પ્રેમને મેળવવા ઝંખતી મહેંદીને આખરે કેમ મળ્યું મોત, શું છે તેની કહાણી, શા માટે આ કેસમાં છે આટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન, વાંચો બધું જ માત્ર અહીં

ગાંધીનગરમાં પેથાપુરમાં ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતે તેની માતા મહેંદી ઉર્ફે હિનાનું ગળું દબાવી દઈને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું.

image source

હર્દયના તાર ઝણઝણાવી એવી આ ઘટનામાં 10 મહિનાના માસૂમ બાળકને પેથાપુરની ગૌશાળામાં તરછોડવા આવેલા પિતા,બાળકની માતાનો હત્યારો નીકળ્યો અને આ હિચકારી ઘટના પછી શિવાંશની માતા મહેંદી ઉર્ફ હીનાનાં પિતાનું પણ ચોંકાવનારુ નિવેદન આવ્યું છે કે, હીના છેલ્લા ચાર વર્ષથી અમારા સમ્પર્કમાં નહોતી,અને તેની માસીએ જ મારું પણ ઘર ભાંગ્યું છે. હીનાની માસીની પણ તપાસ થવી જોઈએ.

મહેંદીની પિતાએ વલોપાત કરતા જણાવ્યુ હતુ કે,”જે લોકોએ મારી દીકરીને મારી નાખી છે તેને ફાંસીની સજા થવી જ જોઇએ. આજે મારી દીકરીની હાલત આવી થઈ છે, કાલે બીજાની દીકરી સાથે પણ આવું થશે. હું સરકાર સમક્ષ માંગણી કરું છું કે કોઈ પણ હોય, તેને સજા આપી દો.” તેમણે હિનાની માસીઓ પર આક્ષેપ કરતા કહ્યું કે “મારી દીકરીએ મને ફોન કર્યો હોત તો હું જાતે જઈને લઈ આવતો. આ લોકોએ મારું ઘર તોડાવી નાખ્યું તો મારી દીકરીની શું હસ્તી છે. મને ગઈકાલે જ ખબર પડી કે મહેંદીનો એક દીકરો છે. દેશમાં ફાંસીની સજાથી કોઈ મોટી સજા નથી. મારી દીકરી સાથે આવું કૃત્ય કરનારને ફાંસીને સજા આપે તો સરકારનો ખૂબ ખૂબ આભાર માનું.”

તેમણે કહ્યું કે મારી દીકરીની સાથે જે થયું એ ઈશ્વરની મરજી, પણ હવે મને મારી દીકરીનો મૃતદેહ સોંપવામાં આવે એવી મારી ઈચ્છા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કે તેમની દીકરીની હત્યાના સમાચાર સાંભળીને તેમને ઉંડો આઘાત લાગ્યો છે. આ સંજોગોમાં તેમણે પોલીસ વિભાગને અરજ કરી છે કે તેમની દીકરીના અંતિમસંસ્કાર તેમના હાથે થાય એ માટે તેની લાશ પોસ્ટમોર્ટમ પછી તેમને સોંપવામાં આવે.

image source

મહેબૂબભાઈએ વધુમાં કહ્યુ હતુ કે, “પોલીસ ખાતાને વિંનતી કે મહેંદીની માસીની આકરી પૂછપરછ કરે. હું સામાન્ય માણસ છું એટલે હું કંઈ નહીં કરી શકું. મારી દીકરીને આ લોકો મારી સામેથી લઈ ગયા હતા. ત્યારેય હું કંઈ કરી શક્યો ન હતો. દીકરી પુખ્ત વયની હોવાથી હું કંઈ ન કરી શક્યો.” મહત્વનું છે કે અમદાવાદમાં રહેતા મહેબૂબભાઈની પ્રથમ પત્નીનું સંતાન મહેંદીની માતાનું અવસાન થયા બાદ તેની સારસંભાળ થોડા સમય માટે તેના પિતાએ કરી હતી. ત્યાર બાદ મહેંદીને તેની નાનીને ત્યાં ચિત્રાસણ, જૂનાગઢ ખાતે લઈ જવાઈ હતી. મહેબૂબ ભાઈએ તેની હીનાની નાની પર જ તેનું અને તેમની દીકરીનું ઘર તોડાવવાનો આરોપ લગાવ્યો હતો.

