આર્યન ખાન જેલમાં ક્યારે શું કરે છે અને તેનો દિવસ કેવી રીતે પસાર થાય છે, તે અહીં જાણો

કોણ આર્યન ખાનના કેસથી અજાણ છે. દરેક લોકો પાસે આ કેસની પૂરતી માહિતી છે, પરંતુ શું તમે જાણો છો કે આર્યન ખાનનો દિવસ જેલમાં કેવી રીતે પસાર થાય છે અથવા તો તેના સુવાનો અને જમવાનો સમય શું છે. આર્યન ખાનને જામીન મળશે કે નહીં એના પર આજે નિર્ણય થશે. આર્યનને NCBએ 2 ઓક્ટોબરે કસ્ટડીમાં લીધો હતો. ત્યારથી અત્યાર સુધી અલગ-અલગ કારણથી આર્યનને જામીન મળી શક્યા નથી. જો આયર્નને આજે પણ જામીન ન મળે તો તેણે હજુ ઘણા દિવસો વધારે જેલમાં રહેવું પડી શકે છે. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં કેદ છે. જેલમાં રહીને આર્યને પોતાના ઘરના લોકો સાથે વીડિયો-કોલ પર વાત કરી હતી. આ સાથે જ પરિવારજનોએ તેને 4500 રૂપિયાનું મનીઓર્ડર પણ મોકલ્યું. તમને વિચાર આવતો હશે કે શાહરુખ ખાન પાસે તો આટલા પૈસા છે તો માત્ર 4500 રૂપિયાનું મની ઓર્ડર જ કેમ મોકલ્યું ? આ જ સવાલથી શરૂ કરીને આજે અમે તમને જેલના જીવન સાથે સંકળાયેલાં અલગ-અલગ પાસાં વિશે જણાવીશું.

image source

જાણો છો, જેલમાં ભોજન કેવું મળે છે ? મેનુમાં શું શું આઈટેમ્સ હોય છે ? તમે બહારથી કેટલા પૈસા મગાવી શકો છો ? જેલમાં કંઈ ખરીદવાનું તો હોતું નથી તો પછી તે લોકોને પૈસાની જરૂર કેમ પડે છે ? સૂવા-જાગવાનો સમય શું હોય છે ? અને પરિવારજનોને મળવા માટે શું ગાઈડલાઈન્સ હોય છે… જો નહીં, તો ચાલો જેલના આ ખાસ નિયમો વિશે અમે તમને વિગતવાર જણાવીશું.

આર્યનને અત્યારે સજા થઈ નથી તો શું તેમને સજા પ્રાપ્ત કેદીઓથી અલગ રાખવામાં આવ્યો છે ?

બિલકુલ. આર્યન અત્યારે વિચારાધીન કેદી છે. જેલ મેન્યુઅલ પ્રમાણે તેને અત્યારે કેદી નંબર અને ડ્રેસ આપવામાં નહીં આવે. આ સાથે જ તેમની બેરેક પણ સજા પ્રાપ્ત કેદીઓથી અલગ હશે. જોકે આર્યનને અંડર ટ્રાયલ કેદી નંબર આપવામાં આવ્યો છે.

જેલમાં કેવી રીતે થાય છે કેદીઓના દિવસની શરૂઆત ?

image source

જેલ મેન્યુઅલ અનુસાર, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ જેલની સેલ ખોલવામાં આવે છે, આથી સવારે 6 વાગ્યે જ તમામ કેદીઓને જગાડી દેવામાં આવે છે. સવારે 7 વાગ્યા આસપાસ નાસ્તા પછી બપોરે લંચ અને સાંજે લગભગ 6 વાગ્યા સુધી ડિનર થઈ જાય છે. સૂર્યાસ્ત થયા પછી તમામ કેદીઓની ગણતરી પછી ફરીવાર સેલમાં મોકલી દેવામાં આવે છે. 8 વાગ્યા આસપાસ લાઈટ બંધ કરી દેવામાં આવે છે.

ભોજનમાં શું મળે છે ?

ભોજનનું મેનુ દરેક જેલના હિસાબે બદલાય છે. કેદીઓને ઋતુ પ્રમાણેનાં શાક પણ આપવામાં આવે છે. નાસ્તામાં ચા, પૌંઆ, બ્રેડ, ચણા, બિસ્કિટ કે ઉપમા આપવામાં આવે છે. લંચ અને ડિનરમાં દાળ-ભાત, શાક અને 2-4 રોટલી આપવામાં આવે છે. તહેવારોમાં મેનુમાં કંઈક સ્પેશિયલ રાખવામાં આવે છે.

દિવસભર શું કરે છે કેદીઓ ?

જેલનું સમગ્ર કામકાજ કેદી જ કરે છે. સાફસફાઈ, ભોજન બનાવવું, ભોજન પીરસવું જેવાં કામો માટે કેદીઓની ડ્યૂટી લગાવવામાં આવે છે.

આ ઉપરાંત પણ કેદીઓ પાસે અલગ-અલગ કામ કરાવવામાં આવે છે. એમાં માળી, રસોઈ જેવી ડ્યૂટી પણ આપવામાં આવે છે.

મોટી જેલોમાં કેદીઓનાં કામ કરવા માટે નાની-નાની ફેક્ટરીઓ પણ હોય છે. એમાં સિલાઈ, ગુલાલ બનાવવા જેવાં કામ કરાવવામાં આવે છે. આ કામના બદલામાં કેદીઓને મહેનતાણું આપવામાં આવે છે.

