આ બિઝનેસ છે જોરદાર, જેમાં ઓછા રોકાણમાં તમને મળે છે મોટો ફાયદો, ઝંપલાવો અને કરો લાખોની કમાણી

Earn money from tulsi business : જો તમને ખેતી કરવાનો શોખ હોય તો તમે હવે ખેતી કરીને કમાણી કરી શકશો. ખેતી આજના સમયમાં ઓછા પૈસા રોકીને વધુ કમાણી કરવા માટેનો એક સારો વિકલ્પ છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને તુલસીની ખેતી (Basil Cultivation) ના વિષયમાં જણાવીશું. જેના વ્યવસાય થકી તમે મોટી કમાણી કરી શકો છો. વળી, આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે ફક્ત 15,000 રૂપિયા ની જ જરૂર રહેશે. આ 15,000 રૂપિયા દ્વારા તમે ધીમે ધીમે કરીને 3 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

image source

તુલસી ની ખેતી કરીને કોઈપણ વ્યજતી લખપતિ થઈ શકે છે. ત્યારે ચાલો આપણે આ બાબતે વિસ્તારથી જાણીએ કે કઈ રીતે તુલસીની ખેતી કરી શકાય છે અને કઈ રીતે તેમાંથી કમાણી કરી શકાય છે.

દરેક ઘરમાં તુલસીની જરૂર રહે છે

image source

તુલસીની ખેતી કરવામાં તમારે વધુ રોકાણ કરવાની પણ જરૂર નથી રહેતી. અને સાથે તુલસીની માંગ પણ રહે છે. હાલના સમય અનુસાર લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડમાં જોવા મળે છે. એ સિવાય તેનો ઉપયોગ વિવિધ પ્રકારની દવાઓ બનાવવામાં અને અન્ય રીતે પણ કરવામાં આવે છે.

કોરોના મહામારીના સમયગાળામાં તુલસીની માંગ વધી

image source

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી સામે લડવા માટે દેશી નુસખાઓ અને આયુર્વેદિક નેચરલ દવાઓ તરફ લોકો વળ્યાં હતા અને આ જ કારણ છે કે કોરોનાના એ કટોકટીના સમયમાં તુલસીની માંગ વધવા પામી હતી. હાલના સમયની વાત કરીએ તો તુલસીનું બજાર પણ હવે ઘણું મોટું થઈ ગયું છે. એટલે ઔષધીય છોડ (Medicinal Plants) ની ખેતી કરવાના ક્ષેત્રમાં ઝંપલાવવામાં આવે તો આ બિઝનેસ ફાયદો કરાવે તેવો છે.

સરળતાથી શરૂ કરી શકાય છે તુલસીનો બિઝનેસ

image source

તુલસીનો બિઝનેસ શરૂ કરવો સરળ છે અને સરળ એટલા માટે કારણ કે આ ધંધામાં તમારે કોઈ મોટું આર્થિક રોકાણ કરવાનું નથી આવતું. અને આ માટે કોઈ વિશાળ ખેતર કે ખેતીલાયક જમીન હોવી જરૂરી નથી. તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો.

3 લાખ સુધી થઈ શકે છે કમાણી

image source

તમે આ તુલસીની ખેતીની શરૂઆત માત્ર 15,000 રૂપિયા જેટલી નજીવી રકમથી જ કરી શકો છો. રોપણી કર્યાના માત્ર 3 મહિના બાદ જ તુલસીનો આ પાક અંદાજે એ લાખ રૂપિયા સુધીમાં વેંચાય જાય છે. માર્કેટમાં ઉપલબ્ધ ડાબર, બૈધનાથ, પતંજલિ વગેરે જેવી આયુર્વેદિક કંપનીઓ પણ આ વિષય સંબંધિત લોકો પાસે કોન્ટ્રાક્ટ બેઝ પર તુલસીની ખેતી કરાવે છે.