શરીર દુખતું હોય કે ઊંઘ ન આવતી હોય આજથી જ શરૂ કરો આ નુસખો, સમસ્યા થશે ગાયબ

Benefits Of Ghee : ઘી નો ઉપયોગ આયુર્વેદમાં ઘણી સમસ્યાઓના ઈલાજ તરીકે કરવામાં આવે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને જણાવીશું કે રાત્રે સૂતા સમયે પગના તળિયા પર ઘી ઘસીને માલિશ કરવાથી શું શું ફાયદા થાય છે.

घी को पैरों पर लगाने से आती है अच्छी नींद (Image- shutterstock)
image source

ઘી નો ઉપયોગ આયુર્વેદમાં હજારો વર્ષોથી કરવામાં આવે છે. દાદી નાની ના ઘરેલુ નુસ્ખાઓમાં પણ ઘી ના અલગ અલગ ઉપચારો સૂચવવામાં આવતા હોય છે. આવો જ એક નુસખો આજે અમે તમને જણાવવાના છીએ. અસલમાં આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે જો તમે અનિંદ્રા કે સાંધાના દુખાવાથી પરેશાન રહેતા હોય અને તેના કારણે રાત્રે સુઈ પણ ન શકતા હોય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઘી નો ઉપયોગ કરી શકો છો. તમે ઘી નું સેવન કરીને અપચાથી લઈને શરીરમાં સોજા, દુખાવા વગેરેને પણ ઠીક કરી શકો છો. તો ચાલો ઘી ના આવા જ ફાયદાઓ વિશે વિસ્તૃત વાત કરીએ.

દેશી ઘી ને પગના તળિયે લગાવીને સુઇ જવા માટેની રીત

image source

રોજ રાત્રે પગને ધોઈ પગના તળિયા પર દેશી ઘી લગાવવામાં, માલિશ કરવામાં આવે તો તમને અનેક પ્રકારનો આરામ મળી શકે.છે. પરંતુ આ માટે તમારે પગના તળિયે ઘી લગાવવાની સાચી રીતે જાણવી જરૂરી છે. આ રીત મુજબ સૌથી પહેલા એક વાટકીમાં થોડું દેશી ઘી લો. અને હાથની આંગળીઓની મદદથી ઘી ને પગના તળિયે માલિશ કરો. આવું ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી તમારા પગના તળિયા તમને સહેજ ગરમ થયેલા ન અનુભવાય. આ રીતે તમે બીજા પગના તળિયામાં પણ ઘી લગાવો. આમ કરવાથી તમને આરામની ઊંઘ આવશે.

image source

દેશી ઘી પગના તળિયે ઘસવાથી થતા ફાયદાઓ

1. ઊંઘ સારી આવે છે

2. ઊંઘમાં નસકોરા બંધ થઈ જાય છે.

3. જે લોકોને વારંવાર અપચાની સમસ્યા રહે છે તેઓને સમસ્યામાંથી છુટકારો મળે છે.

4. IBS અને જૂની કબજિયાતથી પરેશાન લોકોને અને જેઓનું નિયમિત રીતે પેટ સાફ નથી થતું તેઓને પગના તળિયે ઘી લગાવવાથી ઘણો ફાયદો મળે છે.

image source

5. જે લોકો દરરોજ એંટાસીડનું સેવન કરે છે તેઓની સમસ્યા પણ દૂર થાય છે.

6. સાંધાના દુખાવા દૂર થાય છે

7. પાચન સંબંધી સમસ્યાઓ હલ થાય છે

8. વાત દોષ ઓછો થાય છે અને તેનાથી બ્લોટિંગની સમસ્યા પણ નથી થતી

9. તણાવ ઓછો થાય છે, અને સ્કિન ટોન પણ વધે છે.

(Disclaimer : અહીં પ્રસ્તુત લેખ પ્રાથમિક જાણકારી માત્ર છે અને અહીં દર્શાવેલા કોઈ ઉપાયને અજમાવતા પહેલા વાંચકે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી છે.)