપયોગ કરીને તમે એ જાણી શકો છો કે તમે કોની સાથે સૌથી વધુ સંપર્કમાં રહો છો. આ ટ્રીક કઈ છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે જાણીએ.

image source

1. સૌથી પહેલા તમારું whatsapp ઓપન કરો અને ઉપરની બાજુએ દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો.

2. બાદમાં ત્યાંથી સેટિંગ પર ક્લિક કરો જ્યાં તમને અનેક વિકલ્પો જોવા મળશે.

3. ત્યાં તમને સ્ટોરેજ એન્ડ ડાટા નામનું એક વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરવું

4. તેને ઓપન કર્યા બાદ તમને ફરીથી અનેક વિકલ્પ જોવા મળશે જે પૈકી તમારે મેનેજ સ્ટોરેજ પર ક્લિક કરવાનું રહેશે.

5. તેના પર ક્લિક કરતા જ તમને આખું લિસ્ટ જોવા મળી જશે. અને તેમાં સૌથી પહેલા જેનું નામ હશે તેની સાથે તમે સૌથી વધુ whatsapp પર સમય ગાળો છો.