સુઝુકીની જલ્દી આવી રહેલી સસ્તા કાર આ મોટી કંપનીઓને આપશે ટક્કર, જાણો કોને થશે ફાયદો

સુઝુકી ભારતમાં મારુતિની પાર્ટનરશિપ સાથે ફોર વહીલર્સ વેંચે છે. નવી ઇલેક્ટ્રિક કાર કેવી હશે ? તેની કિંમત શું હશે ? તે બાબતે અહેવાલમાં વધુ વિગત નથી આપવામાં આવી. પરંતુ એવો અંદાજ છે કે આ ઇલેક્ટ્રિક કાર સૌથી સસ્તી ઇલેક્ટ્રિક હશે. જેની કિંમત 10 લાખથી 11 લાખ રૂપિયા વચ્ચે હશે. તેમાં ભારત સરકાર તરફથી ઇલેક્ટ્રિક વાહન પર મળતી સબસીડીનો ફાયદો પણ મળશે.

સુઝુકી મોટર્સને મળશે ઇલેક્ટ્રિક મોબિલિટીમાં મદદ

image source

જો અહેવાલની વિગતો માનવામાં આવે તો તેનાથી સુઝુકી મોટર્સને ઇલેક્ટ્રિક મોબિલિટીમાં વધુ ઝડપથી આગળ વધવામાં મદદ મલશે. કારણ કે મારુતિ સુઝુકી ઇન્ડિયા આ સમયે ભારતની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે અને તેની પાસે કરોડો ગ્રાહકો છે. ભારતમાં મારુતિ સુઝુકીનું વેંચાણ મોટાભાગે નાની અને કોમ્પેક્ટ કાર જેમ કે અલ્ટો, વેગન આર, બલેનો અને સ્વીફ્ટનું છે.

સુઝુકી પહેલા ભારતમાં જ ઉતારશે ઇલેક્ટ્રિક કાર

image source

Nikkei Asia માં છપાયેલા અહેવાલ મુજબ નવી ઇલેક્ટ્રિક કાર સૌથી પહેલા ભારતમાં જ લોન્ચ કરવામાં આવશે. અને ત્યારબાદ જાપાન અને યુરોપમાં આ કારને ઉતારવામાં આવશે. અહીં એ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે મારુતિ સુઝુકી ઘણા સમયથી ભારતીય રસ્તાઓ પર વેગન આર ના ઇલેક્ટ્રિક વર્ઝનનું ટેસ્ટિંગ કરી રહી છે. આ કાર ક્યારે લોન્ચ થશે ? તેને લઈને હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી નથી આપવામાં આવી. જો કે મોટાભાગની કાર કંપનીઓ ઇલેક્ટ્રિક કારો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક વાહનની સરખામણીએ CNG કાર પર વધુ ધ્યાન આપી રહી છે.

સરકાર પણ આપી રહી છે ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન

image source

ભારત સરકાર પણ દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન મળે તે માટે તમામ સબસીડી અને સવલતો આપી રહી છે. અમુક રાજ્યો જેમ કે દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારોએ ઇલેક્ટ્રિક કારો માટે પોતાની પોલિસી જાહેર કરી છે. જેમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે લોકોને ઇંસેટિવ આપવાની વાત પણ કહેવામાં આવી છે. પોલિસીમાં રોડ ટેક્સ માફ કરવા જેવી છૂટ પણ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે FAME – || અંતર્ગત ઇલેક્ટ્રિક વાહન પર સબસીડી વધારી છે.

ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોને ભારતીય બજારમાં ભારે રિસ્પોન્સ

image source

કાર કંપનીઓથી વધારે દ્વિચક્રી વાહન કંપનીઓએ ઇલેક્ટ્રિક મોબિલિટીને વધુ ગંભીરતાથી લીધી છે. બજાજ, રિવોલ્ટ, ટીવીએસ, જેવી કંપનીઓએ પોતાના ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન બજારમાં ઉતાર્યા છે. જેના બુકીંગ આંકડાઓ જોઈને એ અંદાજો આવી જાય છે કે ભારત જેવા દેશમાં હવે ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોનું ભવિષ્ય ઘણું ઉજળું છે.