આખા ગામના લોકો રહસ્યમયી રીતે થઇ ગયા હતા ગાયબ

શું તમે કોઈ એવા ગામ વિષે ક્યારેય સાંભળ્યું છે કે ત્યાં રહેનારા લોકો અચાનક જ ગાયબ થઇ ગયા હોય ? નહિ ને ? પરંતુ આવું એક ગામ કેનેડામાં આવેલું છે જે છેલ્લા 90 વર્ષથી રહસ્ય બનેલું છે. 90 વર્ષ પહેલા અંજીકુની તળાવના કિનારે આવેલું આ ગામ માણસોથી હર્યુંભર્યું હતું. પરંતુ બાદમાં રહસ્યમયી રીતે ગામના લોકો ગાયબ થઇ ગયા હતા અને આજદિન સુધી એ રહસ્ય જ બનેલું છે કે આખરે એક ગામના બધા લોકો આખરે ગયા ક્યાં ?

image source

આ ગામ આ રીતે ખાલી થઇ જવા પાછળ એક સ્ટોરી પણ છે જે મુજબ વર્ષ 1930 માં ” જો લાબેલ ” નામનો એક વ્યક્તિ રખડતો ભટકતો આ ગામમાં આવ્યો હતો અને જયારે તે અહીં આવ્યો ત્યારે શિયાળાની ઋતુ હતી એટલે ગરમ વાતાવરણની શોધમાં તે આ ગામમાં આવ્યો અને આ પહેલા પણ તે આ ગામમાં આવી ચુક્યો હતો એટલે તેને એવી આશા હતી કે આ ગામમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટેનો કોઈને કોઈ રસ્તો મળી જ જશે અને તેની રાત ઠંડીમાં નહિ વીતે.

image source

ગામમાં પહોંચ્યા બાદ જો લાબેલે મદદ માટે અવાજ કર્યો પરંતુ તેને પોતાની અવાજ સિવાય અન્ય કોઈનો અવાજ ના આવ્યો અને વાતાવરણમાં પણ ચારે બાજુ સન્નાટો છવાયેલો હતો. ત્યાં તેને કોઈ માણસ કે જાનવર પણ દેખાતું નહોતું.

image source

જો લાબેલે ચારે બાજુ તપાસ કરી પરંતુ તેના સિવાય તેને કોઈ નજરે ન પડ્યું જેથી તેને થયું કે કદાચ અહીંના લોકો ક્યાંક બીજે ચાલ્યા ગયા હશે. અને તેણે રાત વિતાવવા માટે એક ઘરમાં પ્રવેશ કર્યો પરંતુ ઘરના અંદરનું દ્રશ્ય જોઈ તે આ આભો જ બની ગયો. કારણ કે ઘરમાં બધી ચીજવસ્તુઓ એવી સ્થિતિમાં જ પડી હતી જાણે આ ઘરમાં કોઈ રહેતું જ હોય અને ક્ષણવાર માટે ઘરની બહાર ગયું હોય. ઘરના રસોડામાં અડધું પકાવેલું જમવાનું પણ પડ્યું અને અને ચૂલો પણ સળગી રહ્યો હતો.

image source

જો લાબેલ આ દ્રશ્ય જોઈ ઘબરાઈ ગયો અને ઘરની બહાર આવી ગયો અને અન્ય એક ઘરમાં પ્રવેશ કર્યો. પરંતુ બીજા ઘરમાં પણ લાબેલને એવો જ નજારો જોવા મળ્યો જેવો પહેલા ઘરમાં હતો. હવે તેને ભય પણ લાગવા લાગ્યો હતો અને તે તરત જ ત્યાંથી ભાગ્યો.

image source

ગામના લગભગ દરેક ઘરમાં આવા જ દ્રશ્યો હતા. એવું લાગતું હતું જેને આખું ગામ થોડીવાર અંતે પોતપોતાના કામકાજને છોડી ક્યાંક ગયા હોય અથવા અચાનક જ તે ગાયબ થઇ ગયા હોય. જો લાબેલે ગામની બહાર આવી આ માહિતી તરત પોલીસને આપી અને ત્યારબાદ પોલીસે આ ગામની તપાસ શરૂ કરી. પરંતુ પોલીસ એ રહસ્યને ઉજાગર કરવામાં નિષ્ફળ રહી કે આખરે આ ગામના બધા લોકો આ રીતે અચાનક ક્યાં ચાલ્યા ગયા હશે ?

image source

પોલીસે આજુબાજુના ગામમાં જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે થોડા દિવસો પહેલા ત્યાં એક અજબ કહી શકાય તેવો ચમકદાર પ્રકાશ દેખાયો હતો જેનો આકાર વારંવાર બદલાતો હતો અને તે સતત અંજીકુની ગામની તરફ વધી રહ્યો હતો. જો કે આ બાબતે કોઈ પુરાવા હાથ નહોતા લાગ્યા પરંતુ આજે પણ આ અંજીકુની ગામના રહીશો અચાનક ક્યાં ચાલ્યા ગયા તે રહસ્ય જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત