ટૈરો રાશિફળ : ગુરુવારનો દિવસ 12 રાશિઓ માટે કેટલા લાવ્યો છે ઉતાર-ચઢાવ જાણો એક ક્લિક પર

ટૈરો રાશિફળ : ગુરુવારનો દિવસ 12 રાશિઓ માટે કેટલા લાવ્યો છે ઉતાર-ચઢાવ જાણો એક ક્લિક પર

મેષ: મનોરંજનના માધ્યમો પર મોટો ખર્ચ થઈ શકે છે. જમીન અને મકાન વગેરે જેવા કામ સાથે જોડાયેલા લોકોને લાભ થઈ શકે છે. આજે મહત્વના કામ માટે તમારી પસંદગી કરવામાં આવશે. તમને પરીક્ષા અને ઇન્ટરવ્યૂ જેવી બાબતોમાં સફળતા મળશે. પ્રગતિનો માર્ગ મોકળો થશે.

વૃષભ: આજની તમારી યોજના સફળ થશે. નોકરીમાં તમને બઢતી મળી શકે છે. કાર્યસ્થળ પર સ્થિતિમાં સુધારણા થશે. સામાજિક કાર્ય કરવા તૈયાર રહો. આજે તમને સમાજમાં માન અને સન્માન મળશે. પરિવારની ચિંતા વધી શકે છે. આજે ક્રોધ કરવાનું ટાળો.

મિથુન: કોઈપણ કામ કરવામાં ઉતાવળ અને બેદરકારીને લીધે ધાર્યા કરતાં પણ મોટું નુકસાન પહોંચી શકે છે. આજે તમારી સ્થિતિ એકંદરે સારી હોય શકે છે. મનમાં જાગતી ઉત્તેજનાને નિયંત્રણમાં રાખો અને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવામાં સાવચેત રહો. કોઈપણ નિર્ણય સમજી-વિચારીને લેવો. કાગળ પર સહી કરતાં પહેલા તેને બરાબર વાંચી લેવા.

કર્ક: આજે કોર્ટ-કચેરીના કામો સંભાળીને કરવા. પ્રેમ સંબંધમાં તમને સફળતા મળશે. કોઈની સાથે વિવાદ ન કરો. આજે પૈસાની ખોટ વર્તાઈ શકે છે. નાણાકીય વ્યવહારમાં સાવચેત રહેવું. કોઈને ઉધાર નાણા આપશો નહીં. આજે કાર્યસ્થળ પર પણ સહકર્મીઓ પ્રત્યે સતર્ક રહો.

સિંહ: આજે કોઈ વાતે અણધારી પરેશાની આવી શકે છે અને આજે ખર્ચમાં પણ વધારો થશે. આજનો દિવસ કેટલીક બાબતોમાં શુભ છે. આજે જમીન અને મકાન બાબતે ઇચ્છિત સોદો થઈ શકે છે. બેરોજગારી દૂર થશે, આજે કાર્યસ્થળેથી મોટો લાભ થવાની સંભાવના છે.

કન્યા : સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો. આજે કરેલી તમારી યાત્રા સફળ થશે. રચનાત્મક કાર્ય પૂર્ણ થશે. આજના દિવસે કમાણી સારી થશે. બસ કોઈપણ જગ્યાએ સમજી-વિચારીને બોલવું. પ્રિયજન સાથે સમય પસાર કરો. વિવાદ ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું.

તુલા: વિવાદને પ્રોત્સાહિત ન કરો. ખરાબ સમાચારના કારણે પરેશાન થશો. આજે કોઈ કામમાં દોડધામ થશે. વ્યવસાય ધીમો ચાલશે. નોકરી કરતાં લોકોનો દિવસ આળસમાં પસાર થશે. આજે કામ કરવાનું મન થશે નહીં. દિવસના અંતે પરીવાર સાથે સમય પસાર કરવાથી મન હળવું થશે.

વૃશ્ચિક: આજે કરેલી તમારી મહેનત સફળ થશે અને તમારી પ્રતિષ્ઠા સમાજમાં વધશે. વેપારમાં દંડ સહન કરવો પડશે. આજે રોકાણ કરવાથી લાભ મળશે. નોકરી અને મુસાફરીથી તમને ઇચ્છિત લાભ મળી શકે છે. આવક થવાથી મન પ્રસન્ન રહેશે. દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થશે.

ધન: આજે મહેમાનોનું આગમન થશે અને તેમના પર પૈસા ખર્ચ કરવા પડશે.. તમને ખુશી આપતાં સમાચાર મળશે. વેપારમાં નુકસાની થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે બહારનું ભોજન ખાવાપીવામાં ખાસ સાવધાની રાખો. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

મકર: આજે બેકારી દૂર થશે. મુસાફરી, રોકાણ અને નોકરી માટે સમય અનુકૂળ રહેશે. નવા કપડાની ખરીદી કરી શકો છો. વાદ-વિવાદ ટાળવાનો પ્રયત્ન કરો. દિવસ શાંતિથી પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. આજે કારણ વિના ઉગ્ર થવું નહીં. વિવાદથી સંબંધ ખરાબ થઈ શકે છે.

કુંભ: ગુસ્સો કરવાનું ટાળો. આજે વ્યર્થ ખર્ચ થશે. કોઈ વિવાદના કારણે તમારા કામ નહીં થાય. લાભ ઓછો થશે. આજે દિવસ શાંતિથી પસાર કરવા માટે ઈષ્ટદેવની પ્રાર્થના કરો. પરીવાર સાથે સમય પસાર કરો. જીવનસાથીને મનની વાત જણાવવાથી મનનો ભાર હળવો થઈ શકે છે.

મીન: આજે ઉધાર આપેલા નાણા પરત વસુલવામાં આવશે અને તમારા શત્રુ પણ શાંત રહેશે. યાત્રા તમારા માટે લાભકારી રહેશે. રોકાણ શુભ રહેશે અને પૈસાથી લાભ થશે. સંતાન તરફથી પણ રાહતના સમાચાર મળી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