આ કારણે દીપિકા પાદુકોણે અહીં પોતાનું બદલી નાખ્યુ નામ, નવું નામ જાણીને તમને પણ લાગશે નવાઇ

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની ફિલ્મ તમાશાની રીલીઝને 5 વર્ષ પુરા થયા. આ ફિલ્મમાં દીપિકાએ તારા નામની યુવતિનું પાત્ર ભજવ્યું હતું. આ દિવસને સેલિબ્રેટ કરવા માટે દીપિકાએ પોતાના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ બદલીને તારા કરી દીધું હતું.

image source

તેની સાથે સાથે તેણીએ તમાશાના પાંચ વર્ષ પુરા થવાના અવસર પર સોશિયલ મિડિયા પર ફેન આર્ટ પણ શેર કર્યું છે.

image source

ઇમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ તમારા બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં રણબીર કપૂરે વેદ નામના યુવાનનું પાત્ર ભજવ્યુ હતું. પેન્સને પણ રણબીર અ દીપિકાને સરપ્રાઇઝ આપતા સોશિયલ મિડિયા પર ફિલ્મનું નામ હેશટેગ ટ્રેન્ડ કરાવ્યું છે.

image source

વેદ અને તારાની વાર્તાએ ફેન્સના હૃદયમાં જગ્યા બનાવી છે. દીપિકા અને રણબીરની કેમિસ્ટ્રી પણ સ્ક્રીન પર ખૂબ જ અદ્ભુત રહી હતી. ફિલ્માં એ.આર રેહમાનના ગીતો પણ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. ફિલ્મ તમાશાના પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા છે.

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ હાલ શકુન બત્રાની આવનારી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ફિલ્મનું નામ હજુ સુધી ઓફિશિયલી જાહેર કરવામાં નથી આવ્યું. ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઉપરાંત અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ઉપરાંત દીપિકા ફિલ્મ 83માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવની પત્નીનું પાત્ર ભજવી રહી છે. અને કપિલદેવનું પાત્ર રણવીર સિંહ ભજવી રહ્યા છે.

image source

થોડા સમય પહેલાં સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના મામલાતની તપાસમાં ડ્રગ્સની સંડોવણી જોવામાં આવી હતી ત્યારે તપાસ દરમિયાન દીપિકા પાદુકોણ પણ નાર્કોટિક્સ વાળાની હડફેટે ચડી ગઈ હતી. અને તેણીની કોઈ જૂની વ્હોટ્સ એપ ચેટમાં તેણીએ કોઈક પ્રકારની ડ્રગ્સ મંગાવી હોવાની શંકા ઉભી થઈ હતી. જેના માટે તેણીને પુછપરછ માટે બોલાવામાં આવી હતી. જો કે ત્યાર બાદ કશું ન
મળતાં તેણીની પુછપરછ બંધ કરી દેવામાં આવી હતી. તેણીની સાથે સાથે રકુલ પ્રિત, સારા અલિ ખાન તેમજ શ્રદ્ધા કપૂરની પણ ડ્રગ મામલે પુછપરછ કરવામાં આવી હતી.

image source

સુશાંતના મૃત્યુ બાદ જે રીતે ડ્રગનો એંગલ સામે આવ્યો છે તે જોતાં ભારતની જનતા બોલીવૂડ પર ભારે વીફરી ગઈ છે. અને ફેન્સ સ્ટાર્સની ફિલ્મોનો પણ બોયકોટ કરવા લાગ્યા છે. જેના કારણે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીઝને ભારે નુકસાન થઈ રહ્યું છે. બીજી બાજુ કોરોના વાયરસની મહામારીના કારણે થિયેટર્સ પણ ખુલ્યા નથી માટે કોઈ ફિલ્મો પણ રિલિઝ નથી થઈ રહી અને બીજી બાજુ ફિલ્મોનું શૂટિંગ પણ ધીમું
પડ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત