બે વર્ષથી સતત પેટમાં દુખતું હતું, ડોક્ટર પાસે ગયો તો મોંમાથી નીકળ્યો દોઢ ફૂટ લાંબો કીડો, ડોક્ટરને ચક્કર આવી ગયા!

ઘણી વખત આપણે સ્વાસ્થ્ય બાબતે એટલા સજાગ નથી હોતા. કારણ કે આપણે અમુક વસ્તુઓ મજાકમાં લઈને જવા દેતા હોઈએ છીએ. પરંતુ હાલમાં જે કિસ્સા સામે આવ્યો એ જોઈને તમને પણ ઝાટકો લાગશે અને થોડું ગંભીર થવાની ભાન આવશે.

image source

આ વાત છે મધ્યપ્રદેશની કે જ્યાં રાજ્યના સતનામાં 35 વર્ષીય યુવકના શરીરમાં એક આશ્ચર્યજનક પ્રકારનો કીડો નીકળ્યો છે. જ્યારથી જ આ ઘટના સામે આવી છે ત્યારથી લોકોમાં હાહાકાર મચી ગયો છે. યુવકને છેલ્લાં બે વર્ષથી પેટમાં સતત દુખાવો થતો હોવાની ફરિયાદ હતી, જો કે તેણે ડોક્ટર પાસેથી દવા પણ લીધી હતી. અસહ્ય પીડાથી તે ટળવળતો હતો.

image source

જ્યારે આ વાતને લઈ ઓપરેશન કરવામાં આવ્યું તો સાપ જેટલા કદનો એટલે કે આશરે દોઢ ફૂટ લાંબો કીડો તેના મોઢામાંથી નીકળ્યો હતો. ડોક્ટરને પણ ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને તેઓ આ બાબતને સમજી શક્યા ન હતા. બીજી બાજુ રીવા મેડિકલ કોલેજના ડીનએ આ કીડાને રાઉન્ડ વર્મ તરીકે ગણાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ખાનગી ક્ષેત્રના અગ્રણી તેમ જ દોઢ વર્ષથી નાગોદમાં કોરોના સારવાર સાથે જોડાયેલા ડો.એસએન સિંહ પાલે આ કેસ વિશે ટિપ્પણી કરી હતી કે દર્દી શાન મોહમ્મદનો 35 વર્ષનો દીકરો વસીમ મોહમ્મદ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના ભઠિયા ગામમાં રહે છે.

image source

ડોક્ટર વાત કરે છે કે દર્દીએ કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી તેના પેટમાં ખૂબ દુખાવો થતો હતો. તેને ભૂખ લાગતી ન હતી અને શરીરમાં સતત ઢીલું ઢીલું હોય એવું જ લાગતું હતું. આ ઘટના સમજાવતા પેટના કીડા મારવાની દવાઓ આપવામાં આવી હતી. જેવી દવાની અસર થઈ એ સાથે જ પેટમાંથી સાપ આકારનો દોઢ ફૂટનો કીડો બહાર નીકળ્યો હતો. તો વળી આ જ કેસમાં રીવા શ્યામ શાહ મેડિકલ કોલેજના ડીન ડો.મનોજ ઈંદુલકરે કહ્યું હતું કે આ રાઉન્ડ વર્મ એટલે કે ગોળ કૃમિ (સામાન્ય રીતે અળસિયા જેવું દેખાય છે) હોઈ શકે છે. આ પ્રકારના કીડા નીકળવા એ સામાન્ય વાત છે.

image source

જો પછી કીડાની વાત કરવામાં આવે તો આ ઘટના બાદ કીડાને એક બોટલમાં ભરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પેટમાંથી નીકળેલા કીડાની લંબાઈ આશરે દોઢ ફૂટ છે, જે હજુ પણ જીવિત અવસ્થામાં છે. આ સાથે તે મૂવમેન્ટ પણ કરે છે. કોઈ તેને નુકસાન ન કરે એ માટે એને એક બોટલમાં ભરીને રાખવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!