એક નિર્ણયથી ઉદ્યોગોને મોટો ફટકો, કેટલાય બની શકે છે બેરોજગાર

રાજ્ય સરકારનો એક નિર્ણય ઉદ્યોગપતિઓની ઉંઘ હરામ કરી ગયો.. નિર્ણય ભાવ વધારાનો છે.. ઉદ્યોગપતિઓને ભાવ વધારાની ચિંતા ઓછી.. પરંતુ એકાએક લેવાયેલા નિર્ણયથી જે નુક્શાન થવાનુ છે.. તેની ભીતિ સૌથી વધુ છે..

image source

વાત છે મોરબીના સિરામીક ઉદ્યોગની.. સોમવારે રાત્રે 12 વાગ્યે ગુજરાત ગેસ કંપનીનો એક મેસેજ આવ્યો.. અને સિરામીક સાથે સંકળાયેલા તમામની ઉંઘ હરામ થઇ ગઇ.. તે મેસેજ હતો સિરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં રૂપિયા 10.15ના ભાવ વધારાનો.. રાતોરાત પ્રતિ ક્યુબિક મીટરમાં રૂપિયા 10.15નો ભાવ વધારો અને તેના પર ટેક્સ અલગથી એટલે કે રૂપિયા 10.75નો ભાવ વધારો સિરામીક ઉદ્યોગકારોની ઉઘ ઉડાવી ગયો..

ઉદ્યોગપતિઓને કઇ વાતની છે ચિંતા..?

સિરામીક સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને ચિંતા એ વાતની છે કે રાતોરાત થઇ ગયેલા ભાવ વધારાથી એડવાન્સમાં લીધેલા ઓર્ડરમાં તેમને મોટું નુક્શાન જાય તેમ છે.. અને આ નુક્શાન એટલુ મોટાપાયે હશે કે સિરામીક ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે ઉદ્યોગપતિઓ તેને સહન નહીં કરી શકે.. પહેલા કોરોના કાળ, પછી ટ્રાન્સપોર્ટની હડતાળ અને તે બંન્નેમાંથી માંડ માંડ ઉગરીને બહાર આવ્યા બાદ હવે નેચરલ ગેસના ભાવમાં રાતોરાત વધારો.. ઉદ્યોગપતિઓને તેમના ઉદ્યોગ બંધ કરવા મજબૂર કરી રહ્યા છે.. અને સિરામીકના એક ઔદ્યોગિક એકમમાં સેંકડો લોકોની રોજગારી નભતી હોય છે..

image source

જો ઔદ્યોગિક એકમ જ બંધ થઇ જાય તો પછી તેની અસર તેની સાથે સંકળાયેલા લોકો પર પણ પડશે.. અને અસંખ્ય પરિવારોની રોજીરોટી છીનવાઇ શકે છે.. જેથી આ નિર્ણયને તાત્કાલીક અસરથી પાછો ખેંચવાની માંગ સિરામીક એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યો છે.. એક અંદાજ મુજબ કોરોના અને ટ્રાન્સપોર્ટની હડતાળના કારણે પહેલાથી જ સિરામીકના 150 જેટલા ઔદ્યોગિક એકમો બંધ છે.. અને નેચરલ ગેસના ભાવમાં આ વધારાથી વધુ કેટલાય યુનિટોને તાળા લાગી શકે છે.. આ ભાવ વધારાથી મોરબીના સિરામીક ઉદ્યોગ પર દર મહિને રૂપિયા 210 કરોડનુ ભારણ વધી જશે..

સિરામીક ઉદ્યોગમાં વપરાતો નેચરલ ગેસ બે પ્રકારે ઉદ્યોગપતિઓ મેળવતા હોય છે.. એક તો MGO અને બીજો NON MGO.. MGO એટલે કરાર કરીને ગેસ મેળવતા હોય છે.. જ્યારે NON MGOમાં ગેસ કરાર વગર મેળવાતો હોય છે.. MGO એટલે કે કરાર કરીને મેળવાતા ગેસની કિંમતમાં રૂપિયા 10.75 ટેક્સ સાથે વધારો કરવામાં આવ્યો છે.. જેના થકી મોરબીના સિરામીક ઉદ્યોગની કમર તૂટી જાય તેમ છે.. કારણ કે આ ભાવ વધારો નેચરલ ગેસના પ્રતિ ક્યુબિક મીટરનો છે.. અને સિરામીકની ચીજ વસ્તુઓ બનાવવા માટે મોટાપાયે ગેસની જરૂર પડતી હોય છે..

image source

કરાર વગર ગેસ રૂ. 50.51માં મળશે

કરાર સાથે ગેસ રૂ. 47.51માં મળશે

અગાઉ કરાર વગર ગેસ રૂ. 37.36માં મળતો હતો

રૂપિયા 10.15નો વધારો થતા હવે રૂ.47.51માં પડશે

જો કે આ ભાવ પર ટેક્સ અલગથી લાગશે

ભાવવધારાની નહીં એકાએક લેવાયેલા નિર્ણયથી ચિંતા

નેચરલ ગેસમાં થયેલો આ ભાવ વધારો કોઇ પહેલીવાર નથી થયો.. પરંતુ ઉદ્યોગપતિઓને ચિંતા એ વાતની છે કે આ ભાવ વધારો એકાએક કરવામાં આવ્યો.. રાતોરાત નિર્ણય લેવાથી ઉદ્યોગપતિઓએ એડવાન્સમાં લીધેલા ઓર્ડરમાં તેમને નુક્શાન જશે.. કારણ કે ઓર્ડરની નિર્ધારિત કિંમત કરતાં ખર્ચ વધી જશે.. અને તેનુ નુક્શાન ઉદ્યોગપતિઓને સહન કરવું પડશે.. અને આ એટલુ મોટું નુક્શાન હશે કે ઉદ્યોગપતિઓ સહન નહીં કરી શકે.. ઉદ્યોગપતિઓનુ કહેવુ છે કે જો આ ભાવ વધારા અંગે વધારે નહીં પરંતુ 15 દિવસ પહેલા પણ જાણ કરાઇ હોત તો તેમને પ્રમાણમાં ઓછું નુક્શાન થાત.. પરંતુ આ નિર્ણય અસહ્ય છે.. અને સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે આ નિર્ણયનો અમલ ત્વરીત નહીં પરંતુ થોડા સમય બાદ કરવામાં આવે. નહીં તો નફો કે પડતર કિંમત તો ઠીક પરંતુ ખોટ ખાઇને વેપાર કરવો પડશે..

image source

મોરબીનો સિરામીક ઉદ્યોગ વિશ્વ કક્ષાનો છે. અને આ ભાવ વધારાની સીધી અસર આગામી સમયમાં સિરામીકની બનાવટો પર પડશે… પરંતુ જો આ નિર્ણય તાત્કાલીક લાદી દેવામાં આવશે તો સેંકડો ઉદ્યોગો અને અસંખ્ય રોજગારીને મોટાપાયે અસર થશે.