મહેંદી પેથાણીના લગ્ન અમદાવાદના જુહાપુરામાં એક વેપારી યુવાન સાથે થયા હતા. જોકે સાડાત્રણ વર્ષ અગાઉ એક દિવસ તે ગુમ થઈ ગઈ હતી. આ મામલે તેના પતિ આદિલ પંજવાણીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પાછળથી તે મળી આવી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે મહેંદીને તેની માસીના દીકરા સાથે પ્રેમસંબંધ હોઈ તેની સાથે રહેવા ચાલી ગઈ હતી.

મહેંદીના પૂર્વ પતિ આદિલ પંજવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે સાડા ત્રણ વર્ષ એકદમ સરસ રીતે સાથે રહ્યા છીએ અને ત્યારબાદ હિના તેના માસીના સંપર્કમાં આવી હતી અને તેણી ત્યારબાદ એવું કહેતી કે માસી સાથે વાત કરું છું અને પછી ખબર પડી કે તે માસીના છોકરા સાથે વાતો કરે છે, ત્યારથી અમારી વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા અને અંતે અમે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું અને પ્રોસેસ બધી શરુ થઈ. જો કે,ચારેક મહિના બાદ હિના અમદાવાદ એકલી રહેવા લાગી અને સચિનના સંપર્કમાં આવી હતી અને મારી સાથે છૂટાછેટા લીધા.

આદિલે કહ્યું-મારી સાથે 2 વખત કર્યા હતા મહેંદી લગ્ન

image soure

થોડા સમય બાદ સચિન સાથે પણ બબાલ થતાં તે ફરી મારી પાસે આવી અને માફી માગીને મને સ્વીકારવા માટે વિનંતી કરી, લાગણી હોવાને કારણે મેં ફરી તેની સાથે લગ્ન કર્યા. જો કે, ત્યારે તે બોપલમાં રહેતા માસીએ હિનાને ફરીથી સચિન સાથે જોડાવાની કોશિશ કરી અને ડિસેમ્બરમાં લગ્ન થયાં બાદ માર્ચમાં તે સચિન સાથે રહેવા લાગી. મહેંદીના પૂર્વ પતિએ કહ્યું હતું કે, સચિને ખરેખર બહું ખોટું કર્યું છે અને તેને સજા થવી જ જોઈએ. ગમે તે હોય આપણને કોઈને મારવાનો તો અધિકાર નથી જ. માટે સચિનને સજા મળવી જ જોઈએ.

હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિનને કોર્ટની સામે રજૂ કરવામાં આવ્યો હતો. અને કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પૂર્વે હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના ડીએનએ ટેસ્ટ માટેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ટેસ્ટનો રિપોર્ટ સાત દિવસમાં આવશે તેમજ પોલીસે કહ્યું કે સચિન પુછપરછમાં સહકાર આપતો નથી. જેમાં પ્રેમીની હત્યા બાદ બાળકને ક્યાં લઈ ગયો તે રૂટની ઓળખ બાકી છે. તેમજ આરોપી પાસેથી બે મોબાઈલ કબ્જે લેવાના બાકી છે.તેમજ બાળક તરછોડયા બાદ કોઈએ આશરો આપ્યો કે કેમ તેની તપાસ પણ જરૂરી છે.ઉલ્લેખનીય છે કે શિવાંશના પિતા સચિન દીક્ષિતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. શિવાંશને તરછોડ્યા પહલે સચિન દીક્ષિતે તેની પ્રેમિકા અને શિવાંશની માતા મહેંદીની વડોદરામાં ગળું ડબાવીને હત્યા કરી નાખી હતી. શિવાંશની માતા મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાયો છે.

તો બીજી બાજુ હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી છે. વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

શા માટે કરાઈ મહેંદીની હત્યા?

image source

પોલીસે માહિતી આપી કે, હીના ઉર્ફે મહેંદી પેથાણી મૂળ જૂનાગઢના કેશોદની છે. તેના પિતાએ બીજાં લગ્ન કર્યાં હોવાથી હીના અમદાવાદના બોપલમાં રહેતાં તેના માસા-માસીના ઘરે જ રહેતી હતી. શિવાંશનો જન્મ પણ બોપલ ખાતે જ થયો હતો. સચિન અને હીનાએ ઘુમામાં જ ફ્લેટ ભાડે રાખ્યો હતો પણ ત્રણ મહિના પહેલાં ઘર ખાલી કરીને જતી રહી હતી. શિવાશના માતા હીના ટેટુ આર્ટિસ્ટ હતી અને કોન્ટ્રાક્ટ પર કામ કરતી હતી. ઘુમામાં સચિન દીક્ષિતે પોતાના નામે ફ્લેટ ભાડે રાખેલ હતો અને રૂપિયા 11500 ના હપ્તા સાથે ભાડા કરાર કર્યો હતો.

