એક એવો બિઝનેસમેન જેણે પરોપકારને બનાવ્યો પોતાના જીવનનો એક ભાગ, કરી ચૂક્યા છે કરોડો રૂપિયાનું દાન

અજીમ પ્રેમજી ભારતના એક એવા વ્યક્તિ છે એને લોકો બિઝનેસ મેન તરીકે ઓછા અને દાનવીર તરીકે વધુ ઓળખે છે. પ્રેમજી ભારતની ટોપ આઈટી કંપનીઓ પૈકી એક wipro ના ફાઉન્ડર છે. wipro નું નેટવર્થ 3 લાખ 46 હજાર 537 કરોડ રૂપિયા (30 ઓગસ્ટ 2021 સુધી) છે. એક નાની કંપની કઈ રીતે લાખો કરોડની મલ્ટિનેશનલ કોર્પોરેશન માં પરિવર્તિત થઈ ગઈ તે સમજવા માટે તમારે જાણવું પડશે અજીમ પ્રેમજી નું જીવન કેવું છે. પદ્મભૂષણ એવોર્ડ જીતી ચૂકેલા અઝીમ પ્રેમજીની જીવનયાત્રામાં સાદગી, ઈમાનદારી, સાહસ, તથા મહેનતના અનેક કિસ્સાઓ જોડાયેલા છે.

બિઝનેસમેન ના ઘરે પેદા થયો એક અજીમ પ્રેમજી

image source

પ્રેમજી ને ઓળખવા માટે તમારે પહેલા તેમનું તેમનો પારિવારિક ઇતિહાસ જાણી લેવો જરૂરી છે. અજીમ પ્રેમજીનો જન્મ એક બીઝનેસમેન પરિવારમાં થયો હતો તેમના પિતા મોહંમદ હાશિમ પ્રેમજી ચોખાના એક પ્રખ્યાત વેપારી હતા. બર્મા જે હવે મ્યાનમાર તરીકે ઓળખાય છે ત્યાં તેઓનો ચોખાનો બહુ મોટો વેપાર હતો.

ત્યારબાદ તેઓમ્યાનમારથી ભારતમાં રહેવા આવ્યા અને ગુજરાતમાં રહેવા લાગ્યા. ગુજરાત આવીને પણ તેઓએ ચોખાનો વ્યવસાય શરૂ કર્યો. ધીમે ધીમે તેમનું નામ ભારતના મોટા ચોખાના વેપારીઓમાં પ્રખ્યાત થવા લાગ્યું. એવું કહેવાય છે કે 1945 મા જ્યારે ભારત આઝાદ નહોતું થયું ત્યારે અંગ્રેજોની અમુક નીતિઓને કારણે તેઓને પોતાનો ચોખાનો વેપાર બંધ કરવો પડ્યો. અજીમ પ્રેમજીએ 1945 માં વનસ્પતિ ધી બનાવવાનું શરૂ કર્યું અને એક કંપની બનાવી જેનું નામ હતું Western Indian Vegetable Products Limited. આ કંપની વનસ્પતિ તેલ અને કપડાં ધોવાનો સાબુ બનાવતી હતી.

તેને યોગાનુયોગ જ ગણવો કે આ કંપનીની સ્થાપના અજીમ પ્રેમજીના જન્મવર્ષમાં થઈ હતી. અજીમ પ્રેમજીનો જન્મ 24 જુલાઈ 1945 માં થયો જ્યારે કંપનીની સ્થાપના 29 ડિસેમ્બર 1945 માં થઈ હતી.

વિદેશમાં અભ્યાસ કર્યો પરંતુ

image source

જો કે અજીમ પ્રેમજીના પરિવારની આર્થિક સ્થિતિ સારી હતી એટલે તેમને શરૂઆતના જીવનમાં અભ્યાસ દરમિયાન કોઈ મુશ્કેલી વેઠવી નહોતી પડી. મુંબઈમાં સ્કૂલનો અભ્યાસ કર્યા બાદ તેઓએ ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ કરવા અમેરિકા સ્થિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ચાલ્યા ગયા. એ સમયે અજીમ પ્રેમજીની ઉંમર 21 વર્ષની હતી. પરંતુ તેઓની સાથે કંઈક એવું થવાનું હતું કે તેનું જીવન બદલાઈ જવાનું હતું.

વાત 1966 ની છે જ્યારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેને જાણવા મળ્યું કે તેના પિતાનું અવસાન થઈ ગયું છે. અને ત્યારે અજીમ પ્રેમજીએ પોતાના વતન પરત ફરવું પડ્યું.

