આ ઋતુમાં શરીરને રાખવુ છે તંદુરસ્ત તો આજે જ છોડો આ આદતો નહીતર…

ભારત એક એવો દેશ છે જ્યાં લોકો દરેક ઋતુનો આનંદ માણી શકે છે. ઉનાળો હોય, શિયાળો હોય, વસંત હોય કે પાનખર, આપણે ભારતીયો દરેક ઋતુને સારી રીતે અનુભવે છે પરંતુ, અલગ અલગ ઋતુમાં સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં પણ ઘણો ફેરફાર થાય છે. જો તમે કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન ન રાખશો તો તમને ઘણા ચેપ અને રોગોનો સામનો કરવો પડી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે, ભારતમાં પાનખર ઋતુની શરૂઆત થઈ ગઈ છે જે ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ છે. આ ફેરફારો ખોરાક સાથે સંબંધિત હોય છે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં સહાયરૂપ સાબિત થશે. નિષ્ણાતના મત મુજબ તમે પાનખર ઋતુમાં શુષ્કતા અને નબળા પાચનનો અનુભવ કરી શકો છો. જેના કારણે આપણા માટે મોસમી એલર્જીનું જોખમ વધે છે.

image soure

શરદી અને ઉધરસ આ મોસમી પરિવર્તનમાં સામાન્ય સમસ્યા છે. તેથી, ઘરમાં હંમેશા લિકરિસ, સૂકા આદુ, કાળા મરી અને મધ રાખો અને દરરોજ નાસ લો. આ સાથે જ શ્વસનની ક્રિયા નિયમિત બનાવવા માટે તુલસીની ચાનું સેવન પણ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય આવનાર સમયમા ખાણીપીણીની આદતોમા પણ તમારે અમુક પ્રકારના ફેરફાર કરવા પડશે.

image soure

આયુર્વેદિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પાનખર ઋતુમા તમારે આ આદતોમાં તરત જ ફેરફાર કરવો જોઈએ. જેથી તમારું સ્વાસ્થ્ય સારુ અને તંદુરસ્ત રહે. આ ઋતુ દરમિયાન તમારે ઠંડા પાણીને બદલે હૂંફાળું પાણી પીવાની આદત રાખવી. આ સિવાય તમારે કાકડીને બદલે શક્કરિયા અને ગાજર ખાવાનો આગ્રહ રાખવો.

image soure

આ ઋતુમાં કાચા સલાડની જગ્યાએ ગરમ સૂપના સેવનને વધારે પડતુ પ્રાધાન્ય આપવુ. સૂકા અનાજને બદલે તમે રાંધેલા ઓટમીલનો ઉપયોગ કરો. આ નિષ્ણાતોએ જણાવેલી સલાહ મુજબ જો તમે આ પ્રકારની આદતો પાનખર ઋતુ દરમિયાન રાખો તો તમારા શરીરમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યા આવશે નહિ અને તમારા શરીરનું સ્વાસ્થ્ય નીરોગી રહેશે.