આધાર કાર્ડ ઓથરીટીએ બંધ કરી આ બે સુવિધા, સામાન્ય લોકોને પડશે મુશ્કેલી

હાલના સમયમાં આધાર કાર્ડ કેટલું જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે તેના વિશે ચર્ચા કરવાની જરૂર નથી. વર્ષોથી ચાલતા આવતા આ કાર્ડમાં હજુ ઓન અપડેટ કરવામાં આવે છે જેને તમે સરળતાથી ઘર બેઠા જ કરી શકો છો. ત્યારે UIDAI તરફથી મહત્વની માહિતી બહાર પાડવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડની બે સર્વિસ બંધ કરી દીધી છે. આ સેવાઓ અનિશ્ચિત કાળ માટે બંધ કરી દેવામાં આવી છે અને તેના કારણે સામાન્ય લોકોને તેની અસર પડશે તેવું મનાય રહ્યું છે.

image source

એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે હાલના સમયમાં મોબાઈલ સિમ લેવાથી લઈને બેંકમાં ખાતું ખોલાવવા સુધી અનેક આર્થિક બાબતોમાં આધારકાર્ડની જરૂર પડે છે. ત્યારે આધાર કાર્ડમાં ભૂલ હોવું મુશ્કેલી ઉભી કરી શકે છે. ભલે તે પછી સરનામાંની ભૂલ હોય કે નામના સ્પેલિંગની ભૂલ હોય. આ બધી ભૂલો સુધારવા UIDAI તરફથી ઓનલાઇન સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જો કે UIDAI એ બે સર્વિસ બંધ કરી તે કઈ છે તેના વિશે જાણીએ.

એડ્રેસ વેરિફિકેશન લેટર બંધ કર્યા

image source

UIDAI તરફથી એડ્રેસ વેરિફિકેશન લેટર દ્વારા આધાર કાર્ડમાં સરનામું બદલવાની સુવિધાને અનિશ્ચિત કાળ સુધી બંધ કરી દેવામાં આવી છે. હવે ભાડુઆત કે અન્ય આધાર કાર્ડ હોલ્ડર્સ આ સુવિધા દ્વારા એડ્રેસ નહિ બદલાવી શકે. UIDAI એ પોતાની વેબસાઈટ પરથી એડ્રેસ વેરિફિકેશન લેટર સંબંધી વિકલ્પને હટાવી દીધો છે. UIDAI ના કહેવા મુજબ, એડ્રેસ વેલીડેશન લેટરની સુવિધા આગામી ઓર્ડર સુધી બંધ કરી દેવામાં આવી છે. હવે અન્ય વેલીડ એડ્રેસ પ્રુફની આ લિસ્ટ (https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf) માંથી કોઈપણ એક એડ્રેસ પ્રુફ આપીને એડ્રેસ અપડેટ કરાવી શકાશે.

સામાન્ય લોકો પર પડશે અસર

image source

UIDAI તરફથી કરવામાં આવેલા આ નિર્ણય બાદ આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવા સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓ પડવાની આશંકા છે. ખાસ કરીને એ લોકોને વધુ મુશ્કેલી થશે જેઓ ભાડાના મકાનમાં રહે છે. તેમજ એ લોકોને પણ મુશ્કેલી થશે જે લાંબા સમય માટે જોબ સ્વીચ કરી રહ્યા છે. જે લોકો પાસે એડ્રેસ બદલવા માટે બીજા કોઈ પ્રુફ નહીં હોય તેઓ માટે પણ ભારે મુશ્કેલી ઉભી થશે.

આ સુવિધા પણ થઈ બંધ

UIDAI ઓથોરિટીએ જુના સ્ટાઇલમાં આધાર કાર્ડ રીપ્રિન્ટ કરવાની સુવિધાને પણ બંધ કરી દીધી છે. અસલમાં હવે જુના આધાર કાર્ડના બદલે UIDAI પ્લાસ્ટિકના પીવીસી કાર્ડ આપે છે. જેને સંભાળવું સરળ છે. આ કાર્ડ ડેબિટ કાર્ડની સાઈઝનું જ હોય છે. આધાર કાર્ડની જરૂર બધી જગ્યાઓએ પડે છે અને તમે આ કાર્ડ સરળતાથી વોલેટમાં રાખી શકાય છે.

સોશ્યલ મીડિયા પર આપ્યો જવાબ

image source

આધાર રિપ્રિન્ટ બાબતે એક યુઝરના સવાલના જવાબમાં આધાર હેલ્પ સેન્ટર તરફથી ટ્વિટર પર માહિતી આપવામાં આવી હતી. સેન્ટર તરફથી ટ્વિટ કરવામાં આવી હતી કે, પ્રિય રેજીડેન્ટ, ઓર્ડર આધાર રિપ્રિન્ટ સર્વિસને બંધ કરી દેવામાં આવી છે. એના બદલે તમે પીવીસી કાર્ડનો ઓનલાઇન ઓર્ડર આપી શકો છો. તમે ઇ આધાર કાર્ડની પ્રિન્ટ આધારની પ્રિન્ટ આઉટ લઈને પેપર ફોર્મેટમાં રાખી શકો છો.