જો કે હિના પેથાણી માત્ર છ મહિના જ ભાડાના મકાનમાં રહી હતી. હાલ ભાડાના મકાનમાં નિવૃત આર્મી ઓફિસર રહી રહ્યા છે. હિના પેથાણીએ પડોશીઓ સાથે ક્યારેય પોતાના પતિ અંગે વાત કરી ન હતી. હિના સાંજે બહાર જતી અને બાદમાં રાતે કેટલા વાગે પરત ફરતી હતી એ વાતથી પડોશીઓ અજાણ હતી.

શિવાંશની માતા હીનાની તેના જ પ્રેમી સચિને હત્યા કરી નાંખી એ મુદ્દે પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સચિન દીક્ષિત 2016માં હિના ઉર્ફે મહેંદીના પરિચયમાં એક શોરૂમમમાં ગયો ત્યારે આવ્યો હતો. હીના પેથાણી શોરૂમમાં નોકરી કરતી હતી તેથી તેની સાથે પરિચય થયો હતો ને બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. બંને 2019 થી સાથે રહેતા હતા અને બે મહિના પહેલાં સચિને વડોદરામાં નોકરી લીધી હતી. સચિન 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગર રહેતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, બન્નેએ વડોદરામાં દર્શનમ ઓવરસીઝમાં ફ્લેટ ભાડે રાખ્યો. દિકરા શિવાંશ સાથે ત્રણેય ભાડે રહેતા હતા. શનિ-રવિ મૂળ પત્ની, માતા-પિતા સાથે આવતો હતો. જોકે મૂળ પરિવારે 2 દિવસ પહેલા વતન(ઉત્તરપ્રદેશ) જવાનુ કહ્યું હતું. આ બાબતમાં સચિન અને મહેંદી વચ્ચે મોટો ઝઘડો થયો હતો.

image source

સચિને પરિવાર સાથે ઉત્તરપ્રદેશ જવાની વાત કરી ત્યારે છોકરીએ કહ્યું કાંતો પરિવારને રાખ કાં તો મને રાખ. મહેંદીએ સચિનને પોતાની સાથે રહેવા ફોર્સ કર્યો હતો. આ મામલે બન્ને વચ્ચે માથાકૂટ થતાં સચિને ગળુ દબાવીને હત્યા કરી હતી. આવેશમાં આવીને ઝઘડો થયો અને હત્યા કરાઈ હતી. હત્યાનો પ્રી પ્લાન હોય તેવું લાગી રહ્યું નથી. ગઇકાલે મહેંદીની માતાએ પોલીસને સંપર્ક કર્યો ન હતો.

શું છે સમગ્ર મામલો?

2 દિવસ અગાઉ મોડી રાતે ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતેથી એક બાળક મળી આવતા ચકચાર મચી હતી. પોલીસને આ મામલાની જાણ થયાં બાદ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક કોર્પોરેટર દિપ્તી બેન દ્વારા બાળકની સાર સંભાળ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી રહી છે. આ ઘટના ક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પોતાના તમામ કાર્યક્રમો અટકાવીને બાળકને મળવા પહોંચ્યા હતા અને પોલીસની 7 ટીમો દ્વારા માતા-પિતાની શોધખોળ હાથ ધરાઈ રહી હોવાનું નિવેદન આપ્યું હતું, આ તપાસના 24 કલાકમાં જ ગુજરાત પોલીસની મહેનત રંગ લાવી અને બાળકના પિતા ગાંધીનગર સ્થિત સેક્ટર 26માં રહેતા હોવાનું સામે આવ્યું અને કાર પણ મળી આવી હતી. જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરતા પડોશીએ બાળક સચિન દિક્ષીતનું નહીં હોવાનું કહેતા મામલો વધુ સંદિગ્ધ બન્યો હતો. અંતે પોલીસે બાળકના પિતાની ધરપકડ કરીને પૂછપરછ કરતા પ્રેમ સંબંધમાં બાળક થયું હોવાનું સામે આવ્યું હતું. અંતે દિક્ષીતે પ્રેમિકાની હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું હતું.