દિલીપ કુમારની અસાધ્ય બીમારી વિશે થયો ઘટસ્ફોટ, એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર-કિડની પણ નહોતી કરતી કામ

19ના દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલું એક મહત્ત્વનું નામ એટલે દિલીપ કુમાર. અનેક હિટ ફિલ્મો થકી તેમણે લોકોનાં હૃદયમાં અલગ સ્થાન બનાવ્યું હતું. પરંતુ હાલમાં આ શ્રેષ્ઠ એકટરે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. મળતી માહિતી મુજબ 98 વર્ષીય દિલીપ કુમારને સાત જુલાઈએ સુપુર્દ-એ-ખાક કરી દેવામાં આવ્યા છે. જો કે તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી બીમાર રહ્યાં હતા અને આ બીમારીઓ સાથે લડતા તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમની સારવારમાં જોડાયેલાં ડૉક્ટર્સ કહે છે કે તેમને એડવાન્સ્ડ પ્રોસ્ટેટ કેન્સર હતું અને તે શરીરના અન્ય અંગોમાં ફેલાઈ ચૂક્યું હતું.

image source

છેલ્લાં થોડાંક મહિનાઓથી તો તેઓ તદ્દન સારવાર પર જીવી રહ્યાં હતાં. એક રિપોર્ટ મુજબ દિલીપ કુમારને એક તરફ ફેફસામાં પાણી ભરાઈ જતું હતું અને બીજી તરફ તેમની કિડની પણ ફેઈલ થઈ ગઈ હતી. આ પછી તેમને ઘણીવાર લોહી ચઢાવાની જરૂર પડતી હતી. તેમની બીમારી ઘણી લાંબી ચાલી. તેમને છેલ્લીવાર લોહી ચઢાવવામાં આવ્યું તે પછી તેમની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નહીં અને આખરે 7 જૂનના રોજ હોસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. જાણવા મળ્યું છે જે દિલીપ કુમાર તબિયત છેલ્લાં કેટલાક મહિનાથી તો એટલી બધી ખરાબ હતી કે તેઓ પથારીવશ હતા.

image source

સારવારથી પણ તેમની હાલતમાં કોઈ ખાસ સુધારો થઈ રહ્યો ન હતો. તેમની સારવાર કરતા ડૉક્ટર્સે કહે છે કે તેમના ફેફસામાંથી ઘણીવાર પાણી કાઢવામાં આવ્યું હતું. આ સાથે તેમનું બ્લડ પ્રેશર સતત ઘટવા લાગ્યુ હતું. બીજી તરફ હિમોગ્લોબીન લેવલ પણ ખુબ નીચે પહોંચી ગયું હતું અને તેમનું કેન્સર એ હદે શરીરના દરેક ભાગમાં ફેલાઈ ગયું હતું કે તેમની સારવાર કરીને હવે તેમને સાજા કરવા લગભગ અશક્ય બરાબર હતાં.

દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા બાદ PD હિંદુજા હોસ્પિટલના COO જોય ચક્રવર્તીએ તેમને ચેક કર્યાં હતાં અને એ કન્ફર્મ કર્યું હતું કે દિલીપ કુમાર હવે આપણી વચ્ચે રહ્યાં નથી. તેમનું અવસાન સવારે 7-7.30ની વચ્ચે થયું હતું. આ વિશે પલ્મોનોલોજિસ્ટ ડૉ. જલિલ પારકરે કહ્યું હતું, ‘કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નિતિન ગોખલેની હાજરીમાં દિલીપ કુમારે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. હું ઈચ્છતો હતો કે તેઓ 100 વર્ષ સુધી જીવે, પરંતુ ભગવાને તેમને આપણી પાસેથી છીનવી લીધા.

image source

છેલ્લાં ઘણાં વર્ષોથી સાયરાજી તેમનું ઘણું જ ધ્યાન રાખતા હતા. દિલીપ કુમારની સારવારમાં લાગેલા ડોકટરો વિશે વાત કરીએ તો તેમાં ડૉ. નિતિન ગોખલે કાર્ડિયોલોજીસ્ટ, ડૉ. અનિતા પટેલ યુરોલોજિસ્ટ, ડૉ. જયદીપ પલેપ સર્જન તથા પલ્મોનોલોજિસ્ટ ડૉ. જલિલ પારકર જોડાયેલાં હતાં. આમ કુલ મળીને તેમની સારવારમાં ઘરમાં 10 લોકોની ટીમ હતી પરંતુ તેમને બચાવી શકાયા નહીં. આ અંગે PD હિંદુજા હોસ્પિટલના સીનિયર ડૉક્ટરે જણાવે છે કે સાયરાબાનોના ઘરે 10 લોકોની ટીમ હતી અને તેમણે ઘરમાં જ મિની ICU સેટઅપ ઊભું કર્યું હતું જેથી ઇમરજન્સીમાં પણ જરૂરીયાતને પહોંચી વળાય.

image source

આ સિવાય દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હતી અને ડાયલિસિસ અથવા લોહી ચઢાવાની જરૂર પડે તો પણ તાત્કાલિક સારવાર થઈ શકે તે સાયરાબાનો તેમને હોસ્પિટલ લઈને આવતા હતા પરંતુ કેન્સરે આખરે તેમનો જીવ લઈ લીધો હતો. દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. પરંતું લોકો તેમને દિલીપ કુમાર થી ઓળખતા હતાં. વાત કરીએ તેમની જિંદગીની સફર વિશે તો તે ઘણી રંગીન રહી છે. તેમણે ‘જ્વાર ભાટા’, ‘અંદાજ’, ‘આન’, ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘મુગલ-એ-આઝમ’, ‘ગંગા જમુના’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કરી લોકોનાં હ્રદય માં આગવું સ્થાન બનાવ્યું હતું. છેલ્લે તેઓ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા.

image source

તેમની ફિલ્મો હિટ રહી ચૂકી છે. આ માટે તેમણે 8 વાર ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. તેમની આ સફરમાં તેઓને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ એક વાર, બે વાર નહીં પણ આઠ વાર મળ્યો હતો. આ સિવાય દિલીપ કુમારને હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી અંતમાં 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કર્યા હતા.1997માં પાકિસ્તાને તેના સર્વોચ્ચ સન્માન નિશાન-એ-ઇમિતયાઝથી તેમને સન્માનિત કર્યા હતા. દિલીપકુમારે આ સન્માન સ્વીકારતા પહેલાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાસેથી મંજૂરી લીધી હતી.