સદીના અંત સુધીમા વધી જશે માણસની સરેરાશ ઉંમર, આટલા વર્ષ સુધી જીવી શકશે લોકો

હાલમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે ત્યારે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.અનેક લોકોએ પોતાના સ્વજનો ખોવ્યા છે. તો આ સમયે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં થયેલા એક રિસર્ચમાં કહેવાયું છે કે હવે સદીના અંત સુધીમાં માણસન સરેરાશ ઉંમરમાં વધારો થઈ શકે છે એટલે કે તેની ઉંમર 125-130 વર્ષ સુધીન હોઈ શકે છે. સ્ટડીમાં આ દાવો કરવામાં આવ્યો છે જે ખુશીની વાત છે., વ્યક્તિ પોતાના પરિવાર સાથે જીવનનો વધારે સમય વ્યતિત કરી શકશે.

image source

અત્યારની વાત કરીએ તો વ્યક્તિનું સરેરાશ જીવન 100 વર્ષનું આકવામાં આવી રહ્યું છે. આ રિસર્ચમાં કેટલાક ખાસ લોકો સામેલ થયા હતા. તેઓએ 100 વર્ષની ઉંમર પાર કરી લીધી હતી. કેટલાક લોકોની ઉંમર તો 110 વર્ષની પણ હતી. સ્ટડીમા જાણવા મળ્યુ છે કે 110 વર્ષની ઉંમરના લોકો ક્લબમાં સામેલ થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

દુનિયાભરમાં લોકો તેમાં સામેલ થઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે લોકોની સરેરાશ ઉંમર હાલમાં વધી રહી છે. એક રિસર્ચમાં અનેક સંભાવનાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.

શું કહે છે સ્ટડી

image source

સ્ટડીમાં કહેવાયું છે કે વ્યક્તિની ઉંમર વર્ષ 2100 આવતા સુધી 125-132 વર્ષ સુઝી થઈ ચૂકી છે. તેનું કારણ પણ જણાવાયું છે. શોધ કહે છે કે જો લોતોની જીજીવિષા વધતી રહેશે તો તેનું એક જ કારણ છે અને તે છે સારું ખાવાનું, સ્વચ્છ પાણી અને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની તરફથી કરાયેલા સ્ટડીમાં કહેવાયું છે કે લોકો માનવતાના ચરમ પર છે.

image source

એક શોધ એવી પણ કરી રહ્યા છીએ કે ઓલમ્પિકમાં સૌથી વધારે ઝડપથી દોડી શકાય છે તો હોવું જોઈએ કે કેટલું વધારે જીવી શકાય છે. દુનિયામાં લગભગ 10 લાખ લોકો એવા છે જે 100 વર્ષ પૂરા કરી ચૂક્યા છે. 600 લોકો એવા છે જે 100 વર્ષની ઉપર 110 કે 120 વર્ષ સુધી પહોંચે છે. જો કે ઘીરે ધીરે તેમની જીવવાની ક્ષમતા વધવા લાગે છે.

કેવી રીતે 130 વર્ષ સુધી જીવશે માણસ

image source

લાંબી ઉંમર માટે કોઈ જાદુ નથી પણ લાઈફસ્ટાઈલ આપણને લાંબી ઉંમર આપે છે. ભરપૂર પોષણ, સ્વચ્છ પાણી અને સ્વચ્છ અને સારી મેડિકલ સુવિધાઓ વ્યક્તિને માટે લાંબી ઉંમરનું વરદાન છે. આર્થિક અને સરકારી નીતિઓ વ્યક્તિના સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઈલને સારી બનાવે છે.એક રિપોર્ટ કહે છે કે 68 ટકા લોકો 124 વર્ષ સુધી જીવન જીવી શકે છે તો 13 ટકા એવા છે જે 130 વર્ષ સુધી જીવે છે. 135ની ઉંમર સુધી પહોંચવાનું મુશ્કેલ રહે છે. સ્ટડીમાં અમેરિકા, જાપાન, કેનેડા અને બ્રિટન જેવા યુરોપીય દેશોના વૃદ્ધોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.