આ માણસને થયો કડવો અનુભવ, માથું કપાયેલો સાપ મરી ગયો એમ સમજીને સ્પર્શ કર્યો અને સાપે ફૂંફાળો માર્યો

જો કોઈ પ્રાણીનું માથું શરીરથી અલગ કરવામાં આવે તો તે જીવતો બચી શકે છે? તમારો જવાબ ના જ હશે. પરંતુ સાપની બાબતમાં એવું નથી. માથા વગરનો સાપ પણ કલાકો સુધી જીવતો રહે છે.

image source

આવા શિરચ્છેદ થયેલા સાપની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને ચર્ચાનો વિષય બની ગયો છે. આ તસવીરો ઓસ્ટ્રેલિયાની કહેવામાં આવી રહ્યું છે, જ્યાં એક વ્યક્તિ સાથે આ ઘટના બની હતી. તે બીચ પર ફરવા નીકળ્યો હતો, ત્યાં કંઈક એવું જોયું કે તે આશ્ચર્યચકિત થઈ ગયો. આ માણસે આખો સીન પોતાના કેમેરામાં કેદ કર્યો. ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

image source

ખરેખર ઓસ્ટ્રેલિયામાં, એક વ્યક્તિ બીચ પર ફરવા ગયો. આ સમય દરમિયાન, તેણે એક માથું કપાયેલો સાપ જોયો. તો શખ્સે સાપ મરી ગયો એમ સમજીને વ્યક્તિએ તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. આમ કરતી વખતે સાપે પાછળથી પલટવાર કર્યો અને યુવક ચોંકી ગયો. છેવટે, મૃત સાપ જીવંત કેવી રીતે થઈ શકે? તેણે આખી ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો. નિષ્ણાંતોનું માનવું છે કે માથા વગરનો સાપ જીવતો પણ રહી શકે છે.

image source

એક વપરાશકર્તાએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી છે કે સાપને જીવંત રહેવા માટે વધારે ઓક્સિજનની જરૂર હોતી નથી. ઓક્સિજન વિના પણ તેમનું મગજ સક્રિય રહે છે, તેથી તે ઝડપથી મરી જતો નથી. આ સાથે જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ તસવીરો પર દાવો કર્યો છે કે સાપને બીચ પર એક પક્ષી દ્વારા ફેંકી દેવામાં આવ્યો હતો.

image source

એક બીજી ઘટના પણ એવી જોરદાર ચર્ચામાં છે એના વિશે પણ જાણી લઈએ. શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે એક સાપ રૂપિયા (ચલણી નોટો)ને પોતાનો ખોરાક સમજીને આરોગી જાય અને એ પણ આશરે 64 લાખ રૂપિયા જેટલી માતબર રકમ! વિશ્વાસ ન આવે તેવી આ વાત કહી છે નાઇજિરીયાના એક સેલ્સ ક્લાર્કે. તેમણે ઑડિટરને જણાવ્યું કે સાપ 36 મિલિયન નાઇરા એટલે કે 1 લાખ ડોલર ખાઈ ગયો છે. 1 લાખ ડોલરની ભારતીય ચલણમાં આશરે 64 લાખ રૂપિયા જેટલી કિંમત થાય છે.

image source

ફિલોમેના ચિશે નામનાં ક્લાર્ક નાઇજિરીયન એક્ઝામિનેશન બૉર્ડમાં કામ કરી રહ્યાં હતાં અને તેઓ પરીક્ષા ફી એકત્રિત કરતાં હતાં. જૉઇન્ટ એડમિશન એન્ડ મેટ્રીક્યુલેશન બૉર્ડે બીબીસીને જણાવ્યું કે તેમણે ક્લાર્કે કરેલા દાવાને ફગાવી દીધો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે સોશિયલ મીડિયા પર લોકો ભારે મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા. એક ટ્વીટમાં કહેવામાં આવ્યું કે આટલી મોટી કિંમત એક જ સાપ ખાઈ જાય તે શક્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત