આ વીડિયો ટ્વીટર પર શેર થયા બાદ જોરદાર વાયરલ થઈ રહ્યો છે

સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જેમાં અવનવી ઘટનાઓ અને વીડિયો વાયરલ થતા હોય છે. તેમાંથી કેટલાક વીડિયો તો એવા હોય છે જેને વારંવાર જોયા કરવાની ઈચ્છા થાય છે.

આવો જ વીડિયો ભારે વાયરલ પણ થાય છે કારણ કે તેને મોટી સંખ્યામાં લોકો અન્ય પ્લેટફોર્મ પર શેર કરતા હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થતા એક બકરી ફેમસ થઈ ગઈ છે.

image source

આ બકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ટ્વીટર પર સુધા રમન નામના યૂઝરે શેર કર્યો છે. આ વીડિયો ક્યાંનો છે તે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ વીડિયોમાં ચતુર બકરીનું ઉદાહરણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

વીડિયો જોઈ શકાય છે કે બકરી ઝાડ પર ઊંચે લાગેલા પાંદડા ખાવા માટે કેવું તિકડમ લગાડે છે. બકરી પાંદડા સુધી પહોંચી પણ જાય છે અને પેટભરીને પાંદડા પણ ખાય છે. લોકો આ વીડિયો વિશે સોશિયલ મીડિયા પર પોતાની કોમેન્ટ કરી પ્રતિસાદ પણ આપી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઝાડ નીચે ભેંસ બાંધેલી છે અને તેની સામે બકરી ઊભી છે. પહેલા તો બકરી ઝાડ પર જુએ છે પછી તે તુરંત જ ભેંસ ની ઉપર ચઢી જાય છે. ભેંસ પણ જાણ બકરીને પરવાનગી આપતી હોય તેમ નીચું માથું કરે છે અને બકરી તેની ઉપર ચઢી જાય છે. ભેંસ બકરીને તેના ઉપર ઊભી રહેવા દે છે અને ભૂખી બકરી ઝાડના પાંદડા મન ભરીને ખાતી પણ જોવા મળે છે.

આ વીડિયો જોઈ લોકો બકરીને ચતુર કહે છે કે જેણે ઝાડ સુધી પહોંચવા માટે ભેંસ નો ઉપયોગ સીડી તરીકે કર્યો છે. વીડિયો પુરો થાય છે ત્યાં સુધી બકરી મજાથી પાંદડા ખાતી જોવા મળે છે.

image source

આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ફ્રેન્ડશીપ ગોલ’. તે જ સમયે અન્ય યૂઝરે લખ્યું છે કે, ‘પ્રાણીઓ આપણે સમજીએ છીએ તેના કરતાં વધારે હોશિયાર હોય છે.’ બીજા યૂઝરે લખ્યું છે કે, ‘બકરીએ ભેંસ સાથે પાંદડા શેર કર્યા ?’

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત