આ હસીનાઓની દિલ આવી ગયું એમની જ મિત્રના એક્સ પર, પછી શું થયું જાણી લો.

પ્યાર ઇશ્ક મોહબ્બત આ એક એવો અનુભવ છે જે ક્યારે કોના માટે મહેસુસ થવા લાગે ખબર જ નથી પડતી. બોલીવુડમાં પડદા પર બતાવવામાં આવતી પ્રેમ ખાણીઓથી વધુ ટ્વીસ્ટ તો પડદા પાછળની પ્રેમ કહાનીઓમાં બતાવવામાં આવે છે. બોલીવુડની ગલીઓમાં તો દરરોજ વેલેન્ટાઈનનો માહોલ રહે છે. ઘણીવાર કોઈને કોઈ સ્ટારના લિંકઅપની ખબરો સામે આવતી રહે છે. ઘણીવાર આ લવ સ્ટોરી સાચી સાબિત થાય છે તો ક્યારેક ફક્ત જૂઠી અફવાઓ ફેલાઈ જાય છે.

आलिया भट्ट, रिया चक्रवर्ती
image source

જો કે બોલિવુડના અમુક લિંક અપ એવા રહ્યા જેના વિશે જાણીને ફેન્સ હેરાન રહી ગયા.બોલીવુડમાં ઘણી બધી એવા લિંકઅપની ખબર પણ સામે આવી જેમાં હિરોઇનનું દિલ એમની મિત્રના એક્સ પર આવી ગયું અને આ ખબરોએ સનસની મચાવી દીધી. તો ચાલો તમને જણાવી દઈએ કે અમુક એવી જ હિરોઇન વિશે જેમને એમની મિત્રના એક્સ સાથે પ્રેમ થઈ ગયો.

આલિયા ભટ્ટ.

image source

બોલીવુડની રાજી ગર્લ આલિયા ભટ્ટ હાલના દિવસોમાં ટોપની હિરોઇનના લિસ્ટમાં સામેલ છે. પોતાની જબરદસ્ત પ્રતિભાથી આલિયા ભટ્ટે ઓછા સમયમાં જ ખૂબ જ સફળતા મેળવી લીધી છે. છેલ્લા ઘણા સમયથી એ અભિનેતા રણબીર કપૂર સાથે રિલેશનશીપને લઈને ચર્ચામાં છે. જો કે એક સમય એવો હતો રણબીર કેટરીના સાથે રિલેશનશિપમાં હતા અને બધા જાણે છે કે આલિયા અને કેટરીના સારા મિત્રો છે. તો આલિયા ભટ્ટનું કેટરીનાના એક્સ રણબીર પર દિલ આવી ગયું. જો કે કેટરીના અને આલિયાની દોસ્તી આજે પણ એવી જ છે.

રિયા ચક્રવર્તી.

image source

સુશાં સિંહ રાજપૂતના નિધન પછી ચર્ચામાં રહેનારી રિયા ચક્રવર્તીની સાથે પણ એવું જ કઈ થયું હતું. ફિલ્મ કેદારનાથ સમયે એવી ખબર આવી હતી કે સારા અને સુશાંત રિલેશનશિપમાં હતા. તો એમના બ્રેકઅપ પછી સુશાંતનું નામ રિયા સાથે જોડાયું. બીજી બાજુ રિયા અને સારા એકબીજાના સારા મિત્રો છે અને બન્ને જીમમાં પણ સાથે એક્સરસાઇઝ કરે છે.

અનન્યા પાંડે.

image source

અનન્યા પાંડેનું નામ પણ એમના કો સ્ટાર ઈશાન ખટ્ટર સાથે જોડાઈ ચૂક્યું છે. ખાલી પીલી ફિલ્મ દરમિયાન બન્નેના અફેરની ખબરો સામે આવી હતી. તો અનન્યા પાંડે અને જાહ્નવી કપૂરનું પણ સારું બોન્ડિંગ છે. એવી પણ ખબર સામે આવી હતી કે જાહ્નવી કપૂર અને ઈશાન ધડક ફિલ્મ દરમિયાન એકબીજાની નજીક આવી ગયા હતા.

મલાઈકા અરોરા.

image source

મલાઈકા અરોરા હાલના દિવસોમાં અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. જો કે એક સમય હતો જ્યારે મલાઈકા અરબાઝની પત્ની હતી અને અર્જુન મલાઈકાની નણંદ અર્પિતાને ડેટ કરી રહ્યા હતા. મલાઈકા અરબાઝથી અલગ થયા પછી પણ પોતાના સાસરીના લોકોની નજીક છે. એવામાં એમને પોતાની નણંદના એક્સ સાથે જ પ્રેમ થઈ ગયો.