ફરી એકવાર સુરત શર્મસાર, 20 વર્ષીય યુવતીની માનવતા મરી પરવારી, 15 ડિગ્રી ઠંડીમાં નવજાત બાળક ત્યજી દીધું

ત્યારે હવે રોજબરોજની ઘટનામાં સુરત ફરી એકવાર બદનામ થયું છે અને શર્મસાર ઘટના સામે આવી છે. કારણ કે સુરતમાં ફરી એકવાર કળિયુગી માતાની માનવતા મરી પરવારી હોવાનો કિસ્સો સામે આવ્યો છે અને લોકો થૂ થૂ કરી રહ્યા છે. એક તરફ હાલમાં રાજ્યભરમાં કાતિલ ઠંડી પડી રહી છે, તેમ છતાં કોઈની પરવાહ કર્યા વિના પોતાના નવજાત બાળકને ત્યજીને એક માતા ફરાર થઈ ગઈ છે અને ઘટનાથી હાહાકાર મચી ગયો છે. કળિયુગી દુનિયામાં માતાએ પોતાનું કાળું કારસ્તાન છૂપાવવા માટે ઉપરથી આવું કામ કર્યુ એની પણ હાલમાં ચર્ચા થઈ રહી છે અને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પણ આ ઘટના વાયરલ થયાં બાદ સુરતની ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે.

image source

જો આ કિસ્સા વિશે વિગતે વાત કરીએ તો સુરતમાં ગોડાદરાના પ્રમુખ આરણ્ય એપોર્ટમેન્ટમાં આ શર્મસાર ઘટના બની છે. એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી નવજાત બાળક મળતા આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ લોકોએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કેસની ગંભીરતા લઈને ગોડાદરા પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

image source

આ ઘટનાની મળતી માહિતી માહિતી પ્રમાણે ગોડાદરા વિસ્તારમાં આવેલાં એકલ બિલ્ડીંગના પાર્કિંગમાંથી રવિવારે સાંજે એક નવજાત બાળક મળી આવ્યું અને દોડાદોડી થઈ ગઈ હતી. ત્યારબાદ વાતને સીરિયલ લઈને પોલીસે પણ ઝડપથી આ બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું. કઈ રીતે આ બધું બન્યું એની જો વાત કરીએ તો સાંજે છ વાગ્યાના અરસામાં બિલ્ડીંગનાં પાર્કિંગમાંથી બાળકના રડવાનો અવાજ આવતાં રહીશો ભેગા થઈ હતા. પાર્કિંગમાંથી એક નવજાત બાળક કોઈ તરછોડીને જતું રહ્યું હતું.

image source

જેવું જ બાળક મળ્યાની જાણ થઈ કે રહીશોએ પોલીસને કરતાં ગોડાદરા પોલીસ ઈન્સપેક્ટર એ.ડી ગામીત સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવવાની સાથે બાળક કોણ તરછોડી ગયું તેની તપાસ કરતાં બાળકને બિલ્ડીંગમાં રહેતી 20 વર્ષીય કુંવારી યુવતીએ જ જન્મ આપ્યા બાદ તરછોડી દીધાનું બહાર આવ્યું હતું. જો કે, જન્મ આપ્યા બાદ માતાની પણ તબિયત લથડતાં તેને પણ હોસ્પિટલમાં દાખલ કરાઈ હોવાનું જાણવા મળી આવ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ કેસમાં કોણ ગુનેગાર છે અને શા માટે આ યુવતીએ આવું પગલું ભર્યું છે.

image source

આ પહેલાં આનાથી વિપરીત એક યુવકની ઘટના સામે આવી હતી કે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સત્યાગ્રહ છાવણીમાં કામ કરતા ઘરઘાટી યુવક અને યુવતીને ત્રણ વર્ષ પહેલા પ્રેમ થયો હતો. યુવતી ગર્ભવતી થતા તેનો ઘરઘાટી પ્રેમી તરછોડતા રાજસ્થાનના દેવડા અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં પોલીસે શંકર મેધપાલની અટકાયત કરી એની પાસે સમજૂતી કરાર લખાવીને યુવતિને પત્ની તરીકે સ્વીકારવાની બાહેધરી લીધી હતી. ત્યારબાદ એક વર્ષ અને આઠ માસ પહેલા યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ શંકર અચાનક પલાયન થઈ ગયો હતો. જેના પગલે યુવતિએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે દુષ્કર્મ અને છેતરપીડીની ફરિયાદ નોંધાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત