ડ્રગ્સ કેસમાં સૌથી મોટો વળાંક, અનન્યા પાંડે અને શાહરૂખ ખાનના ઘરે NCBના દરોડા

આર્યન ખાનના ડ્રગ્સની આગ હજુ તો શમી નથી ત્યાં એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે 19 દિવસ બાદ શાહરુખ ખાન તેના દીકરાને મળીને ઘરે પરત ફર્યો છે ત્યારે મુસીબતે હવે ચંકી પાંડેના ઘરે દસ્તક દઈ દીધી છે. જાણવા મળતી માહિતી અનુસાર અનન્યા પાંડેના ઘરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા છે. આ સમાચારથી રીતસર ખળભળાટ મચી ગયો છે.

image source

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ગુરુવારે અનન્યા પાંડેના ઘરે દરોડા કર્યા છે. એનસીબી આજે બપોરે અભિનેત્રીની પુછપરછ પણ કરશે. શાહરુખ પહેલા એનસીબીની ટીમ અનન્યાના ઘરે પહોંચી હતી. ટીમે તેના ઘરે દરોડા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અનન્યાનું ઘર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં છે. અનન્યા જાણીતા એક્ટર ચંકી પાંડેની દીકરી છે અને તેણે તાજેતરમાં જ બોલિવૂડનમાં ડેબ્યૂ કર્યું હતું.

image source

ઉલ્લેખનીય એ પણ છે કે આર્યન ખાનની જામીન અરજીની સુનાવણી દરમિયાન એનસીબીએ પણ કોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે આર્યન ખાનની જેમ અન્ય એક અભિનેત્રીની પણ ડ્રગ્સને લઈને ચેટ સામે આવી છે. જેની તપાસ શરુ કરવામાં આવી છે. આ ઘટના બાદ આજે અનન્યા પાંડેના ઘરે દરોડા અને ત્યારબાદ તેને પુછપરછ માટે બોલાવવામાં આવી છે.

image soure

રિપોર્ટ અનુસાર ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવૂડની એક નવોદિત અભિનેત્રીની ચેટ સામે આવી હોવાનું એનસીબીએ કહ્યું હતું. એનસીબીના હાથ આર્યન ખાનની એ ચેટ આવી છે જેમાં તે ડ્રગ્સ પેડલર સાથે ચર્ચા કરે છે. એનસીબીએ આ તમામ પુરાવા તરીકે કોર્ટ સામે રજૂ કર્યા હતા. ત્યારબાદ બુધવારે ફરીથી કોર્ટે આર્યન ખાનની જામીન રદ્દ કરી દીધી હતી. એવી પણ ચર્ચા છે કે જે અભિનેત્રીની ચેટ સામે આવી છે તે પણ ક્રૂઝ પર હાજર હતી. પરંતુ એનસીબીએ તેને જવા દીધી હતી.

image soure

આ તમામ ચર્ચાઓ વચ્ચે આજે સૌથી પહેલીવાર ચંકી પાંડેના ઘરે દરોડા થયા છે અને સાથે જ અભિનેત્રી અનન્યા પાંડેને પણ એનસીબીએ પુછપરછ માટે તેડાવી છે તેથી વધુ અટકળો શરુ થઈ છે. ઉલ્લેખનીય છે કે આજે 19 દિવસ બાદ છૂટ મળતા સવારે જ શાહરુખ ખાન દીકરા આર્યનને મળવા પહોંચ્યો હતો. જાણવા મળે છે કે આર્યન ખાન આટલા દિવસો પછી પિતાને મળતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. 19 દિવસ બાદ પણ શાહરુખ ખાનને માત્ર 15 મિનિટ જ દીકરાને મળવા મળ્યું હતું.