પરીક્ષાના સમયે ધીરજ જાળવી રાખી

image source

અજીમ પ્રેમજી માટે એ સમય ભારે કટોકટી ભર્યો હતો. ડગલે ને પગલે તેના સાહસની પરીક્ષા લેવાઈ રહી હતી. માત્ર 21 વર્ષની ઉંમરમાં અજીમ પ્રેમજીએ પિતાની કંપનીની જવાબદારી પોતાના માથે લીધી. અજીમ પ્રેમજીના આ નિર્ણયનો વિરોધ આ જ કંપનીના એક શેર હોલ્ડરે કર્યો. તેણે એમ કહ્યું કે 21 વર્ષનો યુવાન જેને કામ કરવાનો કોઈ ખાસ અનુભવ નથી તે કંપનીને નહિ સંભાળી શકે. આ વાત જો કે 21 વર્ષના યુવાનના.આત્મ વિશ્વાસને ડગાવી દેત પરંતુ અજીમ પ્રેમજીએ તેને એક પડકાર તરીકે સ્વીકાર કર્યો અને કંપની સંભાળી અને કંપનીનું કાર્યક્ષેત્ર પણ વધાર્યું.

IT કંપની Wipro નો ઉદય

1977 સુધી વ્યવસાય ઘણો ફેલાઈ ગયો અને અજીમ પ્રેમજીએ કંપનીનું નામ બદલીને Wipro કરી નાખ્યું. વર્ષ 1980 બાદ એક મોટી IT કંપની IBM ભારતથી પોતાનો કારોબાર બાંધીને બહાર નીકળી તો અજીમ પ્રેમજીએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી અનુમાન કર્યો કે આગામી સમયમાં એ ક્ષેત્રમાં ઘણું કામ રહેશે. પછી શું હતું.

image source

Wipro એ એક અમેરિકન કંપની સેન્ટિનલ કોમ્પ્યુટર્સ સાથે મળીને માઈક્રો કોમ્પ્યુટર્સ બનાવવાનું કામ શરૂ કરી દીધું. સેન્ટિનલ કોમ્પ્યુટર્સ સાથે ટેકનોલોજી શેરિંગનો એગ્રીમેન્ટ હતો. અમુક સમય બાદ wipro એ પોતાના હાર્ડવેરને સપોર્ટ કરતા સોફ્ટવેર બનાવવાનું કામ પણ શરૂ કરી દીધુ.

કાર પાર્કિંગ કરવાનો રસપ્રદ કિસ્સો

અજીમ પ્રેમજી પોતાની ઓફિસ પરિસરમાં જ્યાં પોતાની કાર પાર્ક કરતા હતા ત્યાં એક દિવસ અન્ય કોઈ એમ્પ્લોઈએ કાર પાર્ક કરી દીધી. જ્યારે આ વાત કંપનીના અધિકારીઓને ખબર પડી તો તેઓએ એ જગ્યાને ફક્ત અજીમ પ્રેમજીની કાર પાર્ક કરવા માટેની જગ્યા જાહેર કરી. આ વાત જ્યારે અજીમ પ્રેમજીને ખબર પડી તો તેઓએ આ વાતનો વિરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે, તે જગ્યાએ કોઈપણ પોતાની કાર પાર્ક કરી શકે છે. જો મારે ત્યાં મારી ગાડી પાર્ક કરવી હોય તો મારે અન્ય એમ્પ્લોઈ કરતા વહેલા ઓફિસે આવવું જોઈએ.

દાનવીર પણ છે અજીમ પ્રેમજી

image source

આપણે સૌ દાન દેવા વિશેના મહત્વ અને તેના સંબંધિત અનેક કિસ્સાઓ વિશે જાણીએ છીએ. અજીમ પ્રેમજીએ પોતાની આવકનો મોટો ભાગ પરોપકારી કાર્યોમાં લગાવ્યો. તે પોતાના ભાગના 60 થી વધુ શેર તેના નામથી ચાલતા ફાઉન્ડેશનના નામે કરી ચુક્યા છે. આ સંસ્થા ભારતના અનેક રાજ્યોમાં સ્કૂલ શિક્ષાથી લઈને અન્ય કાર્યો કરે છે.

દરરોજનું 22 કરોડ રૂપિયાનું દાન

અજીમ પ્રેમજીએ વર્ષ 2019 – 20 માં પરોપકારી કાર્યો માટે દરરોજનું લગભગ 22 કરોડ રૂપિયાનું એટલે કે કુલ મળીને 7904 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.