આ વરરાજા પણ ગજબનો નીકળ્યો, સુહાગરાત મનાવીને ભાગી ગયો, ક્યાં ગયો એ 9 દિવસ પછી પણ કોઈને….

લગ્નમાં એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે જેની હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકોમાં ફફટાડનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આશિષકુમારના લગ્ન નવ દિવસ પહેલા રાજસ્થાનના કરૌલી જિલ્લાના કુડગાંવ વિસ્તારમાં આવેલા હિંદૌન તહસીલના એક ગામમાં થયા હતા. લગ્ન પહેલા બધુ ઠીક હતું. લગ્નની બીજી જ રાત્રે આશિષ તેની કન્યાને 12 વાગ્યે કહે છે કે તે શૌચ કરવા બહાર જઈ રહ્યો છે. બસ એ ગયો એ ગયો અને જે બાદ તે ઘરે પરત ફર્યો જ નથી.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવી પરિણીત દુલ્હન આશિષની લાંબા સમય સુધી રાહ જોતી હતી, પરંતુ તે પરત નહીં ફરતાં પરિવારને જણાવ્યું હતું. આ પછી આશિષના પરિવારે તેની શોધ શરૂ કરી હતી. લાંબા સમય સુધી શોધખોળ કર્યા પછી પણ આશિષ મળી શક્યો ન હતો ત્યારે વરરાજાના પરિવારે આશિષના મોબાઇલ પર ફોન કર્યો હતો અને જાણવા મળ્યું હતું કે મોબાઇલ ઘરે રાખ્યો હતો. પછી આશિષના ભાઈએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. હવે પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે.

image source

આ સિવાયનો એક કિસ્સો પણ ભારે ચર્ચામાઁ આવ્યો હતો. દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં અનોખો પ્રેમનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં કન્યા તેના લગ્નના દિવસે એક મહિના જુના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. લગ્નના એક મહિના પહેલા કન્યાને ફોટોગ્રાફર સાથે પ્રેમ થઈ ગયો. તે લગ્નના દિવસે ફોટોગ્રાફ્સ લેવા આવ્યો હતો. સાત ફેરા બાદ બંનેએ ભાગવાની યોજના બનાવી હતી પણ તેમાં સફળતા મળી ન હતી. બીજી તક માટે તેણે વધારે રાહ જોવી ન પડી હતી.

image source

હનીમૂન પર કન્યાએ વરરાજાને પ્રેમ સંબંધ બાંધવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેને ઓછામાં ઓછા 6 મહિનાની જરૂર છે. પતિને આ ન ગમ્યું અને તેણે સાસુ સાથે વાત કરી. સાસુ-વહુએ પુત્રીને સમજાવ્યું પણ મામલો કાબૂમાં આવ્યો નહીં. લગ્નના ચાર દિવસ પછી પગફેરો કરવા માતાના ઘરે આવી અને ત્યાંથી ફોટોગ્રાફર સાથે છુપી રીતે ભાગી ગઈ. દુલ્હન પણ લગ્નના આભૂષણો લઈને ભાગી ગઈ હતી. પરિવારજનોએ ગુમ થયાની ફરીયાદ નોંધાવી.

image source

ત્યારબાદ સાંજે તેણે ઘરે ફોન કરીને જણાવ્યું કે તે તેના મિત્રના ઘરે છે પરંતુ ટૂંક સમયમાં જ આખી વાત ખબર પડી ગઈ. માહિતી મળતાં પતિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

image source

આ લગ્ન 27 જૂન 2019 ના રોજ થયા હતા અને 1 જુલાઈએ દુલ્હન ફરાર થઈ ગઈ હતી. વકીલ અરૂણ શર્માએ જણાવ્યું કે ગંગા વિહારના પતિએ ગોકુલપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત