સરકારનો માસ્ટર પ્લાન સાંભળી મોજ આવી જશે, 100 રૂપિયે મળતાં પેટ્રોલ-ડીઝલથી મળશે છુટકારો, હવે માત્ર આટલા રૂપિયામાં જ થઇ જશે તમારું કામ

હાલમાં લોકો વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અંગે ભારે ત્રાહિમામ પોકારી ગઈ છે અને લોકો વચ્ચે હાહાકાર મચી ગયો છે. જીવન જરૂરી વસ્તુઓ મોંઘી થતા લોકોના બજેટ ફોરવાઈ ગયા છે. જો કે હવે આ બધાના વચ્ચે એક ખુબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે અને લોકોમાં ખુશીનો માહોલ છવાઈ જાય એવા આ સમાચાર છે. હાલમાં ભલે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ પર સરકારનો કાબૂ નથી. પરંતુ હવે સરકાર તેમના ભાવો ઘટાડી શકે નહીં. પરંતુ સરકાર ચોક્કસપણે એક કામ કરી શકે છે. અને આ જ કામને લઈ લોકોમાં મોટી ખુશી અને આશા છે.

image source

વાત કંઈક એવી છે કે સરકાર પેટ્રોલને બદલે કોઈ એવા બળતણનો ઉપયોગ શરૂ કરવો જોઈએ જે ખૂબ જ સસ્તું હોય અને સામાન્ય લોકોને પરવડે એવું હોય. આજો મુદ્દાની વાત કરીએ તો આ બળતણનું નામ છે ઇથેનોલ. કહેવામાં આવી રહ્યું છે કે આગામી 8-10 દિવસમાં સરકાર ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન અંગે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે આવા એન્જિનો ફરજિયાત બનાવવામાં આવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ફ્લેક્સ ફ્યુઅલ એટલે ફ્લેક્સિબલ ફ્યુઅલ, એટલે કે એક એવું બળતણ જે પેટ્રોલની જગ્યા લઇ શકે છે અને તે ઇથેનોલ છે.

image source

જો આ મુદ્દે વિગતે વાત કરવામાં આવે તો માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સમગ્ર વિગત આપી હતી કે આ વૈકલ્પિક બળતણની કિંમત પ્રતિ લિટર 60-62 રૂપિયા હશે, જ્યારે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાથી વધુ છે. તેથી ઇથેનોલનો ઉપયોગ કરીને દેશના લોકો પ્રતિ લિટર 30-35 રૂપિયાની બચત કરી શકશે. એટલે કે દેશમાં Flex Fuel એન્જિનવાળી ગાડીઓ બનાવાશે અને લોકોને હવે આવી 100 રૂપિયાની જંજટ નહીં રહે.

image source

માહિતી મળી રહી છે કે નીતિન ગડકરીએ કહ્યું હતું કે હું પરિવહન મંત્રી છું, હું ઉદ્યોગને આદેશ આપીશ કે ફક્ત પેટ્રોલ એન્જિન જ નહીં હોય ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનો પણ હશે, જ્યાં લોકો પાસે વિકલ્પ હશે કે 100% ક્રૂડ તેલનો ઉપયોગ કરે અથવા તો પછી 100% ઇથેનોલનો ઉપયોગ કરી શકે.

image source

આગળ વાત કરતાં નીતિન ગડકરીએ વાત કરી કે હું આગામી 8-10 દિવસમાં નિર્ણય લેવા જઇ રહ્યો છું, અમે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન ફરજિયાત બનાવા જઇ રહ્યા છીએ. બ્રાઝિલ, કેનેડા અને અમેરિકામાં ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેક્સ ફ્યુઅલ ઇંધણનું ઉત્પાદન કરી રહી છે. આ દેશોમાં ગ્રાહકોને 100% પેટ્રોલ અથવા 10% બાયો ઇથેનોલનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલના લિટર દીઠ 8.5% ઇથેનોલ મિશ્રિત કરાય છે, જે 2014 માં 1 થી 1.5% જેટલું હતું. ઇથેનોલની ખરીદી પણ 38 કરોડ લિટરથી વધારીને 320 કરોડ લિટર પર પહોંચી ગયું છે. ત્યારે નીતિન ગડકરીની આ જાહેરાત બાદ હવે લોકોમાં એક અનોખો જ ઉત્સાહ છે અને બધાને આશા છે કે જલ્દી જ આ વાતનું કોઈ સોલ્યુશન આને થોડી રાહત થાય.