આને કહેવાય નશીબ: પુસ્તકમાંથી નિકળી એવી એક વસ્તુ અને આ વૃદ્ધ કપલ થઈ ગયું માલામાલ

તમે ક્યારેય ભણાવત ભણાવતા અમિર બન્યા છો? હવે તમે વિચારતા જ હશો કે આ કેવો સવાલ છે, પરંતુ આજે અમે તમને એક એવી કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને વાંચીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. હકીકતમાં, 3 એપ્રિલે, કેનેડામાં એક દંપતીએ 10 મિલિયન કેનેડિયન ડોલર જીત્યા, જે લગભગ 5 કરોડ 16 લાખ ભારતીય રૂપિયા થશે.

દંપતીએ 2018 માં વેલેન્ટાઇન ડે નિમિત્તે ખરીદી હતી લોટરી

image source

જે દંપતીએ ઇનામ જીત્યું તેનું નામ નિકોલ પેડનોલ્ટ અને રોજર લારોક છે. વાસ્તવમાં પેડનોલ્ટ તેના પૌત્રને હોમવર્ક કરાવી રહી હતી. આ સમય દરમિયાન તેમને એક લોટરીની ટિકિટ જોવા મળી, જેણે આ દંપતીએ 2018 માં વેલેન્ટાઇન ડે નિમિત્તે ખરીદી હતી.

આ લોટરીથી તેણે 10 લાખ કેનેડિયન ડોલર જીત્યા

image source

આ લોટરીથી તેણે 10 લાખ કેનેડિયન ડોલર જીત્યા છે, જે તેમને 3 એપ્રિલના રોજ લોટ્ટો-ક્વિબેક સંસ્થા દ્વારા આપવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે લોટરી લાગવાના કિસ્સામાં આ યુગલ ખૂબ નસીબદાર સાબિત થયું, કારણ કે તેમની લોટરી પુરી થવામાં થોડા દિવસો જ બાકી હતા, ઉપરથી તેને આ લોટરીથી આટલી મોટી રકમ મળી.

મહિલાને આ લોટરીમાંથી 1.58 કરોડ મળ્યા

image source

તો બીજી તરફ તાજેતરમાં જ લોટરીનો એક સમાન કિસ્સો સામે આવ્યો હતો. આ મામલો અમેરિકાના મેરીલેન્ડનો છે, જ્યાં વેનેસા વાર્ડ નામની મહિલાને કોબી ખરીદતી વખતે લોટરીની ટિકિટ મળી, જેને સ્ક્રેચ કરી, સ્ક્રેચ કર્યા બાદ તેણે જોયું કે તે આ લોટરીની ટોચની રકમ જીતી ચુકી છે. મહિલાને આ લોટરીમાંથી 1.58 કરોડ મળ્યા, ત્યાર બાદ આ મહિલાની ખુશી સાતમાં આસમાને પહોંચી ગઈ હતી.

પંજાબનો કંદોઈ બની ગયો કરોડપતિ

image source

તો બીજી તરફ ભારતમાં પણ એક વ્યક્તિ લોટરીના કારણે કરોડપતિ બની ગયા છે. પંજાબના કલાંવાલીમાં મીઠાઈની દુકાન ધરાવતા ધર્મપાલ માનના વ્યક્તિને લોટરી લાગતા તેમની રાતોરાત કિસ્મત બદલાઈ ગઈ છે. તેમણે પંજાબ સ્ટેટ રાખી બમ્પરની લોટરી જીતી છે. તમને જણાવી દઈએ કે આ લોટરીના રકમ દોઢ કરોડની છે. ત્યારબાદ તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. લોટરી લાગવાની વાત તેના વિસ્તારમાં વાયુ વેગે ફેલાઈ હતી. બજારમાં અન્ય વેપારીઓને અને ધર્મપાલના સગા-મિત્રો બધા શુભેચ્છા પાઠવવા લાગ્યા હતા. આ અંગે ધર્મપાલનું કહેવું છે કે તે આ જીતેલા રૂપિયામાંથી કેટલાક ગરીબોમાં દાન કરશે. તમને જણાવી દઈએ કે કલાંવાલી બજારમાં આવું ત્રીજી વાર બન્યું છે જ્યારે કોઈને દોઢ કરોડની લોટરી લાગી હો.. આ પહેલા એક શાકભાજીવાળાને અને એક કરિયાણાની દુકાન વાળા વ્યક્તિને લોટરી લાગી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત