શિલ્પા શેટ્ટીએ પહેલી વાર સોશિયલ મીડિયા પર જણાવ્યું પતિની ધરપકડ બાદ કેવી થઈ છે હાલત

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં તેની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં અને ખરાબ હાલતમાં છે. રાજ કુંદ્રાની ધરપકડ થઈ છે ત્યારથી તેની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ચુકી છે. એટલે કે તે તેના પ્રોફેશનલ કમીટમેન્ટથી દૂર છે અને સાથે જ રાજ કુંદ્રા માટે જાહેરમાં કંઈપણ બોલી શકતી નથી. તેવામાં શિલ્પાએ પહેલીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી મૌન તૌડ્યું છે.

Shilpa Shetty first post after husband raj kundra arrest in pornography case goes viral know the first reaction of the actress
image source

રાજ કુદ્રાની ધરપકડ થઈ ત્યારથી સતત ચુપ અને જાહેરમાં આવવાનું ટાળતી શિલ્પા શેટ્ટીએ આ મુદ્દે હવે મૌન તોડ્યું છે અને રિએકશન આપ્યું છે. આ માટે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર શિલ્પા આમ તો સખત એક્ટિવ રહે છે અને અનેકવાર પોસ્ટ શેર કરતી રહે છે. પરંતુ જ્યારથી રાજની ધરપકડ થઈ હતી ત્યારથી તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર હતી. હવે તેણે પહેલીવાર પોસ્ટ શેર કરી છે.

Shilpa Shetty Reaction: पति राज कुंद्रा की गिरफ्तारी के बाद शिल्पा शेट्टी का पहला रिएक्शन, हो गई है ऐसी हालत
image source

શિલ્પા શેટ્ટીએ ગુરુવારે રાત્રે ઈંસ્ટા સ્ટોરી પર એક પુસ્તકના એક પેજની તસવીર શેર કરી હતી. આ પોસ્ટમાં જેમ્સ થર્બરના ઉદાહરણ પર તેણે પ્રકાશ પાડ્યો હતો. તેમાં લખવામાં આવ્યું છે કે, “ ગુસ્સામાં ક્યારેય પાછળ ફરીને ન જુઓ કે પછી ડરીને આગળ પણ ન જો પરંતુ જાગૃતિથી જુઓ “ તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, આપણે ગુસ્સામાં પાછળ ફરીને જોઈએ છીએ તે લોકો પર કે જેને આપણે તકલીફ આપી છે, જે નિરાશા આપણે અનુભવી છે, જે દુર્ભાગ્ય સહન કર્યું છે.

image source

આપણે આ સંભાવનાના ડરથી તત્પર રહીએ છીએ કે આપણે પોતાની નોકરી ગુમાવી શકીએ છીએ, કોઈ બીમારીની ચપેટમાં આવી શકીએ છીએ, અથવા તો મોતને ભેટીએ. આપણે જે સ્થાન પર રહેવાની જરૂર છે તે આ જ છે. જે થઈ રહ્યું છે તેને ઉત્સુકતાથી જોવું ન જોઈએ.

પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, “ હું એક ઊંડો શ્વાસ લઉં છું. કારણ કે હું ભાગ્યશાળી છું અને જીવિત છું. હું ભૂતકાળમાં પડકારોનો સામનો કરી ચુકી છું અને આગળ પણ કરવા તૈયાર છું. આજે મારે જીવનને લઈ પરેશાન થવું નથી. “.

image source

જણાવી દઈએ કે શિલ્પાએ બુકના કેટલાક અંશ શેર કર્યા હતા. જેમાં તેણે કંઈ લખ્યું નથી પરંતુ પુસ્તકમાં લખેલી જે વાત તેના જીવનને અસર કરે છે તેને સ્પષ્ટ કરી છે.