પતિ-પત્નીની જેમ રહેતાં બંને યુવક વચ્ચે થઈ આ મામલે બબાલ, મામલો પોલીસ સ્ટેશન પહોંચતા જ હાહાકાર

સામાન લિંગીય લોકોને હવે કાયદાકીય રીતે પણ લગ્ન કરવાની છૂટ મળી ગઈ છે. આ કાયદો સામે આવ્યા બાદ આવા લગ્નનાં ઘણાં કિસ્સાઓ પણ સામે આવ્યા છે. હાલમાં આ રીતે થયેલાં લગ્ન જીવનની એક વિચિત્ર ઘટના ચર્ચામાં આવી છે. મળતી માહિતી મુજબ છત્તીસગઢમાં આવેલા જશપુર જિલ્લામાંથી આ વિચિત્ર પ્રેમ કહાની સામે આવી છે.

image source

અહીં જે બે યુવકોએ લગ્ન કર્યા હતા તેમાંથી એક યુવકે બીજા યુવક પર શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે બંને યુવક એકબીજાને પ્રેમ કરતાં હતાં અને બંનેએ લગ્ન કરી જીવન જીવતા હતાં. લગ્નના પછી દોઢ વર્ષનો સમય બન્ને સાથે રહ્યાં અને ત્યારબાદ બંને અલગ થઈ ગયાં હતાં.

image source

એક સમયે જે યુવક તેની પત્નીના રૂપમાં હતો તેણે હવે આ ખુલાસો કર્યો છે. હવે પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કેસ દાખલ કરી અને આ અંગે તપાસ હાથ ધરી છે. આ વિશે વાત કરતા આરોપ લગાવનાર યુવક કહે છે કે તે નારાયણપુરા વિસ્તારમાં રહેતા સત્યનારાયણ યાદવ સાથે 2018માં સ્કૂલમાં સાથે ભણતો હતો. તેની ઉંમર 22 વર્ષ છે. સ્કૂલ સમાયેથી કે બંને સારા ફ્રેન્ડ હતાં અને ધીમે ધીમે તેમની ફ્રેન્ડશીપ પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યારબાદ બન્ને પોતાની મરજીથી જ એકબીજા સાથે લગ્નજીવનમાં બંધાયા હતા. પરંતુ આરોપી યુવક એક પત્નીની જેમ તેને ઘરમાં દરેક કામ કરાવતો હતો અને ઘરથી બહાર પણ જવા દેતો નહોતો.

image source

સત્યનારાયણ વિશે વધારે ખુલાસો કરતાં પીડિતએ જણાવ્યું કે હતું કે તે તેને અવારનવાર મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘરેથી ભાગવા પર તંત્ર-મંત્ર પર તેને મારી નાખવાની વાત પણ કહી હતી. આ પછી પીડિત ડરી ગયો હતો અને તેની પત્ની તરીકે રહેવા લાગ્યો હતો. આ પછી એપ્રિલ 2021માં મોકો જોતાં તે ત્યાંથી ભાગી નીકળ્યો હતો. પીડિતે આ કહ્યુ હતું મે તે તંત્ર-મંત્રમાં માનતો હતો અને તેના નામે મને ડરાવતો હતો. તંત્ર-મંત્ર પછી ઘરમાં ત્રણ મહિના રહ્યા પણ કંઈ થયું નહીં જેથી આ તંત્ર-મંત્રની વાત તેણે ખોટી લાગી.

image source

આ પછી મંગળવારે પીડિત યુવક કુનકુરી પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણ વિરુદ્ધ કેસ દાખલ કરવા પહોંચ્યો હતો અને પોલીસે આખો મામલો સંભળાતા હવે સત્યનારાયણ સામે કલમ 377 અંતર્ગત ફરિયાદ દાખલ કરી લીધી છે. આ કેસ વિશે કુનકુરી ટીઆઈ ભાસ્કર શર્માએ જણાવ્યું હતું કે યુવકે અપ્રાકૃતિક કૃત્ય કરવા અંગે રિપોર્ટ દાખલ કર્યો છે અને સત્યનારાયણ નામનાં તેનાં પૂર્વ સાથી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેને કાયદાકીય કાર્યવાહી મુજબ કલમ 377 અંતર્ગત કેસ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ આરોપી યુવકની શોધખોળ કરી રહી છે.