કેદી ઘરેથી કેટલા પૈસા મગાવી શકે છે ?

image source

દરેક કેદી ઘરેથી દર મહિને વધુમાં વધુ 4500 રૂપિયા સુધી મગાવી શકે છે, એ પણ મનીઓર્ડર દ્વારા. આ કારણથી આર્યનને પણ તેના પરિવાર 4500 રૂપિયાનું મનીઓર્ડર કર્યું હતું. જે કોઈપણ કેદીને અપાતા પૈસાની મહત્તમ મર્યાદા છે.

જેલમાં એ લોકો આ પૈસાનું શું કરે છે ?

તમે વિચારતા હશો કે જેલમાં પૈસાનું શું કરવામાં આવૅ છે ? વાસ્તવમાં જેલમાં એક સ્ટોર હોય છે, જેમાં ઘણી ચીજો હોય છે આ ચીજોની ખરીદી તમે કૂપન દ્વારા કરી શકો છો. આ કૂપન તમે પૈસાથી ખરીદી શકો છો. એક જોતા કહીએ તો આ કૂપનને તમે જેલની અંદરની કરન્સી સમજો. આ કૂપન પણ નોન ટ્રાન્સફરેબેલ હોય છે, એટલે કે એનો ઉપયોગ માત્ર તે જ કરી શકે છે જેણે તે ખરીદી છે. આ કૂપન, 2, 5, 10 અને 20 રૂપિયા સુધીની હોય છે. એક સમયમાં તમે 2000 રૂપિયા સુધીની જ કૂપન સાથે રાખી શકો છો.

ઘરના લોકોને ક્યારે-ક્યારે અને કઈ રીતે મળી શકો છો ?

કોરોના અગાઉ કેદી પોતાના પરિવારજનોને ફિઝિકલી મળી શકતાં હતાં, પરંતુ કોરોનાને કારણે હાલ ફોન કોલ કે વીડિયો કોલ પર જ વાત કરી શકે છે. એક કેદી સપ્તાહમાં બેવાર કોઈની સાથે વીડિયો કોલથી વાત કરી શકે છે. સામાન્ય રીતે ફિઝિકલી સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી કેદીઓના દોસ્ત, પરિવારજનો તેને મળી શકે છે.

ઈલાજ માટે શું સુવિધાઓ હોય છે ?

કેદીઓની સામાન્ય બીમારીના ઈલાજ માટે જેલમાં જ એક અલગ રૂમ બનેલો હોય છે અને એક ડોક્ટર પણ હાજર રહે છે. જોકે ગંભીર બીમારી થવા પર કેદીને હોસ્પિટલે લઈ જવાય છે.

બેરેક પણ હોય છે અલગ-અલગ ?

image source

એવી જેલ કે જ્યાં મહિલા અને પુરુષ કેદી બંનેને રાખવામાં આવે છે, ત્યાં બંનેને અલગ-અલગ બિલ્ડિંગમાં રાખવાના હોય છે કે પછી એક જ બિલ્ડિંગમાં બે સંપૂર્ણપણે અલગ હિસ્સાઓમાં રાખવામાં આવે છે.

એવી જેલ કે જ્યાં 21 વર્ષથી ઓછી વયના કેદીને રાખવામાં આવે છે, તેમને પણ પુખ્ત પુરુષ કેદીઓથી અલગ રાખવામાં આવે છે.

આ રીતે વિચારાધીન અને સજા પ્રાપ્ત કેદીઓને પણ અલગ-અલગ રાખવામાં આવે છે.

સિવિલ કેદીઓને ક્રિમિનલ કેદીઓથી અલગ રાખવામાં આવે છે.

બેરેકમાં કેદીને કેટલી જગ્યા મળે છે ?

મધ્યપ્રદેશમાં દરેક કેદી માટે 41.806 સ્ક્વેર મીટર જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે.

કેદીઓને 0.76 મીટર પહોળો પલંગ આપવામાં આવે છે, જે જમીનથી 1.98 મીટર ઊંચો હોય છે. આ સાથે જ દરેક પલંગમાં માથું રાખવાની જગ્યા બીજા પલંગમાં પગ રાખવાની દિશામાં હોય છે.

શું આજીવન કેદ 14 વર્ષની હોય છે ?

ના. આજીવન કેદ સમગ્ર જીવન માટે જ હોય છે. જોકે આજીવન કેદને માફ કરાવવા માટે 14 વર્ષ પછી રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ પાસે અરજી કરી શકાય છે. જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ બાકી સજા માફ કરી દે તો તમે જેલમાંથી છૂટી શકો છો. આ અરજી 14 વર્ષની સજા કાપ્યા પછી જ કરી શકાય છે.

જેલમાં કેદીઓને શું અધિકાર મળેલા હોય છે ?

image souorce

સામાન્ય રીતે જેલમાં કેદીઓને 6 અધિકાર મળેલા હોય છે.

– જીવનરક્ષાનો અધિકાર.

– સારવારનો અધિકાર.

– જામીન કે કેસની સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટ સામે રજૂ થવા કે પોતાની વાત કહેવાનો અધિકાર.

– નિયમો અનુસાર સંબંધીઓને મળવાનો અને વાત કરવાનો અધિકાર.

– વકીલને મળવાનો અને વાત કરવાનો અધિકાર.

– સારા આચરણ પર સજાનો મોટો હિસ્સો કાપ્યા પછી પેરોલનો અધિકાર.

દરેક રાજ્યની અલગ-અલગ ગાઈડલાઈન

લૉ એન્ડ ઓર્ડર રાજ્યનો વિષય છે, તેથી દરેક રાજ્યની જેલ મેન્યુઅલ પણ અલગ-અલગ હોય છે. આ સાથે જ અલગ-અલગ જેલમાં પણ અલગ-અલગ નિયમ હોઈ શકે છે. આ જેલ સુપરિન્ટેન્ડેન્ટ પર પણ નિર્ભર કરે છે.