પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રીઓના મતક્ષેત્રમાં ભાજપની હાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો તેવી ગુલબાંગો જોરશોરથી પોકારાઇ.. ભવ્ય ઉજવણી કરીને આખા રાજ્યમાં જાણે જીત મેળવી હોય તેવુ દ્રશ્ય ઉભુ કરવામાં આવ્યું.. પરંતુ વાસ્તવિકતા થોડી અલગ જરૂર છે.. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં જ ભાજપમાં ગાબડુ પડ્યું.. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મહેસાણામાં 50-50ની ફોર્મ્યુલા સામે આવી.. પૂર્વ અને વર્તમાન કૃષિમંત્રીના જામનગર નજીકના ભાણવડ નગરપાલિકા પર કોંગ્રેસની થપાટ વાગી.. તો પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાના જસદણમાં જિલ્લા પંચાયતની બંન્ને બેઠકો પર કમળનો કચ્ચરઘાણ નિકળી ગયો.. જૂનાગઢમાં કે જે જવાહર ચાવડાનો ગઢ ગણાય છે.. ત્યાં તો ભાજપના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઇ ગઇ.. તો બહુબોલા સાંસદ વસાવાના ભરૂચમાં નવી નવેલી આવેલી પાર્ટી MIM ભાજપને બમણા મતે હરાવી ગઇ..

image source

આ બધા રાજ્ય સરકારના એ મંત્રીઓ અને હોદ્દેદારો છે.. કે જે હવે પૂર્વ બની ગયા છે.. નવી સરકારની રચના સમયે ભરૂચની બાદબાકી થતાં જ ભાજપને ભોગવવાનો વારો આવશે તેવો હુંકાર કરનારા સાંસદ મનસુખ વસાવાના મતવિસ્તારમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી મજલસ-એ-એતીહાદુલ મુસ્લીમ પાર્ટીએ પગપેસારો કર્યો.. અને માત્ર પગપેસારો કર્યો એટલું જનથી.. ભાજપ કરતા બમણાં મતે વિજય પ્રાપ્ત કર્યો..

ભરૂચ નગરપાલિકાની પેટાચૂંટણીનુ ચિત્ર

કુલ 5692 મત પડ્યા

ભાજપને 1400 મત મળ્યા

MIMનો 2809 મતે વિજય થયો

કોંગ્રેસને માત્ર 1303 મત મળ્યા

image source

ડાકોર નગરપાલિકાના 4 વોર્ડની 7 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ સામે 3 અપક્ષ ઉમેદવાર જીત્યા, અને 3 બેઠકો ભાજપને મળી.. મધ્ય ગુજરાતમાં પણ કોંગ્રેસનો ગઢ તોડવા માટે પાંચેક વર્ષ અગાઉ ભાજપે પૂર્વ મંત્રી રામસિંહ પરમારને ખેસ પહેરાવી ભાજપમાં સમાવી લીધા હતા.. અને તેમને મિલ્ક ફેડરેશનના ચેરમેન બનાવી ખેડાના સહકારી ક્ષેત્રમાં પગપેસારો કરવાનો પ્રયાસ કર્યો.. પરંતુ તેમને સાઇડલાઇન કરવાથી તેનો ફટકો ભઆજપને ડાકોરમાં પડ્યો.. અને હવે ભાજપના અસ્તિત્વ પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના માતરમાં પણ ભાજપને ફટકો પડ્યો.. માતર તાલુકા પંચાયતમાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો.. તાલુકા પંચાયતની બે બેઠકોની પેટાચૂંટણીમાં ભલાડામાં 4261 મત પડ્યા જેમાં આમ આદમી પાર્ટીનો 1859 મતે વિજય થયો.. જ્યારે કોંગ્રેસના 1385 મત મળ્યા. અને ભાજપને માત્ર 1017 મત મેળવીને સંતોષ માનવો પડ્યો.. અને આવો જ ઘાટ મહેલાજની પેટા ચૂંટણીમાં ઘડાયો.. જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર જીત્યો.. અ ખેડા તાલુકાની રઢુ બેઠક પર ભાજપને જીત મળી..

