કોઇએે દેશી જુગાડ કરીને વીજળી ઉતપન્ન કરી, તો કોઇએ કોરોના ભગાડવા આ રીતે લીધો નાસ, જોઇ લો તસવીરોમાં ખાસ તમે પણ

આને કહેવાય છે દિમાગની બત્તી ચાલુ થઈ જવી. વીજળીના બિલોને લઈને લગભગ બધા પ્રદેશોમાં એક જેવી જ સ્થિતિ છે. વીજળીના
ભારે ભરખમ બીલ જોઇને લોકોની અંદર જેમ કે કરંટ દોડી જાય છે. આવું જ કઈક રામગઢના ૨૭ વર્ષના કેદાર પ્રસાદ મહતો સાથે થયું.
ભંગારના જુગાડ (Desi Jugaad) થી નવી- નવી વસ્તુઓ બનાવવામાં ઉસ્તાદ કેદારએ મિની હાઈડ્રો પાવર પ્લાંટ (Mini Hydro
Power Plant) જ બનાવી દીધો. ભંગારથી બનાવેલ આ પ્લાન્ટને તેમણે પોતાના સેરેગાતુ ગામના સેનેગડાના નાળામાં રાખી દીધું.
એનાથી ૩ કિલોવોટ વીજળી ઉત્પન્ન થવા લાગી. એટલે કે, એનાથી ૨૫ થી ૩૦ બલ્બ ચાલુ થઈ શકે છે. તેમના આ પ્રોજેક્ટ લોકોના
આશ્ચર્યનો વિષય બની ગયો છે. કેદારએ પોતાના મોસાળ દુલમી બ્લોકના બેયાંગ ગામમાં રહીને અભ્યાસ કર્યો છે. એની પહેલા કેદારએ વર્ષ
૨૦૧૪- ૧૫માં પવન ચક્કી દ્વારા વિલી ઉત્પન્ન કરવામાં સફળતા મળી હતી. એમાં કોઈ શંકા નથી કે, આર્થિક તંગીના કારણે કેદાર કોલેજ
જઈ શક્યા નહી, પરંતુ તેમના આઈડીયાઝ બધા પર ભારે પડે છે.

image source

કેદાર કહે છે કે, તેમનો આ પ્રયોગ જો પૂરી રીતે સફળ થયો, તો તેઓ આને ૨ મેગાવોટ વીજળીના ઉત્પાદન સુધી લઈ જશે. કેદારએ વર્ષ
૨૦૦૪માં પોતાના આ પ્રયોગ પર કામ કરવાનું શરુ કર્યું હતું.

કેદારએ સૌથી પહેલા સાઈકલના પૈડલથી વીજળી બનાવી. ત્યાર બાદ હવા દ્વારા. ત્યાર બાદ નળના પાણીથી વીજળી ઉત્પન્ન કરી. કેદાર
કહે છે કે, પ્રયત્ન કરતા રહીએ, સફળતા જરૂર મળશે.

image source

બાલોદ, છત્તીસગઢ. બાલોદ શહેરના પારરાસ વોર્ડના પાર્ષદ પોતાના વકીલ મિત્રની સાથે મળીને કેટલાક લોકોને વરાળ આપવાનું આ કુકર
(Corona Preventive Steam Machine) બનાવી દીધું.

image source

આ મશીનનો આઈડિયા યુટ્યુબ પર વિડીયો જોયા પછી આવ્યો. એનાથી શરદી- ખાંસી અને ગળામાં દુઃખાવાથી પીડાઈ રહેલ લોકોને ઘણો ફાયદો થયો છે. આ વરાળ મશીનનું નિર્માણ પાર્ષદ સરોજિની ડોમેંદ સાહુ અને વકીલ દીપક સમાટકરએ કર્યું છે.

image source

કોરિયા, છત્તીસગઢ. આ છે શંકર લુહાર અને તેમની પત્ની રીતા. આ કોરિયા જીલ્લાના પટનામાં રહે છે. આ કપલ પરંપરાગત રીતે લોખંડની
ઉપયોગી વસ્તુઓ બનાવે છે. પહેલા આ લોખંડને ગરમ કરવાથી લઈને ટીપને તેને આકાર આપવાનું કામ પરંપરાગત રીતે કરતા હતા. પરંતુ
હવે એમણે ૭ ફૂટ ઉંચી એક ઓટોમેટીક હૈમર મશીન બનાવી લીધી છે. એનાથી આ દંપત્તિનું કામ સરળ અને સુવિધાજનક થઈ ગયું છે.
શંકર જણાવે છે કે, ગરમ લોખંડ પર ભારે હથોડા મારવાથી તેમની પત્નીના હાથમાં છાલા પડી જતા હતા. આ જોઈને તેમને ઘણી તકલીફ
થઈ. ત્યાર બાદ તેમણે આ મશીન બનાવવાનું નક્કી કરી લીધું.

image source

શંકરને બે દીકરા છે. એક દીકરો ૧૨મા ભણે છે અને બીજો દીકરો ૧૦મા. પહેલા પરંપરાગત રીતે કામ કરવામાં આખા પરિવારને લાગવું પડતું હતું. આવક પણ મુશ્કેલથી જ ૨૦૦- ૩૦૦ રૂપિયા રોજની થઈ શકતી હતી. પરંતુ આ મશીનએ તેમની જિંદગીને સરળ બનાવી દીધી છે. આ દંપત્તિ ખેતીને સંબંધિત સાધનો જેવા કે, પાવડા, કોદાળી, કુહાડી, હંસિયા, નાગર લોખંડ પોતાની નાનકડી કાર્યશાળામાં બનાવે છે. હૈમર મશીનના નિર્માણથી ઝડપ આવી છે.

image source

આ હૈમર મશીનના નિર્માણમાં શંકરએ ભંગાર માંથી ગાડીના પટ્ટા, ઘિસા અને ફાટી ગયેલ ટાયર વગેરેનો ઉપયોગ કર્યો છે આ હૈમર મશીન ૨ એચપી મોટરથી ચાલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત