શિયાળાના દિવસો દરમિયાન તમારા નાસ્તામાં જરૂરથી આ વસ્તુનો સમાવેશ કરો અને સ્વસ્થ રહો

દરેક લોકોને લગભગ સવારમાં નાસ્તાની ટેવ હોય જ છે, આ ટેવ આપણા શરીર માટે ખુબ સારી છે. સવારે નાસ્તો કરવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા રહે છે, જે લોકો નાસ્તો નથી કરતા તેમનો દિવસ આળસથી ભરપૂર જાય છે, તેથી સવારે નાસ્તો કરવો જરૂરી છે. હવે પ્રશ્ન એ છે કે દરરોજ સવારે નાસ્તામાં શું ખાવાથી આપણે સ્વસ્થ રહેશુ ? તમારી આ સમસ્યા દૂર કરવા માટે આજે અમે તમને એવા નાસ્તા વિશે જણાવીશું જેની મદદથી તમે સ્વસ્થ તો રેહશો જ સાથે તમારું વધેલું વજન પણ ઓછું થશે. તો ચાલો જાણીએ.

image source

સોજીના ઉપમા

સોજી પચવામાં ખૂબ જ સરળ છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ માટે તમે નાસ્તામાં સોજીના ઉપમા ખાઈ શકો છો.

ચણા

ચણામાં એવા ઘણા તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં તમે નાસ્તામાં બાફેલા ચણા ખાઈ શકો છો અથવા તમે બાફેલા ચણામાં થોડો મસાલો મિક્સ કરીને પણ ખાઈ શકો છો, સવારે નાસ્તામાં ચણાનું સેવન કરવા માટે આખી રાત ચણાને પાણીમાં પલાળો.

image source

શક્કરિયા

શક્કરિયા શિયાળામાં સૌથી પ્રિય ખોરાક છે. તમે શક્કરિયાને કોઈપણ સ્વાદમાં ઉમેરી શકો છો. તમે મીઠા અને મસાલાવાળા શક્કરિયા બંને રીતે બનાવીને તેને ખાઈ શકો છો.

ઓટ્સ

ઓટ્સમાં ઓમેગા 3, ફેટી એસિડ્સ, ફોલેટ અને પોટેશિયમની સારી માત્રા હોય છે જે હૃદય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે.

image source

દહીં

દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે તમારું પેટ સાફ રાખે છે અને તમારું પાચન પણ સારું રહે છે. તેથી સવારે નાસ્તામાં દહીંનો સમાવેશ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કેળા

કેળા નાસ્તામાં ખુબ જ સ્વસ્થ માનવામાં આવે છે. તમે કેળા દૂધમાં છૂંદીને પણ ખાય શકો છો. તમે જે રીતે કેળા ખાશો તેના ફાયદા એટલા જ થશે. કેળામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે જે હાયપરટેન્શન ધરાવતા લોકો માટે ખૂબ જ સારું છે.

image source

શાકભાજીનું જ્યુસ

શાકભાજીના જ્યુસમાં ઘણા બધા વિટામિન અને અન્ય પોષક તત્વો હોય છે. તેથી સવારમાં આ જ્યુસ પીવાથી શરીરમાં ઘણી ઉર્જા મળે છે. તમે સવારે ટમેટા, પાલક, ગાજર અને આમળાનું જ્યુસ પી શકો છે જે તમારા શરીરમાં એન્ટીઓકિસડન્ટોની ઉણપ દૂર કરશે અને તમારું હૃદય સ્વસ્થ રહેશે.

તરબૂચ

તરબૂચ તમારી આંખો અને હૃદય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેને ખાવાથી વ્યક્તિ કેન્સરથી દૂર રહે છે. તેથી દરરોજ સવારે તરબૂચનું સેવન કરવું જોઈએ.

image source

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી આરોગ્ય માટે ખૂબ સારું ફળ માનવામાં આવે છે. સ્ટ્રોબેરીમાં ઓછી કેલરી જોવા મળે છે, તેથી સવારે નાસ્તામાં સ્ટ્રોબેરીનું સેવન કરવાથી ડાયાબિટીઝ જેવી સમસ્યા દૂર થશે.

નારંગીનો રસ

સવારે નારંગીનો તાજો રસ પીવો શરીર માટે ખૂબ સારો છે. તે ઓસ્ટિઓપોરોસિસ અને ડિપ્રેસન જેવા રોગો સામે રક્ષણ આપે છે.

image source

સફરજન

દરરોજ એક સફરજન ખાઓ અને રોગો દૂર કરો. સફરજન પોષક તત્ત્વોથી ભરેલું છે. તે રોગો સામે લડવામાં તો મદદ કરે જ છે સાથે તે તમારા શરીરને પણ સ્વસ્થ રાખે છે. સફરજનમાં ફાયબર પણ સારી માત્રામાં જોવા મળે છે તેથી દરરોજ સવારે એક સફરજનનું સેવન કરવું જ જોઈએ.

પપૈયા

પપૈયા આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. પપૈયા ખાવાથી તમારી ત્વચા પણ ઘણી સારી રહેશે કારણ કે તેમાં વિટામિન સી વધુ પ્રમાણમાં જોવા મળે છે.

image source

અખરોટ

અખરોટમાં આવશ્યક મોનોસેસેચ્યુરેટેડ ચરબી હોય છે જે ઉચ્ચ પ્રમાણમાં તંદુરસ્ત કેલરી પ્રદાન કરે છે. અખરોટ મગજ માટે પણ ખુબ સારા માનવામાં આવે છે, તેથી તમારે તમારા બાળકોને દરરોજ અખરોટ ખવડાવવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત