બાળવિવાહ જેવી કુપ્રથાના કારણે દરરોજ 60 જેટલી છોકરીઓ મૃત્યુનો શિકાર બને છે

બાળ વિવાહની દુષ્ટ પ્રથાને કારણે વિશ્વમાં દરરોજ 60 છોકરીઓ મૃત્યુ પામે છે. આમાંથી છ છોકરીઓ દરરોજ દક્ષિણ એશિયામાં મૃત્યુ પામે છે. દર વર્ષે 22 હજાર છોકરીઓ ગર્ભવતી થતાં અને નાની ઉંમરે બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે. બાળ વિવાહને કારણે આ સમસ્યાઓ થાય છે.

દક્ષિણ એશિયામાં દરરોજ છ સગીર છોકરીઓ મૃત્યુ પામે છે

image source

એક અહેવાલ મુજબ, દક્ષિણ એશિયામાં દર વર્ષે બે હજાર છોકરીઓ વહેલા લગ્નને કારણે મૃત્યુ પામે છે. ભારત અને પાકિસ્તાન પણ દક્ષિણ એશિયા હેઠળ આવે છે. પૂર્વ એશિયા અને પેસિફિકમાં દર વર્ષે 650 છોકરીઓ અને લેટિન અમેરિકન-કેરેબિયન દેશોમાં 560 છોકરીઓનું અકાળ મૃત્યુ થાય છે.

બાળવિવાહને કારણે મોટાભાગના મૃત્યુ પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના દેશોમાં થાય છે. દર વર્ષે લગભગ 9,600 છોકરીઓ ત્યાં મૃત્યુ પામે છે. આ દેશોમાં દરરોજ 26 સગીર છોકરીઓ અકાળે મોતનો શિકાર બને છે. આ પ્રદેશમાં સગીર વયની છોકરીઓના મૃત્યુ અન્ય પ્રદેશ કરતા ચાર ગણા વધારે છે.

કોવિડને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની ધારણા છે

image source

જોકે, છેલ્લા 25 વર્ષ બાળલગ્ન ઘટાડવાની દિશામાં નોંધપાત્ર રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આશરે આઠ કરોડ બાળલગ્ન ઘટ્યા હતા. પરંતુ કોવિડ -19 રોગચાળાએ પરિસ્થિતિને ફરી ફેરવી છે. લોકડાઉનને કારણે, શાળાઓ, આરોગ્ય સુવિધાઓ, બેરોજગારી, ગરીબી, મંદી અને વધેલી ઘરેલુ હિંસાને કારણે સમગ્ર વિશ્વમાં છોકરીઓનું શિક્ષણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. તેના કારણે બાળલગ્નની દુષ્ટ પ્રથાએ ફરી વેગ પકડ્યો છે.

બાળવિવાહ પર મહત્વની જાણકારી જાણો

image source

જો તમે બાળ વિવાહ કરાવવાની પ્રક્રિયામાં સામેલ થાઓ છો તો તમને સજા થઈ શક છે. બાળપણમાં લગ્નના બંધનમાં બંધનારા લોકો વયસ્ક થઈને પોતાનાં લગ્ન ખારિજ કરાવી શકે છે અને તે માટે તેમણે પોતાના જિલ્લા ન્યાયાલયમાં અરજી કરવાની હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બાળવિવાહ રોકવા માટે કાયદામાં સશોધન કર્યું છે. ઘણાં સ્તરો પર અધિકારીઓને તહેનાત કરાયા છે જેથી બાળવિવાહ રોકી શકાય અને લોકોને તેમાંથી બહાર કાઢી શકાય. પરંતુ તેમ છતા એક 28 વર્ષીય મહિલાએ પોતાના લગ્ન ખારિજ કરાવવા માટે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યાં છે. આ મહિલાએ કોર્ટ સમક્ષ એવી માગણી કરી છે કે દિલ્હીમાં બાળવિવાહને અવૈધ જાહેર કરવામાં આવે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે દિલ્હી સરકાર પાસેથી જવાબ માગ્યો છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે જ્યારે કાયદેસર રીતે ભારતમાં બાળવિવાહને માન્યતા જ નથી તો હાઈકોર્ટ આ મહિલાની અરજી કેમ સાંભળી રહી છે.

image source

18 વર્ષની ઉંમરથી નાનાં બાળકોનાં લગ્ન કરાવવાં એ માનવાધિકારના ઉલ્લંઘનની શ્રેણીમાં આવે છે. પરંતુ તેમ છતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ પ્રથા ચાલુ છે. ભારતમાં દર વર્ષે લગભગ 15 લાખ છોકરીઓનાં લગ્ન 18 વર્ષની ઉંમર પહેલાં થઈ જાય છે. દિલ્હી હાઈકોર્ટમાં અરજી આપનાર મહિલા પણ આવી જ તમામ છોકરીઓમાં સામેલ છે. આ મહિલાના લગ્ન વર્ષ 2010માં ત્યારે થયાં હતાં જ્યારે તેઓ સગીર હતાં. મહિલા તરફથી કોર્ટમાં હાજર રહેનાર વરિષ્ઠ વકીલ જણાવે છે, “આ યુવતીના લગ્ન 16 વર્ષની ઉંમરમાં બળજબરીપૂર્વક થયાં હતાં. તે સમયે તેમના વૈવાહિક જીવનની શરૂઆત નહોતી થઈ. પરંતુ હવે તેમની પર દબાણ કરાઈ રહ્યું છે કે તેઓ પોતાના લગ્ન જીવનમાં પાછાં ફરે.” આ 28 વર્ષીય યુવતીએ કોર્ટને આગ્રહ કર્યો છે કે તેમના બાળલગ્ન ખારિજ કરવામાં આવે. પરંતુ બાળવિવાહ કાયદા પ્રમાણે, હવે આ વિવાહ ખારિજ નથી થઈ શકતા. તેનું કારણ જણાવતાં કહે છે, “બાળલગ્નનો કાયદો એ કેન્દ્રીય કાયદો છે. પરંતુ તેને શેડ્યૂલ સીમાં સામેલ કરી શકાય છે. આ કારણે રાજ્ય આ કાયદામાં સંશોધન કરી શકે છે.”

પરંતુ આ કાયદાની દુવિધા એ છે કે એક રીતે આ તટસ્થ કાયદો છે જે સમાજના દરેક વર્ગ અને ધર્મ પર લાગુ થાય છે. આ કાયદો બાળલગ્નને એક અપરાધિક કૃત્યની શ્રેણીમાં લાવે છે. પરંતુ આ કાયદાની એક વાત તેને મજાકનો વિષય બનાવી દે છે. કારણ કે આ જ કાયદો એક રીતે બાળલગ્નની સ્વીકાર્યતા પણ આપે છે, જ્યારે તે એ વાતની જાહેરાત કરે છે કે બાળલગ્નથી બચી શકાયું હોત.

આ કુપ્રથા ઘણા રાજ્યોમાં ચાલે છે, શક્ય ત્યાં સુધી આ પ્રથા બંધ કરાવવામાં આવી છે, છતાં લોકો હજુ સમજી શકતા નથી અને આ કુપ્રથામાં પોતાના બાળકોને બંધનમાં બાંધી દે છે.