મોરબી તાલુકા પંચાયતની ત્રાજપુર – 2 બેઠક પર ભાજપના ઉમેદવારને હારનો સ્વાદ ચાખવો પડ્યો.. ભાજપના અઢી દાયકાના શાસનમાં સરકારમાં પહેલીવાર સ્થાન મળ્યું મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને.. અને તેમના મતવિસ્તારમાં આવતી ત્રાજપર બેઠક પર કુલ 2845માંથી 1995 મત કોંગ્રેસને મળ્યા. જેનાથી અડધાં પણ ભાજપને નથી મળ્યા..

image source

પૂર્વ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના ભાવનગર ગ્રામ્ય મતવિસ્તારની કોળીયાક તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ગઢ સર કર્યો.. જ્યારે કે નવી સરકારમાં ભાવનગર જિલ્લાના ધારાસભ્ય જિતુ વાઘાણી હવે રાજ્યમાં શિક્ષણમંત્રીનો મહત્વનો પદભાર સંભાળી રહ્યા છે.. રાજ્યમંત્રી દેવા માલમના કેશોદ નજીકના ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ગોવિંદપરા બેઠક પર પણ કોંગ્રેસે કબ્જો કર્યો..

ગાંધીનગરમાં પણ ભાજપને સીધી રીતે સત્તા મળી શકે તેમ નહોતી.. અને તેનો પુરાવો ગાંધીનગર મહાનગર પાલિકાની ગત ચૂંટણીના પરિણામો છે.. જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઇ પડી હતી.. અને ભાજપે કોંગ્રેસના સભ્યોને ફોડીને સત્તા મેળવી હતી.. અને આ વખતે ભાજપે નવો દાવ રમ્યો.. સેક્ટરોની બહાર 8 થી 12 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા અ હજી પણ ખેતી, પશુપાલન સાથે સંકળાયેલા ગ્રામ્ય જીવન ગુજરાતા 14 ગામોને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક સમાવી લેવાયા.. નવા સીમાંકન બાદ થયેલી ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક બહુમતિ મેળવી.. પરંતુ ગાંધીનગર તાલુકા પંચાયતની મોટી આદરજ બેઠક કોંગ્રેસે આંચકી લીધી..

વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અનેકવાર નિવેદનો આપ્યા કે હું ટ્વેન્ટી – 20 રમનારો ખેલાડી છું.. પણ તેમના રાજીનામા બાદ હોમગ્રાઉન્ડ રાજકોટ જિલ્લા પંચાયતની બે અ નગરપાલિકાની એક એમ કુલ ત્રણેય બેઠકો ભાજપે ગુમાવવી પડી.. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાના વર્ષોથી પ્રતિનિધિ છે. જ્યાં નગરપાલિકામાં તો ભગવો લહેરાયો.. પરંતુ તાલુકા પંચાયતની વડસ્મા બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો.

image source

ભાજપ સરકારે ધારાસભ્ય પણ નહોતા તેવા કુંવરજી બાવળાને કોંગ્રેસમાંથી લાવીને કેબિનેટ મંત્રી બનાવી દીધા.. પરંતુ તેમના મતક્ષેત્રમાં આવતા જસદણ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર એમ બંન્ને બેઠક પર કોંગ્રેસે થપાટ મારી.. તો ભાજપ શાસિત જૂનાગઢ મહાનગર પાલિકામાં તો ભાજપના ઉમેદવારની ડિપોઝીટ પણ જપ્ત થઇ ગઇ.. જૂનાગઢ પર કબ્જો કરવા માટે જવાહર ચાવડાને કોંગ્રેસમાંથી ખેંચીને લાવવામાં આવ્યા હતા.. કેબિનેટ મંત્રીનુ પદ આપવામાં આવ્યુ હતુ.. પરંતુ જૂનાગઢના વોર્ડ નંબર 9માં ભાજપને માત્ર 638 મત મળ્યા.. AAP-NCPના બે ઉમેદવારો 8381 મત લઇ ગયા.. તો પણ કોંગ્રેસનો ઉમેદવાર 9158 મતે વિજયી થયો..

હવે આ ચિત્ર પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ભાજપે ભલે ભવ્ય ઉજવણી કરી.. પરંતુ દિવા તળે અંધારા જેવી સ્થિતિ પણ ભાજપને કોરીને ખાઇ રહી હતી.. ભાજપે ગાંધીનગરનો ગઢ સર કર્યો.. જો કે તેમા પણ સીમાંકનના આશિર્વાદ રહ્યા.. બાકી તો ભાજપને પોતાનો ચહેરો ઢાંકવો પડે તેવી સ્થિતિનુ નિર્માણ થયું હોત.. આ તો હજી ટ્રેલર છે.. અને ભાજપ જો હજી મનોમંથન નહીં કરે તો આનુ પરિણામ વર્ષ 2022માં આવનારી ચૂંટણી પર તેની અસર દેખાશે