Jyeshtha Purnima પર બની રહ્યો છે સમૃદ્ધિ વધારનારો શુભ સંયોગ, દાન કરવાથી મળશે પુણ્ય

આવતીકાલે દેશમાં જયેષ્ઠ પૂર્ણિમાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ પૂનમનું શાસ્ત્રોમાં અનેકગણું મહત્વ માનવામાં આવે છે. આ દિવસને સ્કંધ પુરાણમાં પણ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાના અને સાથે જ ભગવાન વિષ્ણુની પૂજાનું પણ ખાસ મહત્વ છે. આ પૂનમ પર વ્રત અને દાન કરવાથી પુણ્ય લાભ મળે છે. આ સમયે આ તહેવાર આવતીકાલે એટલે કે ગુરુવારે અને 24મી જૂને ઉજવાશે. આ દિવસે એક ખાસ સંયોગ પણ બની રહ્યો છે. તો જાણો આ દિવસનું ખાસ મહત્વ અને દાન પુણ્યનો મહિમા પણ.

આવનારા વર્ષ સુધી નહીં બને આવો શુભ સંયોગ

image source

આ પૂર્ણિમાની તિથિ ગુરુવારે બની રહી છે. પૂર્ણિમા ગુરુવારે બની રહી છે અને સાથે સુખ અને સમૃદ્ધિની નજરથી તેને શુભ માનવામાં આવે છે. ગુરુવારની પૂર્ણિમા પર કરાયેલા દાન પુણ્યથી સુખ અને સમૃદ્ધિ અને ભાગ્યમાં પણ વધારો થાય છે. આ પૂર્ણિમા પર જરૂરિયાતોને દાન જરૂરથી કરો કેમકે આ શુભ સંયોગ હવે ફરીથી એક વર્ષ બાદ જ બનશે.

ગંગા સ્નાનનું છે ખાસ મહત્વ

image source

આમ તો ત્રીજ અને તહેવાર અને ખાસ અવસરોએ ગંગા સ્નાનનું ખાસ મહત્વ છે. જયેષ્ઠ પૂર્ણિમા પર તો આવું કરવાનું શુભ અને લાભદાયી માનવામાં આવે છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે આવું કરવાનું યોગ્ય નથી. ઘરે જ ગંગા કે પવિત્ર નદીના પાણીને નહાવાના પાણીમાં મિક્સ કરી લો અને સાથે ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરો. તેનાથી અનેક મનોકામનાઓ પૂરી થાય છે.

image source

તેના સિવાય જેઠ મહિનાની પૂનમે પિતૃઓની ખાસ પૂજા કરવાથી પણ લાભ થાય છે. આ સિવાય બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આ દિવસે ચંદ્ર સોળ કળાએ ખઈલે છે એટલે કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે 169-180 ડિગ્રીનું અંતર હોય છે. જેનાથી આ બંને સામ સામે રહે છે. આ દિવસે ઔષધિઓનું સેવન કરવાથી ઉંમર વધે છે.

image source

તો તમે પણ 24મી જૂનની ખાસ પૂનમના દિવસે અને ખાસ સંયોગ સાથે પૂજાનું ફળ અને પુણ્ય મેળવો તે જરૂરી છે. આ સાથે જ તમે દાનનો મહિમા સમજીને શક્ય તેટલા પ્રમાણમાં દાન કરી શકો છો. તેનાથી તમને ભરપૂર લાભ મળે છે.