ડાયાબિટીસ, કિડની, લીવરના રોગમાં આ નાનકડું ફળ કરે છે જાદુ, જાણો કેવી રીતે આપશે ફાયદો

રસભરી ફળનું નામ સાંભળતાં જ મોઢામાં ખાટો-મીઠો સ્વાદ આવવા લાગે છે. તે એટલું રસદાર અને સ્વાદિષ્ટ ફળ હોય છે કે તેને ખાવાનું મન થઈ જ જાય છે. આ નાની દેખાતી રસભરી ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે. કારણ કે ડાયાબિટીસના દર્દીઓ પાસે ફળના વિકલ્પો બહુ ઓછા હોય છે. તેઓએ ઇન્સ્યુલિન વિશે ખૂબ કાળજી રાખવી પડી છે. આવી સ્થિતિમાં રસભરી ડાયાબીટીસના દર્દીઓના બ્લડ સુગર લેવલને જાળવવામાં પણ મદદ કરે છે. જો ડાયાબિટીસથી પીડિત દર્દી રસભરી ખાય છે તો તેનાથી તેને ઘણા ફાયદા થાય છે.

image source

રસભરી ફળ નારંગી રંગનું હોય છે, જે નાના ટામેટા બરાબર હોય છે. ડાયેટિશિયનના મતે ડોક્ટરો ડાયાબિટીસના દર્દીઓને એન્ટી ઓકિસડન્ટથી ભરપૂર ફળ ખાવાનું કહે છે. આવી સ્થિતિમાં રસભરી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

image source

રસભકરી જેવા સ્વાદિષ્ટ ફળ વર્ષોથી ખાવામાં આવે છે. ઘણા લોકોને તેનો ખાટો સ્વાદ પસંદ પડતો નથી પરંતુ ડાયાબિટીસથી પીડિત લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે . તે વિટામિન્સ, એન્ટી ઓકિસડન્ટ અને ખનિજથી સમૃદ્ધ હોય છે, જે રોગોને થતા અટકાવે છે. ઘણા સંશોધનો અનુસાર આ ફળનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તીમાં સુધારો થાય છે. ખાસ કરીને ટાઇપ -2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય આ ફળ વજન ઘટાડવા, હૃદયરોગ અને અલ્ઝાઇમર રોગ થવાની શક્યતાને ઘટાડે છે.

image source

140 ગ્રામ રસભરી ખાવાથી આપણા શરીરની રોજની જરૂરિયાતનું વિટામીન બી3, વિટામીન સી, વિટામીન બી1, આયરન પુરતા પ્રમાણમાં મળી જાય છે. જેમને ડાયાબિટીસથી રાહત મેળવવી હોય તેમણે તેના માટે એક વાસણમામ આશરે 250 એમએલ પાણી લઈ તેમાં થોડી રસભરી રાખી બરાબર ઉકાળવી. આ પાણી ત્રીજા ભાગનું રહે ત્યારે તેને ગાળી અને સવારે ભૂખ્યા પેટે પીવું જોઈએ. આમ કરવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

image source

આ ફળમાં એવા તત્વો પણ હોય છે જે શરીરમાં કેન્સરની ગાઠને પણ નષ્ટ કરે છે. આ ફળ શરીરના હાડકાને પણ મજબૂત બનાવે છે કારણ કે તેમાં ફોસ્ફરસ સારા પ્રમાણમાં હોય છે. સાંધાના દુખાવાના દર્દી માટે તો આ રામબાણ ઈલાજ છે. આ ફળ બાળકના સર્વાંગી વિકાસ માટે પણ લાભકર્તા છે.

image source

આ નાનકડું એવું ફળ લીવર અને કીડનીને પણ સુરક્ષિત રાખે છે. પશ્ચિમી દેશોમાં રસભરીનો ઉપયોગ લીવરના રોગ તેમજ અસ્થમા, ત્વચારોગમાં કરવામાં આવે છે. આ ફળ ખાવાથી હૃદય રોગના વિકારથી પણ બચી શકાય છે. ટુંકમાં કહીએ તો આ એક ફળ એવું છે જેનું નિયમિત સેવન કરવાથી જીવીએ ત્યાં સુધી રોગમુક્ત રહી શકાય છે.