ધરતીથી 3 લાખ ફુટ ઉપર ઊડાન ભરશે: કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ બાદ ભારતની સિરિશા બાંદલા કરશે ભારતનું નામ રોશન, 11 જુલાઇએ જશે અંતરિક્ષમાં

વર્જિન ગેલેક્ટીક ખાતે ગવર્મેન્ટ અફેયર્સ એન્ડ રિચર્સ ઓપરેશન્સના વીસી સિરિશા બાંદલા, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ પછી અવકાશમાં જવાવાળી ત્રીજી ભારતીય મૂળની મહિલા હશે. 34 વર્ષની સિરીશા છ લોકો સાથે ન્યૂ મેક્સિકોથી ઉડાન ભરશે. વર્જિન ગેલેક્ટીક તેના રોકેટ શિપને વિમાનથી લોંચ કરશે, જે લગભગ 55 માઇલ (88 કિલોમીટર) ની ઉંચાઇએ પહોંચશે. અબજોપતિ રિચાર્ડ બ્રેન્સન અને વર્જિન ગ્રુપના સ્થાપક પણ આ રોકેટ પર સવાર હશે.

કોણ છે સિરિશા બાંદલા?

image source

આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં જન્મેલી સિરિશા બાંદલા અમેરિકાના હ્યુસ્ટનમાં ઉછરી છે. તે અમેરિકન અવકાશયાત્રી છે. તેણે જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિરિશા બંદલા અવકાશયાત્રી નંબર 4 તરીકે વર્જિન ગેલેક્ટીક રોકેટ પર જશે. તેનુ કામ રિસર્ચરનું હશે હશે. નોંધનિય છે કે આ યાત્રા દરમિયાન મધરશિપમાંથી અવકાશમાં શૂટ કરવા માટે રિલીઝ કરવાથી લઇને તેને રન-વે પર ઊતારવા સુધીના સમયગાળા દરમિયાન આ રોકેટ પ્લેનની ઉડાન માટે બે પાઇલટની જરૂર પડશે.

image source

તમને જણાવી દઈએ કે ચીફ પાઇલટ ડેવિડ મેકે માટે આ ત્રીજી ઉડાન છે. બીજા પાઇલટ અને ભૂતપુર્વ નાસા એન્જિનીયર બેથ મોસેસની આ બીજી ફ્લાઇટ છે. તો બીજી તરફ ચીફ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર માઇકલ માસૂકી છે. આ યાત્રામાં બ્રેન્સન સાથે સિરિશા ઉપરાંત કંપનીનો અગ્રણી ઓપરેશન એન્જિનિયર કોલિન બેનેટ પણ છે. તમને જણાવી દઈએ કે આ છ લોકો મધરશિપ પાઇલટ સીજે સ્ટરકોવ અને કેલી લેટિમર તરફથી લિફ્ટ મેળવશે.

11 જુલાઇએ ઉડાન ભરશે

image source

વર્જિન ગેલેક્ટીકે એક વિડીયો શેર કર્યો છે જેમાં બાંદલાને એ કહેતી શાંભળી શકાય છે કે તે ચોંકી ગઈ જ્યારે તેણીએ સાંભળ્યું હતું કે તે વર્જિન ગેલેક્ટીક રોકેટ પર સવાર છ લોકોમાંથી તે એક હશે.

2 જુલાઈએ, બ્રેન્સને અંતરિક્ષ યાત્રાની જાહેરાત કરી. તેણે ટ્વીટ કર્યું હતું કે, હું હંમેશાં સ્વપ્નદ્રષ્ટા રહ્યો છું. મારી માતાએ મને ક્યારેય હાર ન માનવા અને તારાઓ સુધી પહોંચવાની શીક્ષા આપી. 11 મી જુલાઈએ, તે સપનાને વાસ્તવિકતામાં ફેરવવાનો સમય છે.

image source

સમગ્ર કાર્યક્રમ

ક્યારે જશે: 11 જુલાઈ, રવિવાર

ક્યારે ઉડાન ભરશે : સાંજે 6 વાગ્યે (ભારતીય સમય મુજબ)

ક્યાથી ઉડાન ભરશે: સ્પેસપોર્ટ અમેરિકા, ન્યુ મેક્સિકો

ફ્લાઇટનો સમયગાળો: 2.5 કલાક

કેટલી ઉંચાઈ પર જશે: 90-100 કિ.મી.

4 વર્ષની વયે જ ઉડવા માગતી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિરિશાના દાદા-દાદી આંધ્રપ્રદેશના ગુંટુરમાં રહે છે. તેમના દાદાએ કહ્યું કે સિરીશા ચાર વર્ષની વયે જ ઉડાન ભરવા માંગતી હતી. તેની આંખો હંમેશા આકાશમાં રહેતી હતી.