નોકરીની શોધમાં છો? તો ફટાફટ વાંચી લો આ રોજગાર વિશે, જ્યાં તમે કમાઇ શકો છો અઢળક રૂપિયા

રીક્ષા એ સામાન્ય માણસનું હાથવગું વાહન વ્યવહાર સંબંધિત સાધન છે. સામાન્ય રીતે નાના શહેરોમાં ટેક્સી કરતા ઓટો રીક્ષા અને સાયકલ રીક્ષાનું ચલણ આજના સમયમાં પણ ચાલુ છે. એટલું જ નહીં દેશની રાજધાની દિલ્હીમાં પણ હાલના સમયે સાયકલ રીક્ષા રસ્તા પર દોડતી જોવા મળે છે.

image source

પરંતુ જેમ જેમ સમય અધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ બધા ક્ષેત્રોમાં આધુનિક બદલાવો થઈ રહ્યા છે. અને આ બાબતમાં રીક્ષા ઉદ્યોગ પણ ક્યાંથી પાછળ રહે. જે રીતે મોટા શહેરોમાં ટેક્સી કંપનીઓ ઓનલાઇન બુકીંગ કરી ગ્રાહકોને સર્વિસ પુરી પાડી રહી છે તે જ રીતે ઓયે રીક્ષા (OYE! Rekshaw) પણ ઓનલાઇન બુકીંગ સર્વિસ પાડતી કંપની છે.

ઇ રીક્ષા બુકીંગ સેવા પૂરી પાડનાર કંપની ઓયે રીક્ષા (OYE! Rekshaw) દેશભરમાં ત્રિચક્રી વાહનોની બેટરી સ્વેપિંગ એટલે કે અદલા બદલીની મૂળભૂત સુવિધાઓ સ્થાપિત કરવા માટે આગામી ત્રણ વર્ષ માટે 3700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

image source

હવે આ ઓયે રીક્ષા (OYE! Rekshaw) કંપનીને મેટ્રિક્સ પાટર્નર્સ, ચીરાતા વેંચર્સ, શાઓમી અને ઉદ્યોગપતિ પવન મુંજાલ જેવા રોકાણકારોનું સમર્થન મળેલું છે. કંપની બેટરી સ્વેપિંગના વ્યવસાયને સ્થાપિત કરવા અને તેમાં વિકાસ કરવા સારું આ વર્ષે લગભગ બે થી ત્રણ કરોડ ડોલરનું રોકાણ કરશે.

ઓયે રીક્ષા (OYE! Rekshaw) કંપનીએ આ વર્ષના અંત સુધીમાં 10,000 લીથીયમ આયન બેટરી બનનાવનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ કોરોના મહામારીની બીજી ઘાતક લહેર ફરી વળતા આ લક્ષ્ય પૂરું થઈ શક્યું નહોતું અને હવે કંપની 5000 વાહનોમાં 6,500 લીથીયમ આયન બેટરી બનાવવા પર વિચાર કરી રહી છે.

image source

ઓયે રીક્ષા (OYE! Rekshaw) પોતાના વિતરણ વ્યવસાયના વિસ્તાર માટે પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન અનેક ગણો વિકાસ દેખાયો હતો.

ઓયે રીક્ષા (OYE! Rekshaw) ના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ સને સહ સંસ્થાપક મોહિત શર્માએ પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં અમે 40 થી 50 કરોડ ડોલર રોકાણ કરવા જઇ રહ્યા છીએ. આ એક મોટી રકમ છે. આ વર્ષે કે કદાચ આવતા વર્ષ સુધીમાં અમે લગભગ બે થી ત્રણ કરોડ ડોલરનું રોકાણ કરીશું.

image source

ઉલ્લેખનીય છે કે ઓયે રીક્ષા (OYE! Rekshaw) કંપની આ સમયે પોતાનો વધુ પડતો વ્યવસાય દિલ્હી, એનસીઆર અને હરિયાણાના અમુક ભાગોમાં કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!