વડોદરામાં રાજસ્થાનના યુવકે રાજપીપળાની યુવતી સાથે માત્ર 17 જ મિનિટમાં કરી લીધા લગ્ન, ફેરા અને મંગળસૂત્ર પણ નહીં

જ્યારે લગ્નની વાત આવે ત્યારે લોકો અગાઉથી તૈયારીઓ કરવાં લાગતા હોય છે. આ માટે પાણીની જેમ પૈસા વહાવી દેખાવ કરતા પણ જોવા મળે છે. કન્યા પક્ષના લોકો દીકરીને આપવાના કરિયાવર માટે પહેલેથી જ તૈયારીઓ કરતા હોય છે. આ સમયે એક કિસ્સો આ બધાથી વિપરીત સામે આવ્યો છે. અહીં દહેજ લીધા વગર રવિવારના રોજ શહેરના હરણી સ્થિત વાલમ હોલ ખાતે 17 મિનિટમાં રાજ એક લગ્ન થયા હતા. આ યુવક રાજસ્થાનનો હતો અને રાજપીપળાની યુવતી હતી. અહીં માત્ર એક જોડી કપડામાં જ લગ્ન અને વિદાય કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

image source

મળતી માહિતી મુજબ કબીર પંથ સાથે જોડાયેલા તુષાર બરોટેએ જણાવ્યું હતું કે હરણી સ્થિત વાલમ હોલ ખાતે સંત રામપાલજી મહારાજના સાંનિધ્યમાં આ લગ્ન થયાં હતાં. 11 જુલાઈના રોજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગ બાદ સંત રામપાલજીના જ શિષ્ય અને રાજસ્થાનમાં રહેતા હરીશ લોહાર જે ખાનગી કંપનીમાં લોજિસ્ટિક મેનેજર તરીકે ફરજ બજાવતો હતો અને તેના લગ્ન સંત રામપાલજીએ પોતાની જ એક શિષ્યા સાથે કરાવ્યા હતા.

image source

આ યુવતી રાજપીપળા ખાતે રહેતી હતી અને તેનું નામ રુચિ પાંડે છે. નવાઈની વાત એ છે કે આ લગ્ન માત્ર 17 મિનિટમાં તો પૂરા થઈ ગયાં હતા. આ દરમિયાન અહીં કબીર વાણીનો પાઠ કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે લગ્નમાં વરરાજા વધૂને મંગળસૂત્ર પહેરાવે છે અને સાત ફેરા પછી લગ્ન પૂરા થતાં હોય છે. પરંતુ અહીં 17 મિનિટમાં થયેલા આ લગ્નમાં વર-વધૂ એકબીજાને ન હાર પહેરાવે છે કે ન મંગળસૂત્ર.

image source

આ સિવાય 7 ફેરા પણ લેવામાં આવતા નથી અને લગ્ન બંધનથી બંધાવા માટે કોઈ વચનો પણ નથી લેતાં. આ સિવાય આ લગ્નમાં કોઈ પંડિત કે બ્રાહ્મણ પણ જોવા મળ્યા હતા નહીં. મળતી માહિતી મુજબ કબીર પંથ એ એક એવો પંથ છે જેમાં લગ્નમાં ખોટા ખર્ચા કરી દેખાડો કરવામાં આવતો નથી. આ સિવાય લગ્નમાં ન તો કોઈ દહેજની વાત આવે છે કે ન તો મહેમાનોને મીઠાઈ ખવાડાવામાં આવે છે. બસ લગ્નમાં માત્ર કબીર વાણીના પાઠ કરવામાં આવે છે અને સાદાઈથી બધુ પૂર્ણ થાય છે. જો કે આવી રીતે થનારા આ કોઈ પહેલાં લગ્ન નથી.

image source

જાણવા મળ્યું છે કે સંત રામપાલજીના દેશભરમાં અત્યાર સુધીમાં આ રીતે હજારો શિષ્યોના લગ્ન કરાવ્યાં છે. આવું કરવાથી કોઈ ફાલતુ ખર્ચા પણ થતાં નથી. હા, આ લગ્નમાં એક મહત્ત્વની બાબત એ છે કે કબીરવાણી જરૂર કરવામાં આવે છે અને તે સિવાય તેઓ પહેલાં જ કોર્ટ મેરેજ કરી રજિસ્ટ્રેશન કરાવી લેતા હોય છે. વડોદરામાં છેલ્લાં 3 વર્ષમાં આવાં 15 લગ્ન થયાં હોવાની માહિતી મળી છે. આજનાં સમયે એક તરફ જ્યાં લગ્નમાં પાણીની જેમ પૈસા ઉડાવવામાં આવે છે ત્યારે બીજી તરફ આવા લગ્નની વાત સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!